હિંસક પ્રદર્શન બાદ નેપાળમાં હવે વેપારીઓ રસ્તા પર ઉતર્યાં! જાણો શું છે કારણ…

કાઠમંડુ, નેપાળઃ નેપાળમાં છેલ્લા કેટલાય દિવસથી પ્રદર્શનકારીઓને શાંત કરવા માટેના પ્રયત્નો થઈ રહ્યાં છે. 8મી સપ્ટેમ્બરે હિંસક પ્રદર્શન શરૂ થયું હતું. આ પ્રદર્શનના કારણે નેપાળમાં જનજીવન ખોરવાઈ ગયું છે. સામાન્ય લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. પરંતુ આ પ્રદર્શનમાં હવે યુવાનો સાથે વેપારીઓ પણ રસ્તા પર ઉતરી આવી ગયાં છે. વેપારીઓ દ્વારા અનેક જગ્યાએ રેલીઓનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. નેપાળના વેપારીઓ શા કારણે રેલી કરવા માટે રસ્તા પર ઉતર્યાં છે? તે એક મોટો પ્રશ્ન છે. પ્રદર્શનકારીઓએ સરકારને ઉથવાલી દીધી છે, તેમ છતાં પ્રદર્શન શાંત થયું નથી.
વેપારીઓનું મનોબળ વધારવા કરવામાં આવી રેલી
આ વેપારીઓએ ભૈરહવામાં રેલી દરમિયાન શાંતિ રહેશે તેવું આહ્વાન કર્યું છે, પરંતુ શું શાંતિ રહેશે? સૂત્રો દ્વારા મળતી જાણકારી પ્રમાણે નેપાળમાં Gen-Z પ્રદર્શનકારીઓ દ્વારા જે પ્રદર્શન કરવામાં આવ્યું તેના કારણે જે વેપારીઓ હારીને વેપાર બંધ કરીને બેઠા હતાં, તેમનું મનોબળ વધારવા માટે આ રેલી યોજવામાં આવી હતી. વેપારીઓએ બેલહિયા સીમા બિંદૂથી દેવકોટા ચોક થઈને બુદ્ધ ચોક સુધી રેલી કાઢી હતી. જેમાં અનેક વેપારી સંગઠનો સામેલ થયાં હતાં.
આ પણ વાંચો: નેપાળમાં હિંસક વિરોધ પ્રદર્શનો બાદ રાષ્ટ્રપતિએ શાંતિની અપીલ કરતા કહ્યું, શક્ય એટલા પ્રયાસ કરું છું પણ…
રેલીમાં નેપાળના આ સંગઠનો સામેલ થયા
આ રેલીનું નેતૃત્વ લુમ્બિની પ્રેસ ક્લબ દ્વારા કરવામાં આવ્યું હતું. સૂત્રો દ્વારા મળતી જાણકારી પ્રમાણે આ રેલીમાં નેપાલી નેપાળી વાણિજ્ય અને ઉદ્યોગ મહાસંઘ (લુમ્બિની પ્રાંત), સિદ્ધાર્થનગર ચેમ્બર ઓફ કોમર્સ, રૂપાંદેહી ચેમ્બર ઓફ કોમર્સ, સિદ્ધાર્થ નેટવર્ક, સિદ્ધાર્થ ટ્રાન્સપોર્ટ અને ભૈરહવા મોર્નિંગ વોક ગ્રુપનો સમાવેશ થાય છે. નેપાળના મોટાભાગમાં અત્યારે કર્ફ્યુ લાગેલો છે, પરંતુ આધિકારીઓએ સિદ્ધાર્થનગર જિલ્લામાંથી કર્ફ્યુ હટાવી દીધો હતો. આ રેલીમાં રૂપન્દેહીના મુખ્ય જિલ્લા અધિકારી પણ જોડાયા હતાં. જિલ્લા અધિકારીએ ફરી જનજીવન સામાન્ય થાય તેના માટે મદદ કરવા અપીલ કરી હતી.
પ્રદર્શને નેપાળની અર્થવ્યવસ્થા મોટી અસર પાડી
અત્રે ઉલ્લેખનીય છે કે, હિંસક પ્રદર્શનના કારણે નેપાળની અર્થવ્યવસ્થા પર ખૂબ મોટી અસર થઈ છે. કરોડો રૂપિયાનું નુકસાન નેપાળે છેલ્લા ત્રણ દિવસમાં વેઠ્યું છે. હવે નેપાળની સ્થિતિમાં સુધાર આવતા સમય લાગી શકે છે. જેના કારણે સ્થિતિ સામાન્ય થાય અને વેપાર ઉદ્યોગ ફરી શરૂ થયા તે માટે પ્રશાસન દ્વારા સતત પ્રયત્નો કરવામાં આવી રહ્યાં છે. આ માટે ભારતમાંથી થતી ખરીદીને ફરી શરૂ કરવામાં આવી હોવાનું સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે.