નેપાળનો હિંસક અને સત્તા વિરોધી પ્રદર્શન આ રીતે બની શકે છે પાકિસ્તાન માટે ખતરો

ઇસ્લામાબાદ : નેપાળના સતત ચાલી રહેલી હિંસા અને જેન-જી પ્રદર્શનના કારણે સ્થિતી નાજુક છે. જેમાં અત્યાર સુધી નેપાળમાં 19 લોકોના મોત થયા છે જયારે 300 લોકો ઘાયલ થયા છે. તેમજ વડા પ્રધાન કેપી ઓલી શર્માએ રાજીનામું આપવું પડ્યું છે. જોકે, નેપાળના ઉઠેલી આગની જવાળા પાકિસ્તાન સુધી પણ પહોંચી શકે છે. જેમાં નેપાળના વડા પ્રધાન કેપી ઓલી શર્માનું રાજીનામું યુવાનોની તાકાતનું પ્રતિક છે. તેમજ જો યુવાનો નારાજ હોય તો સરકારે ઝૂકવું પડે છે.
વડાપ્રધાન કેપી ઓલી શર્માએ સત્તા ગુમાવી પડી
નેપાળની આ તસવીર પાકિસ્તાન અને ખાસ કરીને આર્મી ચીફ આસીમ મુનીર માટે ચેતવણી સમાન છે. નેપાળ સોશિયલ મીડિયા પરના પ્રતિબંધે યુવાનોને રોડ પર લાવી દીધા અને સત્તા વિરોધી આક્રોશ પેદા કર્યો હતો. જેમાં પહેલા શાંતિપૂર્ણ પ્રદર્શન થયું અને ત્યાર બાદ ગોળીઓ ચલાવવામાં આવી હતી. જેની બાદ સંસદ અને નેતાઓના ઘરમાં આગ લગાડવામાં આવી અને આખરે વડાપ્રધાન કેપી ઓલી શર્માએ સત્તા ગુમાવી પડી.
આ પણ વાંચો: નેપાળમાં ભારેલા અગ્નિ જેવી સ્થિતી, પ્રદર્શનકારીઓએ નાયબ પીએમ બિષ્ણુ પ્રસાદને ઘેરીને માર્યા
પાકિસ્તાનમાં પણ નેપાળ જેવા હાલાત
પાકિસ્તાનની સ્થિતીની વાત કરીએ તો ત્યાં પણ હાલ નેપાળ જેવા જ હાલાત છે. જયા યુવાનો હાલ મુંઝવણમાં છે. જેમાં જીવન જરૂરી વસ્તુઓના ભાવમાં અસહ્ય કિંમતો વધી છે. જેમાં પણ ખાસ કરીને ખાંડ અને લોટની કિંમત આસમાને છે. જેમાં લોટના પાંચ કિલો પેકેટનો ભાવ 700 રૂપિયા છે. જેના લીધે રોટલી મજુરની પહોંચની બહાર છે. જયારે બીજી તરફ સત્તાધીશો એશો એરામમાં વ્યસ્ત છે.
ઇમરાન ખાનની પાર્ટીને નવું બળ મળ્યું
જયારે પાકિસ્તાનમાં ઇમરાન ખાનની પાર્ટી તહરિક-એ-ઇન્સાફ પહેલેથી જ આંદોલનોની રાહ પર છે. તેમજ નેપાળમાં જે થયું તેનાથી ઇમરાન ખાનની પાર્ટીને નવું બળ મળ્યું છે. તેમજ હવે માત્ર ઈમરાનખાનના ઈશારાની રાહ જોવાઈ રહી છે. જેની બાદ ફરી એક વાર પાકિસ્તાનના રસ્તાઓ પર ભીડ ઉમટી પડે તેવી શક્યતા છે.
આ પણ વાંચો: નેપાળમાં ઓલી સરકારને ઉથલાવી નાખનાર 36 વર્ષનો યુવાન છે કોણ?
આર્મી ચીફ આસિમ મુનીર પર દબાણ વધ્યું
જેના પગલે હવે પાકિસ્તાનના આર્મી ચીફ આસિમ મુનીરની મુશ્કેલીઓ અને દબાણ વધી રહ્યું છે. જેમાં એક તરફ બલુચિસ્તાનમાં સેનાની નીતિઓ મુદ્દે લોકોમાં આક્રોશ છે. તેમજ પાકિસ્તાન આતંકી પ્રવુતિઓને સપોર્ટ કરી રહ્યું છે. સેના અને આતંકી સંગઠનો વચ્ચે જોડાણ પ્રકાશમાં આવ્યું છે. જયારે બલુચિસ્તાન પાકિસ્તાન માટે નવું યુદ્ધક્ષેત્ર બની રહ્યું છે.
તેમજ પાકિસ્તાનના આ માહોલમાં નેપાળની જવાળા પાકિસ્તાનના યુવાનોને સંદેશ આપી રહી છે કે એકજૂથ થશો તો સત્તાને પણ ઝુકાવી શકાશે. જેનો ડર હવે પાકિસ્તાનને સતાવી રહ્યો છે.