ઇન્ટરનેશનલ

ચૂંટણીમાં જીત બાદ નેધરલેન્ડના નેતાએ હિન્દુઓ પર આપ્યું મોટું નિવેદન….

ગીર્ટ વિલ્ડર્સે 17 ડિસેમ્બરના રોજ નેધરલેન્ડની સામાન્ય ચૂંટણીમાં પ્રચંડ વિજય મેળવ્યા બાદ સોશિયલ મીડિયા પર તેમના સમર્થકોનો આભાર માન્યો હતો. તેમણે પોતાના સોશિયલ મિડીયા પર લખ્યું હતું કે દુનિયાભરના મારા તમામ મિત્રોનો ખૂબ ખૂબ આભાર જેમણે મને ડચ ચૂંટણી જીતવા બદલ અભિનંદન આપ્યા. તેમજ એ તમામ હિંદુઓનો આભાર જેમણે મને શુભકામનાઓ મોકલી.

વાઈલ્ડર્સે એમ પણ લખ્યું હતું કે ભારત તરફથી પણ મને ઘણા સંદેશા આવ્યા છે. અને હું એ તમામ હિંદુઓનું સમર્થન કરું છું છે કે જેઓ ફક્ત હિંદુઓ હોવાના કારણે બાંગ્લાદેશ અને પાકિસ્તાનના લોકો તેમના પર હુમલા કરી રહ્યા છે. એ તમામ હું હંમેશા સમર્થન આપીશ.


વાઈલ્ડર્સ ફ્રીડમ પાર્ટીમાં ગયા મહિનાના અંતમાં યોજાયેલી ચૂંટણીમાં ભારે મતથી વિજેતા થયા હતા. વાઈલ્ડર્સ તેમના ઈસ્લામ વિરોધી રેટરિક માટે જાણીતા છે. જો કે આ ચૂંટણીમાં તેણે પોતાના વલણમાં થોડો ફેરફાર કર્યો હતો. ચૂંટણી પ્રચાર દરમિયાન કહ્યું હતું કે દેશ સામે ઘણા મોટા મુદ્દાઓ છે. એટલે ફક્ચ મસ્જિદો અને મદરેસાઓ પર પ્રતિબંધ મૂકવાની તેમની નીતિને મોકૂફ રાખવાની પણ વાત કરી હતી.


નોંધનીય છે કે ગીર્ટ વિલ્ડર્સ તેમની ઈસ્લામ વિરોધી નિતીઓ માટે જાણીતા છે. તેમને અગાઉ પોતાના કેટલાય નિવેદનો કહ્યું છે કે મદરેસા અને મસ્જિદોમાં ચાલતી તમામ પ્રવત્તિઓ બંધ કરવાની વાત કરી છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button