ભારત-નેપાળ સરહદ પણ વિઝા અને પાસપોર્ટની જરૂર કેમ નથી? જાણો મૈત્રી કરારનું રહસ્ય | મુંબઈ સમાચાર
ઇન્ટરનેશનલનેશનલ

ભારત-નેપાળ સરહદ પણ વિઝા અને પાસપોર્ટની જરૂર કેમ નથી? જાણો મૈત્રી કરારનું રહસ્ય

ભારત અને નેપાળ વચ્ચે વર્ષોથી સંબંધો સારા રહ્યાં છે. ભારત અને નેપાળ દેશ વચ્ચે 1,751 કિમીની બોર્ડર આવેલી છે, જેમાંથી મોટા ભાગની બોર્ડર ખુલ્લી છે. આ બંન્ને દેશોના સંબંધોનું પ્રમાણ છે. ખાસ કરીને ભારતના ઉત્તરાખંડ, ઉત્તર પ્રદેશ, બિહાર,સિક્કિમ અને પશ્ચિમ બંગાળા રાજ્યની બોર્ડર નેપાળને અડેલી છે.

અતિ મહત્વની વાત તો એ છે કે બંને દેશો વચ્ચે વિઝા ફ્રી નીતિ અમલમાં છે, ભારતના નાગરિકોને નેપાળ જવામાં અને નેપાળના નાગરિકોને ભારત આવવા માટે કોઈ વિઝાની જરૂર હોતી નથી. આ નિર્ણય 1950ની શાંતિ અને મૈત્રી કરાર બાદ લેવામાં આવ્યો હતો. તો ચાલો આ કરાર વિશે વિગતે ચર્ચા કરીએ.

આપણ વાંચો: નેપાળ અને ભારત સરહદ બાદ હવે પાકિસ્તાનમાં પણ ભૂકંપનો આંચકો, રિક્ટર સ્કેલ પર 4.6ની તીવ્રતા

નેપાળે જ્યારે સમજૂતીમાં ફેરફારની કરી વાત

ભારત અને નેપાળ વચ્ચે 31મી જુલાઈ 1950માં મૈત્રી અને શાંતિ કરાર થયો હતો. આ સંધિના કારણે બંને દેશો વચ્ચે સંબંધો સારા હોવાનું જણાય છે.આ સાથે સાથે તેઓ એકબીજાના ક્ષેત્રમાં દખલ ન કરવા પણ સંમત થાય હતાં.

સૌથી મહત્વનું છે કે, નેપાળ અને ભારત વચ્ચે વર્ષોથી ધાર્મિક, સાંસ્કૃતિક અને પારિવારિક સંબંધો રહ્યાં છે. નેપાળના મોટા ભાગના નાગરિકોની રોજગારી ભારત પર નિર્ભર છે. બંને દેશોના નાગરિકો એકબીજા દેશમાં રોજગારી માટે જતા આવતા રહે છે.

આપણ વાંચો: નેપાળ અને ભારત સરહદ પર 5.7ની તીવ્રતાનો ભૂકંપ, લોકો ઘરની બહાર દોડી આવ્યા

સમજૂતી અન્વયે નેપાળ-ભારતનો નાગરિક સંપત્તિ રાખી શકે

આ કરારની બીજી મહત્વની વાત એ છે કે, નેપાળ જ્યારે પણ ભારત સિવાય અન્ય કોઈ દેશ પાસેથી શસ્ત્રોની ખરીદી કરશે ત્યારે પહેલા ભારતની સલાહ લેવી પડશે. આ સમજૂતી બંને દેશોને એકબીજા પ્રત્યે નેશનલ કન્ડક્ટનો અધિકાર આપે છે. નેશનલ કન્ડક્ટ આ કલમ ઔદ્યોગિક અને આર્થિક વિકાસને પણ લાગુ પડે છે.

બંને દેશોમાં રહેવા, વેપાર કરવા અને સંપત્તિ લેવા માટેનો પણ અધિકાર આપવામાં આવ્યો છે. નેપાળનો નાગરિક ભારતમાં અને ભારતનો નાગરિક નેપાળમાં સંપત્તિ રાખી શકે છે. જો આ સંધિમાં કોઈ ફેરફાર કરવો હોય તો બંને દેશોમાંથી પણ દેશ પહેલા વાત કરી શકે છે.

આપણ વાંચો: હંગર ઈન્ડેક્સમાં ભારત 125 માંથી 111મા સ્થાને, પાકિસ્તાન, બાંગ્લાદેશ અને નેપાળ પણ આગળ

1950ની સંધિ થઈ ત્યારે નેપાળમાં શાસન કોનું હતું?

મહત્વની વાત છે કે, નેપાળ દ્વારા આ કરારમાં ફેરફાર કરવા માટે અનેક વખત પ્રયત્નો થયાં છે.નેપાળનું કહેવું છે કે, 1950માં નેપાળ અને ભારત સાથે આ કરાર નેપાળના રાજા રાણા સાથે કર્યો હતો,અને રાણા અત્યારે નેપાળમાં લોકપ્રિય નથી, તેનો ઠેર ઠેર વિરોધ થાય છે.

જેથી નેપાળના મોટાભાગના લોકો એવું માને છે કે,આ કરારમાં ફેરફાર થવો જોઈએ. ખાસ કરીને અનુચ્છેદ 2,6 અને 7માં ફેરફાર કરવાની વાતો હંમેશા થઈ છે કેટલાક નેપાળીઓ ભારત પર એવો પણ આરોપ લગાવે છે કે, આ કરારના કારણે ભારત નેપાળને સમકક્ષ દેશ નહીં પરંતુ નાનું રાજ્ય સમજે છે.

ચીન પાસેથી હથિયારની ખરીદી 1950ની સંધિનો ભંગ હતો

નેપાળે 1988માં એકવખત ચીન પાસેથી હથિયારની ખરીદી કરી હતી, જેમાં ભારતે આનો વિરોધ કર્યો અને કહ્યું કે આ 1950ના કરારનો ભંગ હતો. જેના કારણે નેપાળ આ કરારનો ભારે વિરોધ થતો આવ્યો છે.

નેપાળ 1950ના કરારને અમાન્ય ગણે છે અને પોતાના સ્વતંત્રતા છીનવાઈ રહી છે તેવો આરોપ લગાવે છે. હવે જોવાનું એ છે કે, શું ભારત અને નેપાળ વચ્ચે આ કરારમાં કોઈ ફેરફારને અવકાશ છે કે કેમ? આ કરાર પર હજી પણ વાદવિવાદ ચાલી રહ્યો છે.

Vimal Prajapati

વિમલ પ્રજાપતિએ ગુજરાત વિદ્યાપીઠમાંથી પત્રકારત્વ અને સમૂહ પ્રત્યાયન વિષય સાથે અનુસ્નાતક થયેલા છે. તેઓ ડિજિટલ મીડિયાનો 4 વર્ષનો અનુભવ છે અને અત્યારે મુંબઈ સમાચારમાં કન્ટેન્ટ રાઈટર તરીકે કામ કરી રહ્યાં છે.

સંબંધિત લેખો

Back to top button