વિનાશકારી ભૂકંપ સામે અફઘાનિસ્તાન લાચાર! મોતનો આંકડો 800ને પાર, હજારો ઘાયલ | મુંબઈ સમાચાર
ઇન્ટરનેશનલ

વિનાશકારી ભૂકંપ સામે અફઘાનિસ્તાન લાચાર! મોતનો આંકડો 800ને પાર, હજારો ઘાયલ

કાબુલ, અફઘાનિસ્તાન: અફઘાનિસ્તાન માં 2023 બાદ ફરી એકવાર વિનાશકારી ભૂકંપ આવ્યો છે. રાત્રે 12 વાગ્યાથી લઈને સવારે પાંચ વાગ્યા સુધીમાં અનેક જગ્યાએ ભૂકંપના આંકચા અનુભવાયા હતા. લગાતાર આવેલા ભૂકંપના કારણે અફઘાનિસ્તાનના લોકોનું જનજીવન ખોરવાઈ ગયું હોવાનું પણ જાણવા મળ્યું છે. મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે આ ભૂકંપના આંચકા છેક દિલ્હી સુધી અનુભવાયા હતા. 6.3ની તીવ્રતાથી લઈને 5ની તીવ્રતાના અનેક ભૂકંપના આંચકા અનુભવાયા હતાં. અફઘાનિસ્તાનમાં આવેલા ભૂકંપના કારણે 800થી વધારે લોકોનો જીવ ગયો હોવાનું પણ મીડિયા રિપોર્સ્ટ્સ પ્રમાણે જાણવા મળ્યું છે.

ચાપાદર સહિત આ પાંચ જિલ્લાઓમાં સૌથી વધારે મોત

ખાસ કરીને વાત કરવામાં આવે તો, યુએસ ભૂસ્તરશાસ્ત્રીય સર્વે અનુસાર આ ભૂકંપનું કેન્દ્ર અફઘાનિસ્તાનના બાસાવુલથી 36 કિલોમીટર દૂર નોંધાયું હતું. આ ભૂકંપે 800થી વધારે લોકોનો જીવ લીધો છે. જ્યારે હજી પણ અનેક લોકો લાપતા છે. આ સાથે સાથે 2000થી વધારે લોકોને ગંભીર ઈજાઓ થઈ હોવાનું જાણવા મળ્યું છે. પ્રાથમિક જાણકારી પ્રમાણે નૂર ગુલ, સોકી, વાતપુર, મનોગી અને ચાપાદરે જિલ્લામાં મોટી સંખ્યામાં લોકો માર્યા ગયા છે. કુલ મળીને 800થી વધારે લોકોનું મોત થયું છે. જેથી વિશ્વભરના દેશોના લોકો અત્યારે અફઘાનિસ્તાનના લોકો માટે પ્રાર્થના કરી રહ્યાં છે.

વિનાશકારી ભૂકંપે અફઘાનિસ્તાનમાં 800થી વધુ લોકોનો જીવ લીધો

ભૂકંપની વિગતે વાત કરવામાં આવે તો, રવિવારે રાત્રે 12:47 વાગ્યે પહેલો ભૂકંપ આવ્યો હતો. જેની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 6.3ની નોંધાઈ હતી. ત્યાર બાદ એકપછી એક અનેક ભૂકંપના આંચકા આવ્યાં હતાં. જેમાં રાત્રે 01:08 વાગ્યે 4.7 ની તીવ્રતાનો ભૂકંપ, રાત્રે 01:59 વાગ્યે 4.3 ની તીવ્રતાનો ભૂકંપ, રાત્રે 03:03 વાગ્યે 5 ની તીવ્રતાનો ભૂકંપ અને સવારે 05:16 વાગ્યે 5 ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. અફઘાનિસ્તાનમાં આ પહેલા પણ અનેક વિનાશકારી ભૂકંપ આવેલા છે. જેમાં હજારો લોકોનું અકાળે મોત થયું હતું.

આ પણ વાંચો…અફઘાનિસ્તાનમાં વિનાશક ભૂકંપમાં 250 થી વધુ લોકો માર્યા ગયાની આશંકા…

Vimal Prajapati

વિમલ પ્રજાપતિએ ગુજરાત વિદ્યાપીઠમાંથી પત્રકારત્વ અને સમૂહ પ્રત્યાયન વિષય સાથે અનુસ્નાતક થયેલા છે. તેઓ ડિજિટલ મીડિયાનો 4 વર્ષનો અનુભવ છે અને અત્યારે મુંબઈ સમાચારમાં કન્ટેન્ટ રાઈટર તરીકે કામ કરી રહ્યાં છે.

સંબંધિત લેખો

Back to top button