નેપાળમાં ભારેલા અગ્નિ જેવી સ્થિતી, પ્રદર્શનકારીઓએ નાયબ પીએમ બિષ્ણુ પ્રસાદને ઘેરીને માર્યા

કાઠમંડુ : નેપાળમાં સતત ચાલી રહેલી હિંસાના પગલે ભારેલા અગ્નિ જેવી સ્થિતી છે. જેમાં હિંસક ટોળાઓ મંત્રીઓ પર સતત હુમલા કરી રહ્યા છે. આ દરમિયાન એક વિડીયો સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહ્યો છે. જેમાં નેપાળના નાણા મંત્રી અને નાયબ વડા પ્રધાન બિષ્ણુ પ્રસાદ પૌડેલને કાઠમંડુમાં પ્રદર્શનકારીઓ દોડાવીને દોડાવીને મારી રહ્યા છે. જેમાં નાણા મંત્રી બિષ્ણુ પ્રસાદ પૌડેલને લોકો એક સાંકડી ગલીમાં ઘેરી લે છે. જેની બાદ પ્રદર્શનકારીઓ તેમને દોડાવી રહ્યા છે. તેમજ તેમને લાતો પણ મારી રહ્યા છે. જે દરમિયાન બિષ્ણુ પ્રસાદ પડી જાય છે.
નેપાળની રાજનીતિમાં પ્રભાવી વ્યક્તિત્વ
નાયબ વડા પ્રધાન બિષ્ણુ પ્રસાદ પૌડેલ નેપાળની રાજનીતિમાં પ્રભાવી વ્યક્તિત્વ છે.તેમની લાંબી રાજકીય કારકિર્દી છે. તેમક દેશના આર્થિક સુધારાઓમાં તેમનું યોગદાન રહ્યું છે. બિષ્ણુ પ્રસાદ પૌડેલ 18 વર્ષની ઉંમરમાં શિક્ષણ છોડીને કોમ્યુનિસ્ટ પાર્ટીમાં સામેલ થયા હતા. તે અનેક વાર દેશના નાણા મંત્રી રહી ચુક્યા છે. આ ઉપરાંત તે સંરક્ષણ મંત્રી પણ રહી ચુક્યા છે. બિષ્ણુ પ્રસાદ પૌડેલ નેપાળ કોમ્યુનિસ્ટ પાર્ટીમાં સામેલ થયા હતા.
વડા પ્રધાન કેપી ઓલીએ રાજીનામું આપ્યું
નેપાળ સરકારના ઘણા પ્રધાનોએ રાજીનામું આપ્યું હતું. ત્યાર બાદથી વડા પ્રધાન ઓલી પર રાજીનામું આપવાનું ભારે દબાણ હતું આજે તેમને રાજીનામું આપવું પડ્યું છે.પ્રદર્શનકારીઓ ભક્તપુરના બાલકોટ ખાતે આવેલા વડા પ્રધાન ઓલીના ખાનગી નિવાસસ્થાનને આગ ચાંપી દીધી હતી. જોકે ઓલી હાલમાં બાલવાતાર ખાતે વડા પ્રધાનના નિવાસસ્થાને રહે છે.
અહેવાલો મુજબ પ્રદર્શનકારીઓએ નેપાળના રાષ્ટ્રપતિ રામ ચંદ્ર પૌડેલના ખાનગી નિવાસસ્થાનમાં પણ તોડફોડ કરીને આગ લગાવી દીધી હતી. સોશિયલ મીડિયા પર કેટલાક વિડીયો વાયરલ થઇ રહ્યા છે, જેમાં પ્રદર્શનકારીઓ રાષ્ટ્રપતિના નિવાસસ્થાનમાં આંટા મારતા અને તોડફોડ કરતા જોવા મળે છે.
ઇન્ટરનેશનલ એરપોર્ટ પરની તમામ ફ્લાઇટ્સ રદ
જેમાં પ્રદર્શનકારીઓએ ભૂતપૂર્વ વડા પ્રધાન પુષ્પ કમલ દહલ ઉર્ફે પ્રચંડના ખુમલતાર ખાતે આવેલા નિવાસસ્થાનમાં તોડફોડ કરી હતી. કાઠમંડુના બુધાનિલકાંઠા ખાતે ભૂતપૂર્વ વડા પ્રધાન શેર બહાદુર દેઉબાના ઘરની સામે પ્રદર્શન કરવામાં આવ્યું હતું. હિંસક પ્રદર્શનો વચ્ચે કાઠમંડુ ઇન્ટરનેશનલ એરપોર્ટ પરની તમામ ફ્લાઇટ્સ રદ કરવામાં આવી છે, જેને કારને હજારો મુસાફરો ફસાયા છે.
આ પણ વાંચો…19ના મોત બાદ Gen-Zના વિરોધ સામે ઝૂકી નેપાળ સરકાર, સોશિયલ મીડિયા ફરી શરૂ થયા…