Top Newsઇન્ટરનેશનલ

નેધરલેન્ડમાં ક્રિસમસ પરેડ દરમિયાન દુર્ઘટના, ભીડમાં કાર ઘુસતા નવ લોકો ઘાયલ…

નનસ્પીટ : નેધરલેન્ડમાં સોમવારે ક્રિસમસ પરેડ દરમિયાન દુર્ઘટના સર્જાઈ હતી. જેમાં ક્રિસમસ પરેડ જોવા ઉભેલા લોકોની ભીડમાં એક કાર ઘુસી ગઈ હતી. જેના લીધે નવ લોકો ઘાયલ થયા છે. જેમાં ત્રણ લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. આ અંગે ગેલ્ડરેન્ડ પોલીસે જણાવ્યું હતું આ ઘટના કેવી રીતે બની તેની તપાસ કરવામાં આવી રહી છે. જોકે, આ દુર્ઘટનાની જાણ થતા જ પોલીસ અને ઈમરજન્સી સેવાના લોકો ઘટના સ્થળે પહોંચ્યા હતા અને બચાવ કામગીરી શરુ કરી હતી.

ઘટના બાદનો વીડિયો પ્રકાશમાં આવ્યો

જોકે, આ ઘટના બાદનો વીડિયો પ્રકાશમાં આવ્યો છે. આ વીડિયોમાં એક નાની કાર ખેતરમાં જોવા મળે છે. જેમાં કારને નુકસાન થયું હતું અને તેને બોનેટ ખુલ્લું હતું. જયારે નજીકમાં લોકોની ભીડ જોઈ શકાય છે. તેમજ કેટલાક લોકો ઘટનાસ્થળની તપાસ કરી રહ્યા છે.

https://twitter.com/jon_delorraine/status/2003197170359631904

પરેડ બંધ કરી દેવામાં આવી

આ દુર્ઘટના એમ્સ્ટરડેમથી લગભગ 80 કિલોમીટર પૂર્વમાં આવેલા નનસ્પીટ શહેરમાં લોકો ક્રિસમસ લાઇટ્સથી શણગારેલા વાહનોની પરેડ જોવા માટે રાહ જોઈ રહ્યા હતા. ત્યારે એક કાર ભીડમાં ઘૂસી ગઈ હતી. આ ઘટના બાદ, એલબર્ગ શહેર વહીવટીતંત્રે સોશિયલ મીડિયા પર જાહેરાત કરી કે પરેડ બંધ કરી દેવામાં આવી છે.

કાર ડ્રાઈવ કરી રહેલી મહિલાને અટકાયતમાં લેવામાં આવી

જયારે નનસ્પીટના મેયર જાન નાથન રોઝેન્ડાલે ઘટના પછી એક નિવેદનમાં જણાવ્યું હતું. પોલીસે જણાવ્યું હતું કે નનસ્પીટની 56 વર્ષીય મહિલા ડ્રાઇવરને નાની ઇજાઓ થઈ હતી. પોલીસે જણાવ્યું હતું કે ગંભીર ટ્રાફિક અકસ્માતમાં મહિલાને અટકાયતમાં લેવામાં આવી હતી. પોલીસે જણાવ્યું હતું કે પ્રત્યક્ષદર્શીઓની પૂછપરછ કરવામાં આવી રહી છે અને તપાસના ભાગ રૂપે ઉપલબ્ધ વિડીયો ફૂટેજની તપાસ કરવામાં આવી રહી છે.

Chandrakant Kanoja

ગુજરાતી ન્યૂઝ ચેનલ તેમજ ડિજિટલ મીડિયા મળીને કુલ 25 વર્ષનો અનુભવ છે. જેમાં 14 વર્ષ સુધી ગુજરાતી અને હિન્દી ઈલેક્ટ્રોનિક્સ મીડિયામાં રિપોર્ટિંગ અને બ્યૂરો ચીફ તરીકેની કામગીરી કરેલી છે. ગુજરાતના રાજકારણ અને સમાજ કારણને ખૂબ જ નજીકથી કવર કર્યું છે. જ્યારે 11 વર્ષનો ડિજિટલ મીડિયાનો અનુભવ ધરાવે છે. પોલિટિકલ, ક્રાઇમ,… More »

સંબંધિત લેખો

Back to top button