અમેરિકાના આ 26 વર્ષીય યુટ્યુબરે ભારતની T-seriesનો રેકોર્ડ તોડ્યો
નવી દિલ્હી : આજની પેઢી લગભગ કોઈ મિસ્ટર બિસ્ટના (mr beast) નામથી અજાણ નહીં હોય. માત્ર 26 વર્ષની ઉંમરનો અમેરિકન યુટ્યુબર જિમી ડોનાલ્ડસન (James Stephen “Jimmy” Donaldson) ઉર્ફે મિસ્ટર બિસ્ટ હવે વિશ્વમાં સૌથી વધુ સબ્સ્ક્રાઇબર્સ સાથે સૌથી ભારતની T-seriesના રેકોર્ડને તોડીને પ્રથમ સ્થાને પહોંચી ગયો છે. આમ યુટ્યુબ પર સૌથી વધુ સબ્સ્ક્રાઇબરની રેસમાં અમેરિકન યુવક બાજી મારી ગયો છે. તેની ચેનલે 268 મિલિયન એટલે કે 26 કરોડ 80 લાખ સબ્સ્ક્રાઇબર સાથે પ્રથમ ક્રમે પહોંચી ગઈ છે.
જિમીએ આ અંગે સોશીયલ મીડિયા પ્લેટફોર્મ ‘X’ પર ટ્વીટ કરીને લખ્યું હતું કે, “6 વર્ષ પછી આખરે મી PewDiePieનો બદલો લીધો.” જો કે PewDiePie એ એક સ્વીડિશ યુટ્યુબર છે જે જિમીનો ભૂતપૂર્વ પાર્ટનર હતો. જો કે આ સિદ્ધિની સાથે જિમીની યુટ્યુબ ચેનલે ભારતની T-seriesનો રેકોર્ડ તોડ્યો છે.
જો વાત કરવામાં આવે તો 2019ના વર્ષથી Youtube પર સૌથી વધુ સબ્સ્ક્રાઇબર ધરાવતી ચેનલ તરીકે ભારતની T-series ચેનલનો દબદબો હતો. T-seriesને 26,67,06,387 સબ્સ્ક્રાઇબર સાથે અવ્વલ નંબર પર હતી. જો કે હાલ મિસ્ટર બિસ્ટ પાસે 26,67,07,995 જેટલા સબ્સ્ક્રાઇબર સાથે હવે સૌથી વધુ સબ્સ્ક્રાઇબર સાથે પ્રથમ ક્રમે પહોંચી ગઈ છે.