ટ્રમ્પે ફોન પકડ્યો અને નેતન્યાહૂએ રિસીવર પર માફી માંગી! જાણો વ્હાઈટ હાઉસની આ તસ્વીર પાછળની હકીકત

વોશિંગ્ટન ડીસી: યુએસ રાષ્ટ્રપતિના સત્તાવાર નિવાસ સ્થાન વ્હાઇટ હાઉસમાંથી એક તસવીર શેર કરવામાં આવી રહી છે, જેની સોશિયલ મીડિયા પર ખુબ ચર્ચા થઇ રહી છે. તસવીરમાં જોવા મળે છે કે યુએસ રાષ્ટ્રપતિ ટ્રમ્પ તેમના વહીવટીતંત્રના અધિકારીઓ સાથે બેઠા છે અને બાજુમાં ઇઝરાયલના વડા પ્રધાન બેન્જામિન નેતન્યાહૂ પણ બેઠા છે. ટ્રમ્પના ખોળામાં લેન્ડલાઇન ફોન છે, જેનું રિસીવર કાન પાસે રાખીને નેતન્યાહૂ કોઈ સાથે વાત કરી રહ્યા છે.
વ્હાઇટ હાઉસે આ તસવીર શેર કરી છે. હકીકતમાં, નેતન્યાહૂ કતારના વડા પ્રધાન શેખ મોહમ્મદ બિન અબ્દુલરહેમાન અલ થાનીને સાથે વાત કરી (Netanyahu Apologies to Qatar PM) રહ્યા છે. અહેવાલ મુજબ આ મહિનાની શરૂઆતમાં કતારના પાટનગર દોહામાં ઈઝરાયલી સેનાએ કરેલા મિસાઈલ હુમલા અંગે નેતન્યાહૂએ કતારના વડા પ્રધાન અલ થાનીની માફી માંગી હતી. અહેવાલ મુજબ ડોનાલ્ડ ટ્રમ્પે નેતન્યાહૂને માફી માંગવા માટે ફરજ પાડી હતી. નેતન્યાહૂને કતારના સાર્વભૌમત્વનું ઉલ્લંઘન કરવા બદલ માંફી માંગવી પડી હતી.
આ પણ વાંચો: કતાર પર મિસાઈલ હુમલા બદલ નેતન્યાહૂએ માફી માંગી! જાણો વ્હાઇટ હાઉસમાં શું થયું…
નેતન્યાહૂ કેમ ઝુક્યા?
નોંધનીય છે ગાઝામાં યુદ્ધવિરામ અંગે ચર્ચા કરવા બેન્જામિન નેતન્યાહૂ વ્હાઇટ હાઉસ પહોંચ્યા હતાં. ડોનાલ્ડ ટ્રમ્પે 20 મુદ્દા ગાઝા શાંતિ પ્રસ્તાવ રજુ કર્યો છે. નેતન્યાહૂ આ પ્રસ્તાવને મોટા ભાગના મુદ્દાઓ સાથે સંમત છે. ત્યારે હમાસ સાથે વાતચીત કરવાની પણ જરૂર છે. હમાસના કેટલાક આગેવાનો કતારમાં રહે છે, તેથી કતાર બંને પક્ષો વચ્ચે વાતચીતની મધ્યસ્થી કરતુ હતું, પરંતુ ઈઝરાયેલે 9 સપ્ટેમ્બરના રોજ દોહામાં એક બિલ્ડીંગ પર હુમલો કર્યો હતો, ત્યાર બાદ કતારે મધ્યથી કરવાનો ઇનકાર કરી દીધો હતો.
હવે જ્યારે ગાઝામાં યુદ્ધવિરામ ડોનાલ્ડ ટ્રમ્પે પ્રસ્તાવ રજુ કર્યો છે ત્યારે વાતચીતની ચેનલ શરુ કરવા નેતન્યાહૂને કતારના વડાપ્રધાનની માફી માંગવી પડી છે. આ દરમિયાન, કતારની એક ટેકનિકલ ટીમ પણ વ્હાઇટ હાઉસમાં હાજર રહી હતી.