મ્યાનમારમાં ફરી એકવાર આવ્યો 3.9 ની તીવ્રતાનો ભૂકંપ, NCSએ આપી જાણકારી

મ્યાનમાર: ભારતના પાડોશી દેશ મ્યાનમારમાં ફરી એકવાર ભૂકંપ આવ્યો છે. મ્યાનમારમાં છેલ્લા કેટલાક દિવસથી અનેક ભૂકંપો આવ્યાં છે. જેના કારણે લોકો પરેશાન થઈ રહ્યાં છે. ફરી એકવાર અહીં ભૂકંપ આવ્યો હોવાની પુષ્ટિ કરવામાં આવી છે.
નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજી (NCS) દ્વારા મ્યાનમારમાં 3.9 ની તીવ્રતાનો બીજો ભૂકંપ આવ્યો હોવાની જાણકારી આપવામાં આવી છે. એવું જાણવા મળ્યું છે કે આ ભૂકંપ 85 કિલોમીટરની ઊંડાઈએ આવ્યો છે.
આપણ વાચો: અમદાવાદ પર વધ્યું ભૂકંપનું જોખમ, સિટી સ્ક્વેર ટાવરની ઊંચાઈ 5 મીટર ઘટાડાઈ
નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજીએ આપી ભૂકંપની જાણકારી
વધારે વિગતે વાત કરાવમાં આવે તો, નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજીએ એક્સ પર પોસ્ટ કરીને ભૂકંપ અંગે જાણકારી આપવામાં આવી છે. એક્સ પર પોસ્ટ કરતા નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજીએ લખ્યું કે, મ્યાનમારમાં 7 ફેબ્રુઆરી 2026માં ભારતીય સમયપ્રમાણે 03.01 વાગ્યે 3.9ની તીવ્રતાનો ભૂકંપના આંચકા અનુભવાયા હતા.
આ ભૂકંપ 24.76 ઉત્તર અક્ષાંશ અને 94.74 પૂર્વ રેખાંશ પર આવ્યો હતો અને તેની ઊંડાઈ 85 કિમીએ નોંધાઈ હતી. ચોંકાવનારી વાત એ છે કે, મ્યાનમારમાં સતત ભૂકંપની ઘટનાઓ વધી રહહી છે. જેના કારણે દેશના લોકો પરેશાન છે.
આપણ વાચો: પશ્ચિમ બંગાળના કોલકાતામાં ભૂકંપ, બાંગ્લાદેશ સુધી અનુભવ્યા આંચકા…
2 ફેબ્રુઆરીએ પણ 4.5ની તીવ્રતા ભૂકંપ આવ્યો હતો
આ પહેલાની વાત કરવામાં આવે તો, શુક્રવારે પણ મ્યાનમારમાં 4.9 ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. આ ભૂકંપ 96 કિલોમીટરની ઊંડાઈએ આવ્યો હતો. 2 ફેબ્રુઆરીના રોજ 4.5 ની તીવ્રતાનો બીજો ભૂકંપ 115 કિલોમીટરની ઊંડાઈએ આવ્યો હતો. એટલું જ નહીં પરંતુ 3 ફેબ્રુઆરીએ પણ 5.3ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. એટલે કે અહીં છેલ્લા ઘણા દિવસોથી સતત ભૂકંપના આંચકા આવી રહ્યાં છે. ભૂકંપના આંચકાના કારણે લોકોને રાત્રે પણ જાગતા રહેવું પડતું હોય છે.



