કેન્યાઃ અહીંની એક શાળામાં એક અજબગજબ મામલો આવ્યો છે. અહીં એક સ્કૂલની 100 થી વધુ વિદ્યાર્થિનીઓ અચાનક ઝોમ્બીની જેમ ચાલવા લાગી હતી. વિદ્યાર્થીનીઓના આ વિચિત્ર વર્તનને કારણે સાવચેતીના પગલારૂપે શાળા બંધ કરવી પડી હતી. આ મામલો કેન્યાના સેન્ટ થેરેસા સ્થિત અરેગી ગર્લ્સ હાઈસ્કૂલનો છે. કહેવામાં આવી રહ્યું છે કે તમામ વિદ્યાર્થીનીઓ અચાનક એક રહસ્યમય બીમારીનો શિકાર બની ગઈ હતી.
લગભગ 100 છોકરીઓને રહસ્યમય બીમારી થયા બાદ કેન્યાની એક હાઈસ્કૂલ બંધ કરી દેવામાં આવી છે, એમ મીડિયા અહેવાલમાં જણાવાયું છે. મળતી માહિતી મુજબ રહસ્યમય બીમારીને કારણે વિદ્યાર્થીનીઓના પગ લકવાગ્રસ્ત થઈ ગયા હતા. હાલમાં આ રોગના ચોક્કસ કારણો વિશે કોઈ માહિતી પ્રાપ્ત થઈ નથી.કેન્યાની સરકાર આ મામલે તપાસ કરી રહી છે.
રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે આ બીમારી વિશે જાણકારી માટે વિદ્યાર્થિનીઓનાં બ્લડ સેમ્પલ કેન્યા મેડિકલ રિસર્ચ ઈન્સ્ટિટ્યૂટ (કેઈએમઆરઆઈ)ને મોકલવામાં આવ્યા છે. શિક્ષણના પ્રાદેશિક નિર્દેશક જેરેડ ઓબિરોને ટાંકીને એક એહેવાલમાં જણાવ્વામાં આવ્યું હતું કે શિક્ષણ વિભાગ, કાઉન્ટી સરકાર અને જાહેર આરોગ્ય વિભાગ બાળકોને યોગ્ય સારવાર મળે તે સુનિશ્ચિત કરવા માટે પ્રતિબદ્ધ છે.
કેટલાક મીડિયા અહેવાલોમાં જણાવાયું છે કે જ્યારે રહસ્યમય બીમારીથી પીડિત વિદ્યાર્થીઓએ ઘરે જવાની માંગ કરી ત્યારે પરિસ્થિતિ ગંભીર બની ગઈ હતી. શરૂઆતમાં, શાળા વહીવટીતંત્રે લગભગ 80 વિદ્યાર્થીઓને હોસ્પિટલમાં દાખલ કર્યાની જાણ કરી હતી, પરંતુ હવે આ સંખ્યા 95 ઉપર પહોંચી ગઈ છે.
સ્થાનિક અહેવાલો અનુસાર કેટલાક અસરગ્રસ્ત વિદ્યાર્થીઓને વિવિધ હોસ્પિટલોમાં દાખલ કરવામાં આવ્યા છે, જેમાં 30ને કાકામેગા લેવલ ફાઇવ હોસ્પિટલમાં, 20ને શિબવે લેવલ ફોર હોસ્પિટલમાં અને 12ને ઇગુહુ લેવલ ફોર હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.
અહીં જે લોકો જાણતા નથી તેમને જણાવી દઇએ કે ઝોમ્બી શું છે. ઝોમ્બી એક વાયરસ છે, જેનો શિકાર બન્યા પછી વ્યક્તિ માનસિક નિયંત્રણ ગુમાવી બેસે છે. તેની ક્રિયાઓ બદલાઇ જાય છે. ક્યારેક વ્યક્તિ માનવભક્ષી બની જાય છે. હોલીવુડમાં ઝોમ્બી પર ઘણી ફિલ્મો બની છે. આપણા બોલિવુડમાં પણ ઝોમ્બી પર ફિલ્મ બની છે, જેનું નામ હતું ‘ગો ગોવા ગોન’ આ ફિલ્મમાં સૈફ અલી ખાન હિરો હતો.