નેપાળ Gen-Z હિંસા મામલે ચીને શું કહ્યું? પોતાના નાગરિકોને આપી આવી સલાહ | મુંબઈ સમાચાર
ઇન્ટરનેશનલ

નેપાળ Gen-Z હિંસા મામલે ચીને શું કહ્યું? પોતાના નાગરિકોને આપી આવી સલાહ

નવી દિલ્હીઃ નેપાળમાં ચાલી રહેલે Gen-Z વિરોધ પ્રદર્શન ખૂબ જ હિંસાત્મક બની ગયું છે. જેમાં 21થી પણ વધારે લોકોનું મોત થયું છે. આજે આ વિરોધ પ્રદર્શનનો ત્રીજો દિવસ છે, પરંતુ વિરોધ યથાવત જોવા મળી રહ્યો છે. આ પ્રદર્શન મામલે અનેક લોકોએ ખાસ કરીને નેપાળના પાડોશી દેશોએ પોતાની પ્રતિક્રિયા આપી છે. આ દરમિયાન હવે ચીને નેપાળને પોતાનું મિત્ર ગણાવ્યું છે. ચીન ભારતના પાડોશી દેશોમાં વારંવાર દખલ કરતું આવ્યું છે. પહેલા પાકિસ્તાન પછી શ્રીલંકા અને હવે નેપાળમાં પણ ચીન આગળ આવ્યું છે. ચાલો જોઈએ, ચીને નેપાળ મામલે વધારે શું કહ્યું છે?

ચીને નેપાળને પોતાનું મિત્ર ગણાવી સૌને ચોંકાવ્યાં

ચીનને વિદેશ મંત્રાયલના પ્રવક્તા લિન જિયાને કહ્યું કે, ‘નેપાળમાં દરેક પક્ષના લોકો પોતાના મુદ્દાઓનો ઉકેલ લાવી દેશે અને સત્વરે રાજકીય અને સામાજિક સ્થિતિ સ્થિર જોવા મળશે. ચીને આવો આશાવાદ વ્યક્ત કર્યો છે. એટલું જ નહીં પરંતુ નેપાળમાં રહેતા ચીની નાગરિકોને સુરક્ષિત રહેવા માટે પણ ચીનના વિદેશ મંત્રાલય દ્વારા સૂચનાઓ આપી દેવામાં આવી છે’.

નેપાળ મામલે આખરે ચીન ફરી કેવી ચાલ રમી રહ્યું છે? કારણ કે, નેપાળમાં જે પ્રકારે અત્યારે સ્થિતિ જોવા મળી રહી છે, ખાસ કરીને હિંસા વધારે ઉગ્ર બની છે. પ્રદર્શનકારીઓના હાથમાં હથિયાર આવી ગયાં છે. આ સ્થિતિ ભારત માટે પણ ચિંતાજનક છે, કારણ કે, ભારત અને નેપાળની મોટાભાગની સરહદ ખુલ્લી છે. જેના કારણે આ પ્રદર્શનકારીઓ ભારતને નુકસાન પહોંચી શકે તેવી શક્યતાઓ છે. જેથી ભારતે ખાસ સતર્ક રહીને સરહદ પર સુરક્ષા વધારવી પડશે.

ચીને પોતાના નાગરિકોને સુરક્ષિત રહેવા માટે કહ્યું

ચીનને વિદેશ મંત્રાયલના પ્રવક્તા લિન જિયાને વધુમાં કહ્યું કે, અત્યાર સુધીમાં કોઈ ચીની નાગરિકો પરેશાન થયા હોય તેવી સુચના મળી નથી. હિંસા શરૂ થયા બાદ ચીને પોતાના દુતાવાસને સુચના આપીને નાગરિકોને સુરક્ષિત કરવા માટે કહ્યું હતું. જેથી ચીને પોતાના નાગરિકોને સુરક્ષિત કરી લીધી હોવાનું ચીનને વિદેશ મંત્રાયલના પ્રવક્તાએ જણાવ્યું હતું. ભારતે પણ નેપાળમાં રહેતા ભારતીય નાગરિકોને સુરક્ષિત જગ્યાએ રહેવા અને ભારતીય દુતાવાસના સંપર્કમાં રહેવા માટે સુચના આપી દીધી છે.

આ પણ વાંચો…નેપાળમાં ઉથલપાથલ: પ્રદર્શનકારીઓ વિદેશ પ્રધાનને બંધક બનાવીને લઇ ગયા, પૂર્વ વડાપ્રધાન પર હુમલો

Vimal Prajapati

વિમલ પ્રજાપતિએ ગુજરાત વિદ્યાપીઠમાંથી પત્રકારત્વ અને સમૂહ પ્રત્યાયન વિષય સાથે અનુસ્નાતક થયેલા છે. તેઓ ડિજિટલ મીડિયાનો 4 વર્ષનો અનુભવ છે અને અત્યારે મુંબઈ સમાચારમાં કન્ટેન્ટ રાઈટર તરીકે કામ કરી રહ્યાં છે.

સંબંધિત લેખો

Back to top button