ઇન્ટરનેશનલ

OMG! 30 લાખ શ્વાનોને મોતને ઘાટ ઉતારવામાં આવશે, જાણો કારણ…

દેશને સાફસુથરો કરવાના પ્રયાસોના ભાગરૂપે આફ્રિકાના એક દેશે દેશના 30 લાખ શ્વાનોની કતલ કરવાનો નિર્ણય લીધો છે. આ આફ્રિકન દેશ મોરોક્કો છે. તેણે દેશના લગભગ 30 લાખ શ્વાનોને સાવ સામાન્ય ગણાતા કારણોસર મારી નાખવાનું નક્કી કર્યું છે. જોકે, પશુ અધિકાર કાર્યકર્તાઓએ સરકારના આ નિર્ણયનો તીવ્ર વિરોધ કર્યો છે. આવો આપણે આ વિશે જાણીએ.

આ પણ વાંચો : ગાઝા સંઘર્ષ વિરામને ઇઝરાયલ કેબિનેટે આપી મંજૂરી, રવિવારથી થશે લાગુ

મોરોક્કો આફ્રિકા ખંડના ઉત્તર પશ્ચિમ પ્રાંતમાં આવેલો નાનકડો દેશ છે. 2030માં મોરક્કો, સ્પેન અને પોર્ટુગલ એમ ત્રણ દેશ મળીને 2030માં FIFA વર્લ્ડ કપનું સહ આયોજન કરવાના છે. FIFA ફૂટબોલની સૌથી પ્રતિષ્ઠઇત અને સૌથી મોટી ટૂર્નામેન્ટ છે, જેમાં વિશ્વભરની નામી ટીમો અને ખેલાડીઓ ભાગ લેતા હોય છે. દુનિયાભરના લોકોને FIFA વર્લ્ડ કપનું ઘેલું છે. દર ચાર વર્ષે FIFA વર્લ્ડ કપનું આયોજન થતું હોય છે.

2030ના FIFA વર્લ્ડ કપના આયોજન સમયે દેશવિદેશમાં મોરક્કો દેશ સાફસુથરો અને આકર્ષક દેખાવો જોઇએ એવું ત્યાંની સરકારનું માનવું છે. આ માટે તે આવું ક્રૂર કદમ ઉઠાવી રહી છે. એક અહેવાલ મુજબ મોરોક્કોની સરકારે દેશમાં 30 લાખ શ્વાનોને મારવાની યોજના બનાવી છે અને એના પર કામ પણ શરૂ કરી દીધું છે.

મોરોક્કોમાં દર વર્ષે આશરે 3 લાખ શ્વાનોને મોતને ઘાટ ઉતારવામાં આવતા જ હોય છે, પણ હવે FIFA વર્લ્ડ કપના આયોજનને લઇને તેણે 30 લાખ શ્વાનોને મારવાની યોજના બનાવી છે, જેની સામે વિશ્વભરના પ્રાણી કલ્યાણ અને પ્રાણી અધિકાર માટે કામ કરતા જૂથોએ વિરોધ નોંધાવ્યો છે અને મોરોક્કોની સરકાર સામે પ્રદર્શન કર્યું છે.

ઇન્ટરનેશનલ એલાયન્સ ફોર એનિમલ વેરફેર એન્ડ પ્રોટેક્શન (IAWPC)નામની સંસ્થાએ તો આરોપ લગાવ્યો હતો કે મોરોક્કોની સરકારે 2024 સુધીમાં શ્વાનો આવી રીતે ગેરકાયદે પ્રથાને તિલાંજલી આપવાનું વચન આપ્યું હતું, પરંતુ હવે આ FIFA વર્લ્ડ કપના આયોજનને લઇને તેણે શ્વાનોને મારવાનું શરૂ કર્યું છે.

આ પણ વાંચો : સોનાની લાલચે 100 શ્રમિકોનો ભોગ લીધો; દક્ષિણ આફ્રિકાની ખાણમાં બની ભયાનક ઘટના

નોંધનીય છે કે મોરોક્કોમાં શ્વાનોને અતિશય પીડા આપીને મોતને ઘાટ ઉતારવામાં આવે છે. પહેલાં રખડતા શ્વાનોને શેરીમાંથી પકડી લેવામાં આવે છે, પછી તેમને ઝેર આપીને કે પછી તેમના પર ગોળીબાર કરીને કે પછી ઇલેક્ટ્રીક શોક આપીને અને બીજા દર્દનાક સાધનોનો ઉપયોગ કરીને મોતને ઘાટ ઉતારવામાં આવે છે. ઘણી વાર તેમને એક ખાલી વેરહાઉસ જેવી જગ્યામાં લઇ જઇને નિર્દયતાથી મારી નાખવામાં આવે છે. FIFA વર્લ્ડ કપના આયોજનને કારણે શ્વાનોને મારવાની ક્રિયામાં ઘણી તેજી આવી છે, જેને કારણે વિશઅવભરના એનિમલ રાઇટ્સ એક્ટિવિસ્ટો પણ ચોંકી ઉઠ્યા છે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button