Isreal Vs Hezbollah: નસરલ્લાહ પછી હિઝબુલ્લાહનો પ્રિવેન્ટિવ સિક્યુરિટી યુનિટ કમાન્ડર ઠાર…
જેરુસલેમઃ હિઝબુલ્લાહના ટોચના કમાન્ડર હસન નસરલ્લાહને માર્યા બાદ પણ ઈઝરાયેલ શાંત બેઠું નથી. ઈઝરાયેલની સેના હિઝબુલ્લાહની પાછળ હાથ ધોઈને પડી ગઈ છે. લેબનોન પર આઈડીએફના નવીનતમ સટીક હુમલામાં હિઝબુલ્લાહના પ્રિવેન્ટિવ સુરક્ષા એકમના કમાન્ડર અને તેની એક્ઝિક્યુટિવ કાઉન્સિલનો સભ્ય, નાબિલ કૌક માર્યો ગયો છે.
આ પણ વાંચો :ઈરાનના જાસૂસે જ ઇઝરાયલને આપી હતી નસરાલ્લાહ ઠેકાણાની જાણકારી, અહેવાલમાં દાવો
કૌક વરિષ્ઠ હિઝબુલ્લાહ કમાન્ડરોની નજીક હતો અને ઇઝરાયેલ રાજ્ય અને તેના નાગરિકો સામે આતંકવાદી હુમલાઓમાં સીધો સામેલ હતો. તે તેના ક્ષેત્રમાં નિપુણતાનો નોંધપાત્ર સ્ત્રોત માનવામાં આવતો હતો. તેણે ઓપરેશનલ કાઉન્સિલ પર કમાન્ડર, સધર્ન એરિયા, ડેપ્યુટી કમાન્ડર અને ઓપરેશનલ કાઉન્સિલના ડેપ્યુટી કમાન્ડર તરીકે સેવા આપી હતી.
આઈડીએફએ કહ્યું કે તે હિઝબુલ્લાહ આતંકવાદી સંગઠન અને તેના કમાન્ડરો પર હુમલો કરવાનું અને તેમને ખતમ કરવાનું ચાલુ રાખશે. ઇઝરાયલ રાજ્યના નાગરિકોને ધમકી આપનાર કોઈપણ સામે પગલાં લેવાનું ચાલુ રાખશે.
આ પણ વાંચો :Hashem Safieddine બન્યો હિઝબુલ્લાહનો નવો ચીફ, જાણો કોણ છે ?
કૌક ૧૯૮૦ના દાયકાથી હિઝબોલ્લાહનો વરિષ્ઠ સભ્ય હતો અને અગાઉ દક્ષિણ લેબેનોનમાં હિઝબોલ્લાહના લશ્કરી કમાન્ડર તરીકે સેવા આપી હતી. અમેરિકાએ ૨૦૨૦માં તેની સામે પ્રતિબંધોની જાહેરાત કરી હતી.