નેપાળમાં ‘જેન ઝી’ અને રાજકીય પક્ષના કાર્યકરો વચ્ચે હિંસક અથડામણ, કર્ફ્યુ લાગુ

કાઠમંડુ: સપ્ટેમબર મહિનામાં ભારતના પાડોશી દેશ નેપાળમાં ‘જેન ઝી’ યુવાનોએ ભ્રષ્ટાચાર, બેરરોજગારી સને સોશિયલ મીડિયા પર પ્રતિબંધ સહીત વિવિધ મુદ્દે સરકાર સામે બળવો પોકાર્યો હતો, આ દરમિયાન ઘણી હિંસક અથડામણો થઇ હતી. વડાપ્રધાનના કેપી શર્માના રાજીનામાં બાદ વચગાળાની સરકાર શાસન ચલાવી રહી છે. એવામાં નેપાળમાં ફરીથી હિંસક અથડામણો ફાટી નીકળી છે.
નેપાળના કેટલાક વિસ્તારોમાં ઉથલાવી દેવામાં આવેલી સરકારના શાસક પક્ષના વફાદાર લોકો અને યુવા પ્રદર્શનકારીઓ વચ્ચે અથડામણો ફાટી નીકળી હતી, જેને કારણે કર્ફ્યુ લાદવામાં આવ્યો છે.
આપણ વાચો: Anti-Immigration Violence: બ્રિટનમાં હિંસક અથડામણો, સેંકડોની કરાઇ ધરપકડ,
અહેવાલ મુજબ નેપાળના બારા જિલ્લામાં જેન ઝી પ્રદર્શનકારીઓ અને ભૂતપૂર્વ વડા પ્રધાન કેપી શર્મા ઓલીની કોમ્યુનિસ્ટ પાર્ટી ઓફ નેપાળ – યુનિફાઇડ માર્ક્સિસ્ટ લેનિનિસ્ટ (CPN-UML) ના સમર્થકો આમને સામને આવી જતાં હિંસક અથડામણો થઇ હતી.
જિલ્લા વહીવટીતંત્રેના જણાવ્યા મુજબ ગુરુવારે રાત્રે 8 વાગ્યા (સ્થાનિક સમય) સુધી કર્ફ્યુ લાગુ રહેશે.
બુધવારે બારા જિલ્લાના સિમારા વિસ્તારમાં જેન ઝી પ્રદર્શનકારીઓ અને CPN-UML કાર્યકરો બંનેએ રેલીઓ યોજી હતી. બંને જૂથો આમને સામને આવી ગયા હતાં, બોલચાલ બાદ ઝપાઝપી થઈ હતી.
આપણ વાચો: IB અને રાજસ્થાન પોલીસ વાંગચુકની પત્નીનો પીછો કરી રહી છે! સુપ્રીમ કોર્ટ સમક્ષ ફરિયાદ
વડા પ્રધાને શાંતિ જાળવવા અપીલ કરી:
નેપાળ પોલીસના જણાવ્યા મુજબ હાલ પરિસ્થિતિ સામાન્ય છે, કોઈને ગંભીર ઈજા થઈ નથી. નેપાળના વડા પ્રધાન સુશીલા કાર્કી લોકોને સંયમ રાખવા અને શાંતિ જાળવવાની અપીલ કરી છે. તેમણે કહ્યું કે તમામ પક્ષોને બીન જરૂરી રાજકીય ઉશ્કેરણી ન જોઈએ.
વડા પ્રધાન સુશીલા કાર્કીએ કહ્યું કે 5 માર્ચ, 2026 ના રોજ યોજાનારી ચૂંટણીઓ પહેલા લોકશાહી પ્રક્રિયા પર વિશ્વાસ જાળવી રાખવામાં આવે.
વડા પ્રધાન કાર્કીએ બુધવારે 110 થી વધુ પક્ષોના પ્રતિનિધિઓ સાથે એક બેઠક પણ યોજી હતી. તેમણે કહ્યું કે આ દેશ નવી પેઢીના હાથમાં હોય એવું અમે ઇચ્છીએ છીએ અને દૂરંદેશી ધરાવતા લોકો દેશનું સાશન સંભાળે.



