અમેરિકામાં ગુજરાતીની હત્યા; મૂળ મહેસાણાનાં પિતા-પુત્રી પર કરાયું ફાયરીંગ…

વોશિંગ્ટન: અમેરિકામાં ફરી એક વખત ગુજરાતીની હત્યા કરવામાં આવી છે. અમેરિકામાં ફાયરિંગની ઘટનામાં વધુ 2 ગુજરાતીઓની હત્યા કરવામાં આવી છે. અમેરિકાના વર્જિનિયામાં 2 ગુજરાતીઓની ગોળી મારીને હત્યા કરવામાં આવી છે. વર્જિનિયામાં મોલમાં પિતા-પુત્રીને 2 દિવસ પહેલા એક શખ્સ દ્વારા માથાના ભાગમાં ગોળી મારવામાં આવી હતી.
આ પણ વાંચો…ચીન પર હુમલાની ફાઈલ હવે ઈલોન મસ્કના હાથમાં? પેન્ટાગોનની મુલાકાત પણ લેશે…
પ્રાપ્ત વિગતો અનુસાર આ ઘટના 20મી માર્ચનાં રોજ એકોમેક કાઉન્ટીમાં બની હતી. આ ઘટનામાં અમેરિકાનાં વર્જિનિયામાં ગુજરાતી પિતા-પુત્રીની ગોળી મારીને હત્યા કરી દેવામાં આવી હતી. મૃતક મૂળ મહેસાણા જિલ્લાના કનોડા ગામના હોવાની વિગતો મળી રહી છે. બંને મૃતકમાં પ્રદીપકુમાર રતિલાલ પટેલ તેમજ તેમની 24 વર્ષની દીકરી ઉર્વિ પ્રદિપકુમાર પટેલનો સમાવેશ થાય છે.
સ્ટોરમાં જ કરાયો હુમલો
મૃતકનાં પરિવારનાં સભ્યો પરિવારના સભ્યો સ્ટોરમાં બેઠા હોય તે દરમિયાન એક અશ્વેત વ્યક્તિ સ્ટોરમાં પ્રવેશ્યો હતો અને 56 વર્ષીય પ્રદિપકુમાર રતિલાલ પટેલ અને 24 વર્ષીય તેમની દીકરી ઉર્વિ પ્રદિપકુમાર પટેલની ગોળી મારીને હત્યા કરી દીધી હતી. હત્યાની ઘટનાની વિગતો મળ્યા બાદ સ્થાનિક પોલીસ ઘટનાસ્થળે પહોંચી ગઇ હતી અને હુમલાખોરની ધરપકડ કરીને કાર્યવાહી હાથ ધરી હતી.
આ પણ વાંચો…ગાઝામાં ઇઝરાયલના હવાઈ હુમલામાં ૮૫નાં મોત…
એક આરોપીની ધરપકડ
જોકે ગુજરાતી પરિવાર પર કરવામાં આવેલા હુમલાનું કારણ જાણી શકાયું નથી. આ અંગે એકોમેક કાઉન્ટી શેરિફ ઓફિસના જણાવ્યા અનુસાર આ કેસમાં જ્યોર્જ વોર્ટન નામના 44 વર્ષના એક અશ્વેતની ધરપકડ કરવામાં આવી હતી.