નેપાળના રાષ્ટ્રપતિ રામ ચંદ્ર પૌડેલે રાજીનામું આપ્યું, પૂર્વ પીએમના પત્નીનું સળગી જતા મોત | મુંબઈ સમાચાર
ઇન્ટરનેશનલ

નેપાળના રાષ્ટ્રપતિ રામ ચંદ્ર પૌડેલે રાજીનામું આપ્યું, પૂર્વ પીએમના પત્નીનું સળગી જતા મોત

કાઠમંડુ : નેપાળમાં સોશિયલ મીડિયા પર પ્રતિબંધ બાદ હિંસક તોફાનો શરુ થયા હતા. જેમાં 19 લોકોના મોત થયા છે અને 300 થી વધુ લોકો ઘાયલ થયા છે. તેમજ તેની બાદ પીએમ કેપી ઓલીએ રાજીનામું આપ્યું હતું. જયારે હવે નેપાળના રાષ્ટ્રપતિ રામ ચંદ્ર પૌડેલે પણ પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું છે. જયારે નેપાળની રાજધાની કાઠમંડુ સહિત ઘણા શહેરોમાં ભારેલા અગ્નિ જેવી સ્થિતી છે. જયારે વિરોધીઓના ગુસ્સાને જોઈને પ્રતિબંધ હટાવી લેવામાં આવ્યો.

ભૂતપૂર્વ પીએમના પત્નીનું મોત

જયારે નેપાળમાં નેતાઓ ઘરમાં આગ લગાવવાની અનેક ઘટનાઓ પ્રકાશમાં આવી હતી. જેમાં નેપાળના ભૂતપૂર્વ પીએમ ઝાલનાથના ઘરને વિરોધીઓએ આગ ચાંપી હતી. જેમાં તેમના પત્નીનું રાજ્યલક્ષ્મી ચિત્રકરનું મોત થયું છે. જયારે આ સ્થિતીમાં સેનાએ સમગ્ર દેશને હાથમાં લીધો છે.

મંત્રીઓને બહાર કાઢવા માટે હેલિકોપ્ટરનો ઉપયોગ

નેપાળમાં વિરોધ પ્રદર્શનો તીવ્ર બનતા સેનાએ મંત્રીઓને નિવાસ સ્થાનોમાંથી બહાર કાઢવા માટે હેલિકોપ્ટરનો ઉપયોગ કર્યો હતો. આ વિસ્તારમાં મંત્રીઓના નિવાસસ્થાન અને વરિષ્ઠ અધિકારીઓના ઘરોમાં આગ અને તોડફોડની ઘટનાઓ બાદ પગલું લેવામાં આવ્યું હતું.

વડા પ્રધાન કેપી ઓલીએ રાજીનામું આપ્યું

નેપાળ સરકારના ઘણા પ્રધાનોએ રાજીનામું આપ્યું હતું. ત્યાર બાદથી વડા પ્રધાન ઓલી પર રાજીનામું આપવાનું ભારે દબાણ હતું આજે તેમને રાજીનામું આપવું પડ્યું છે.પ્રદર્શનકારીઓ ભક્તપુરના બાલકોટ ખાતે આવેલા વડા પ્રધાન ઓલીના ખાનગી નિવાસસ્થાનને આગ ચાંપી દીધી હતી. જોકે ઓલી હાલમાં બાલવાતાર ખાતે વડા પ્રધાનના નિવાસસ્થાને રહે છે.

Chandrakant Kanoja

ગુજરાતી ન્યૂઝ ચેનલ તેમજ ડિજિટલ મીડિયા મળીને કુલ 25 વર્ષનો અનુભવ છે. જેમાં 14 વર્ષ સુધી ગુજરાતી અને હિન્દી ઈલેક્ટ્રોનિક્સ મીડિયામાં રિપોર્ટિંગ અને બ્યૂરો ચીફ તરીકેની કામગીરી કરેલી છે. ગુજરાતના રાજકારણ અને સમાજ કારણને ખૂબ જ નજીકથી કવર કર્યું છે. જ્યારે 11 વર્ષનો ડિજિટલ મીડિયાનો અનુભવ ધરાવે છે. પોલિટિકલ, ક્રાઇમ,… More »

સંબંધિત લેખો

Back to top button