પુતિનના વધુ એક વિરોધીનું રહસ્યમય મોત?, રશિયામાં ખળભળાટ

મોસ્કોઃ રશિયા અને યુક્રેનનની વચ્ચે લાંબા સમયગાળાથી યુદ્ધ ચાલી રહ્યું છે, જેમાં દુનિયા આખી બે ભાગમાં વહેંચાઈ ગઈ છે. યુક્રેન સાથે યુદ્ધને કારણે પણ રશિયાના રાષ્ટ્રપતિએ પોતાના દેશની સાથે દુનિયામાં મોટા ભાગના રાષ્ટ્રો પુતિનના વિરોધીઓની સંખ્યામાં પણ વધારો થયો છે, પરંતુ પુતિનના વિરોધીઓ યા દુશ્મનોનું રહસ્યમયી સંજોગોમાં મોત થઈ રહ્યા હોવાથી આંતરરાષ્ટ્રીય સ્તરે રશિયા શંકાના દાયરામાં આવી રહ્યું છે.
રશિયાના ભૂતપૂર્વ જનરલ વ્લાદિમીર સ્વિરિડોવનું તેમની પત્ની સાથે બેડ પરથી મૃતદેહ મળી આવ્યો છે. અમેરિકાના એક સામયિકે સરકારી સંસ્થાને ટાંકીને એક સમાચારમાં ભૂતપૂર્વ રશિયન જનરલ વ્લાદિમીર સ્વિરિડોવે એર ફોર્સની ટ્રેનિંગ મુદ્દે રશિયાના પ્રમુખ પુતિનની ટીકા કરી હતી. આ ટીકા કરવામાં આવ્યા પછી 68 વર્ષના સ્વિરિડોવ અને તેમની પત્નીના રહસ્યમયી અવસ્થામાં મૃતદેહ મળી આવ્યા હતાં. આ અગાઉ અજાણી મહિલા હોવાની માહિતી મળી હતી, પરંતુ હવે જાણવા મળ્યું છ કે તેની પત્ની હતી.
મોસ્કોની સિક્ટોરિટી સર્વિસીસ સંબંધિત એક એજન્સીના અહેવાલ અનુસાર જનરલની પત્નીનો મૃતદેહ મળ્યો છે. સ્વિરિડોવના મોતમાં હિંસામાં કોઈ પુરાવા મળ્યા નથી. ક્રેમલિનના ભૂતપૂર્વ રશિયન જનરલના નિધન અંગે કોઈ ટિપ્પ્ણી કરવામાં આવી નથી.
બંનેના મૃતદેહ તેમના ગામના ઘરના એક બેડ પર સાથે મળ્યો છે. સ્વિરિડોવે રશિયન એરફોર્સ અને એર ડિફેન્સ ફોર્સનું સુકાન સંભાળ્યું હતું. 2007માં સ્વિરિડોવે રશિયન પ્રમુખ પુતિનની ટીકા કરીને પાઈલટની ટ્રેનિંગ મુદ્દે ચિંતા વ્યક્ત કરી હતી. આ અગાઉ ભારતના ઓડિશા રાજ્યમાં પણ એક રશિયન બિઝનેસમેન પોવેલ એન્ટોવનો મૃતદેહ પણ હોટેલમાં મળી આવ્યો હતો.