નેપાળમાં વચગાળાની સરકારની મુશ્કેલીઓ વધી, સુદાન ગુરુંગે તેવર બદલ્યા...
ઇન્ટરનેશનલ

નેપાળમાં વચગાળાની સરકારની મુશ્કેલીઓ વધી, સુદાન ગુરુંગે તેવર બદલ્યા…

કાઠમંડુ : નેપાળમાં વચગાળાની સરકારની રચનાની સાથે જ તેની મુશ્કેલીઓમાં વધારો થયો છે. જેમાં એક તરફ આજે સુશીલા કાર્કીના મંત્રીમંડળનું વિસ્તરણ છે.

તો બીજી તરફ Gen-Z આંદોલનનો મુખ્ય ચહેરો સુદાન ગુરુંગે પીએમ કાર્કી પ્રત્યે નારાજગી વ્યક્ત કરી છે. તેમણે કહ્યું કે મેં જેમને વડાપ્ર્ધાન બનાવ્યા છે. તેમને દુર કરવામાં મને વધુ સમય નહી લાગે.

હામી નેપાળે Gen-Z આંદોલનમાં મોટી ભૂમિકા ભજવી
સુદાન ગુરુંગના સંગઠન હામી નેપાળે Gen-Z આંદોલનમાં મોટી ભૂમિકા ભજવી છે. તેમણે યુવાનોને એક કરવા સાથે નેપાળમાં થયેલા બળવામાં મોટી ભૂમિકા ભજવી છે.

પરંતુ હવે ફરી એકવાર પરિસ્થિતિ બદલાતી જોવા મળી રહી છે. સુદાન ગુરુંગમાં હવે સુશીલા કાર્કી વિરુદ્ધ આક્રોશ જોવા મળી રહ્યો છે.

નવા મંત્રીઓના નામ મહત્વ આપવામાં ના આવ્યું
સુદાન ગુરુંગની માંગ છે કે, આંદોલનમાં માર્યા ગયેલા લોકોના પરિજનો સાથે પીએમ સુશીલ કાર્કી મુલાકાત કરે. આ માટે તેમણે બે વાર પ્રયત્ન કર્યા પરંતુ પીએમ તેમને મળ્યા નહી.

તેમજ નવા મંત્રીઓના નામમાં પણ તેમને મહત્વ આપવામાં ના આવ્યું. જેના લીધે સુદાન ગુરુંગ નારાજ છે.

નેપાળમાં મૃત્યુઆંક વધીને 72 થયો
ઉલ્લેખનીય છે કે, નેપાળના કાર્યકારી વડા પ્રધાન સુશીલા કાર્કીએ હિંસક વિરોધ પ્રદર્શન દરમિયાન કાઠમંડુ સહિત દેશભરમાં થયેલી આગચંપી, હત્યા, હિંસા અને લૂંટફાટની ઘટનાઓની ન્યાયિક તપાસ કરવાની વાત કરી છે.

વડા પ્રધાન કાર્કીએ કહ્યું કે Gen-Z વિરોધ પ્રદર્શનની આડમાં થયેલી હિંસા એક ષડયંત્રના ભાગ રૂપે કરવામાં આવી હતી. જે ​​રીતે લોકોની મિલકતોને નિશાન બનાવવામાં આવી હતી અને તેમના ઘરોને સળગાવવામાં આવ્યા હતા. આ યુવા પ્રદર્શનકારીઓએ નથી કર્યું. નેપાળમાં આંદોલન દરમિયાન મૃત્યુઆંક વધીને 72 થયો છે.

આ પણ વાંચો…નેપાળમાં ઓલી સરકારને ઉથલાવી નાખનાર 36 વર્ષનો યુવાન છે કોણ?

Chandrakant Kanoja

ગુજરાતી ન્યૂઝ ચેનલ તેમજ ડિજિટલ મીડિયા મળીને કુલ 25 વર્ષનો અનુભવ છે. જેમાં 14 વર્ષ સુધી ગુજરાતી અને હિન્દી ઈલેક્ટ્રોનિક્સ મીડિયામાં રિપોર્ટિંગ અને બ્યૂરો ચીફ તરીકેની કામગીરી કરેલી છે. ગુજરાતના રાજકારણ અને સમાજ કારણને ખૂબ જ નજીકથી કવર કર્યું છે. જ્યારે 11 વર્ષનો ડિજિટલ મીડિયાનો અનુભવ ધરાવે છે. પોલિટિકલ, ક્રાઇમ,… More »

સંબંધિત લેખો

Back to top button