અમેરિકન સિક્યોરિટીઝના લાંચ અને છેતરપિંડીના તમામ આરોપોને અદાણી ગ્રૂપે ફગાવ્યા
દુનિયાના સૌથી જાણીતું અદાણી ગ્રુપ ફરી કાયદાકીય અને પ્રતિષ્ઠા સંબંધિત મુશ્કેલીમાં ફસાયું છે. અદાણી ગ્રુપ પોર્ટ પાવર, મીડિયા, સિમેન્ટ અને ઊર્જા વગેરે ક્ષેત્રમાં રુચિ ધરાવે છે. તાજેતરમાં યુએસ (સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ કમિશન-એસઈસી)એ લાંચ અને છેતરપિંડીના તમામ આરોપોને ગ્રૂપે ફગાવીને પાયાવિહોણા ગણાવ્યા છે.
અદાણી ગ્રૂપે આજે ગ્રૂપના અને અન્ય કેટલાક એક્ઝિક્યુટિવ્સ સામે યુએસ સત્તાવાળાઓ દ્વારા લગાવવામાં આવેલા લાંચ અને છેતરપિંડીના આરોપોને નકારી કાઢ્યા હતા. ગ્રૂપ દ્વારા જારી કરવામાં આવેલા એક નિવેદનમાં અદાણી જૂથના પ્રવક્તાએ આરોપોને તદ્દન “પાયાવિહોણા” ગણાવ્યા હતા અને ભારપૂર્વક જણાવ્યું હતું કે અદાણી અને તેના ભત્રીજા, સાગર સહિતના પ્રતિવાદીઓ દોષિત સાબિત ન થાય ત્યાં સુધી નિર્દોષ માનવામાં આવે છે.
નિવેદનમાં એમ પણ જણાવ્યું છે કે અદાણી જૂથ હંમેશાં શાસન, પારદર્શક અને નિયમનકારી અનુપાલનનાં સર્વોચ્ચ ધોરણો જાળવવા માટે પ્રતિબદ્ધ છે, જેમાં તે કાર્ય કરે છે. અમે અમારા હિતધારકો, ભાગીદારો અને કર્મચારીઓને ખાતરી આપીએ છીએ કે અમે તમામ કાયદાઓનું સંપૂર્ણ પાલન કરીએ છીએ. તેમણે એમ પણ જણાવ્યું હતું કે આ કેસ અંગે તમામ સંભવિત કાયદાકીય પગલાં લેવામાં આવશે.
સ્ટોક એક્સચેન્જીસ (BSE અને NSE)ને મોકલેલા પત્રોમાં અદાણી ગ્રુપની કંપની અદાણી ગ્રીન એટલે કે અદાણી રિન્યુઅલ્સે જણાવ્યું હતું કે યુનાઈટેડ સ્ટેટ્સ ડિપાર્ટમેન્ટ ઑફ જસ્ટિસ અને સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ કમિશને અમારા બોર્ડના સભ્યો સામે ફોજદારી આરોપ મૂક્યા છે અને સિવિલ ફરિયાદ દાખલ કરી છે. અદાણી જૂથના બોર્ડ અન્ય સભ્યને પણ ફોજદારી કાર્યવાહીમાં સામેલ કર્યા છે. આ ઘટના ક્રમને ધ્યાનમાં રાખીને અમારી પેટા કંપનીઓએ હાલ માટે યુએસ ડૉલરમાં સૂચિત બોન્ડ ઑફર ન સ્વીકારવાનો નિર્ણય લીધો છે.
આ પણ વાંચો AAPએ દિલ્હી વિધાનસભા ચૂંટણી માટે તૈયારીઓ શરુ કરી, ઉમેદવારોની પહેલી યાદી જાહેર
અદાણી ગ્રુપ પર યુએસ ડિપાર્ટમેન્ટ ઓફ જસ્ટિસ (ડીઓજે) અને યુએસ સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ કમિશન (એસઈસી) એ કેટલાક આરોપો કર્યા છે, જેમાં તેમણે અદાણી જૂથની કંપની પર કોન્ટ્રાક્ટ મેળવવા માટે લાંચ આપવાનો આરોપ મૂક્યો છે કે અદાણી ગ્રીન એનર્જી લિમિટેડે સૌર ઊર્જા કોન્ટ્રાક્ટ મેળવવા માટે ભારતીય અધિકારીઓને 250 મિલિયન અમેરિકન ડોલરની લાંચ આપવાનો આરોપ મૂકવામાં આવ્યો છે.