યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેન્સકીએ પીએમ મોદી સાથે કરી વાત, શાંતિ સ્થાપવા માટે મદદ માંગી...
Top Newsઇન્ટરનેશનલ

યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેન્સકીએ પીએમ મોદી સાથે કરી વાત, શાંતિ સ્થાપવા માટે મદદ માંગી…

તિયાનજિન: આજે ચીનમાં SCOની 25મી બેઠક પણ થવા જઈ રહી છે. જેમાં પણ વડા પ્રધાન નરેન્દ્ર મોદીને આમંત્રણ આપવામાં આવ્યું છે. જેને લઈને વડા પ્રધાન નરેન્દ્ર મોદી ચીનના તિયાનજિન ખાતે પહોંચી ચૂક્યા છે. અહીં તેઓ અનેક દેશના સર્વોચ્ચ આગેવાનોને મળવાના છે.

જેમાં રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનનો પણ સમાવેશ થાય છે. પરંતુ તેના પહેલા વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ યુક્રેનના રાષ્ટ્રપતિ વ્લોદિમીર ઝેલેન્સ્કી સાથે ટેલિફોનિક વાતચીત કરી છે.

ઝેલેન્સ્કીએ પીએમ મોદીને શું કહ્યું?
યુક્રેનના રાષ્ટ્રપતિ વ્લોદિમીર ઝેલેન્સ્કી સાથે થયેલી વાતચીત અંગે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ એક્સ પર માહિતી આપી હતી. તેમણે જણાવ્યું હતું કે, “રાષ્ટ્રપતિ ઝેલેન્સ્ક્રીને આજે ફોન પર વાત કરવા બદલ આભાર.

ચાલી રહેલા સંઘર્ષ, તેના માનવીય પાસાઓ, શાંતિ અને સ્થિરતા લાવવાના પ્રયાસો અંગે વિચારોનું આદાન-પ્રદાન કર્યું. ભારત આ દિશામાં તમામ પ્રયત્નોને પૂરેપૂરૂ સમર્થન આપે છે.”

વડા પ્રધાન નરેન્દ્ર મોદીનો આભાર: વ્લોદિમીર ઝેલેન્સ્કી
આમ, વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને યુક્રેનના રાષ્ટ્રપતિ વ્લોદિમીર ઝેલેન્સ્કી વચ્ચે દ્વિપક્ષીય ભાગીદારીમાં પ્રગતિની સમીક્ષા કરવામાં આવી હતી, સાથોસાથ તમામ ક્ષેત્રોમાં સહકાર વધારવાની રીતો પર પણ ચર્ચા કરવામાં આવી હતી. નરેન્દ્ર મોદી સાથે થયેલી વાતચીતને લઈને વ્લોદિમીર ઝેલેન્સ્કીએ એક્સ પર જણાવ્યું કે

“અમે રશિયાના પ્રમુખ સાથેની બેઠક માટે તત્પરતાની પુષ્ટી કરી છે. વોશિગટનમાં રાષ્ટ્રપતિ ટ્રમ્પ સાથે થયેલી વાતચીત વિશે ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદીને માહિતી આપી. આ બેઠકમાં યુરોપના નેતાઓએ પણ ભાગ લીધો હતો. તે એક ઉપયોગી અને મહત્ત્વપૂર્ણ વાતચીત હતી. વાસ્તવિક શાંતિ કેવી રીતે મેળવી શકાય, તે અંગે ભાગીદારો વચ્ચે એક સહિયારો દૃષ્ટિકોણ હતો.”

યુક્રેનના પીડિત પરિવારો અને પ્રિયજનો પ્રત્યેને સંવેદના બદલ ઝેલેન્સ્કીએ વડા પ્રધાન નરેન્દ્ર મોદીનો આભાર વ્યક્ત કર્યો હતો અને કહ્યું હતું કે, “બે અઠવાડિયા જેટલો સમય વીતી ગયો હોવા છતાં મોસ્કો તરફખી કોઈ સકારાત્મક સંકેત મળ્યો નથી.

માત્ર નાગરિકોને ટાર્ગેટ કરીને ઉદ્ધત હુમલાઓ કરવામાં આવ્યા છે. જેમાં અમારા ડઝનબંધ લોકો માર્યા ગયા છે. SCO શિખર સંમેલન પહેલા અમે અમારી સ્થિતિનું સંકલન કર્યુ છે. આ યુદ્ધનો અંત તાત્કાલિક યુદ્ધવિરામથી તથા જરૂરી શાંતિ સાથે શરૂ થવો જોઈએ.

વ્લોદિમીર ઝેલેન્સ્કી ભારતની મુલાકાતે આવશે
વ્લોદિમીર ઝેલેન્સ્કીએ વધુમાં જણાવ્યું કે, જ્યારે અમારૂં શહેર અને સમુદાય સતત હુમલાઓનો સામનો કરી રહ્યું છે, ત્યારે શાંતિ અંગે અર્થપૂર્ણ વાત કરવી અશક્ય છે.

SCO શિખર સંમેલનની બેઠક દરમિયાન ભારત રશિયા અને અન્ય નેતાઓને યોગ્ય સંકેત આપવા માટે તૈયાર છે. મને આગામી ભવિષ્યમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીને મળીને આનંદ થશે.

ઉલ્લેખનીય છે કે, યુક્રેનના 34માં સ્વતંત્રતા દિવસ પર દિલ્હીના કુતુબ મીનારને યુક્રેનના રાષ્ટ્રધ્વજના રંગોથી ચળકાવવામાં આવ્યો હતો. આ પ્રસંગે ભારતમાં યુક્રેનના રાજદૂત ઓલેક્ઝાન્ડર પોલિશચુકે જણાવ્યું હતું કે, ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ યુક્રેનના રાષ્ટ્રપતિ વ્લોદિમીર ઝેલેન્સ્કીને ભારત આવવાનું આમંત્રણ આપ્યું છે. બંને પક્ષો તેની તારીખ નક્કી કરવાનું કામ કરી રહ્યા છે.

આ પણ વાંચો…રશિયા-યુક્રેન યુદ્ધ વધુ ઉગ્ર બન્યું: કિવ પર મિસાઈલ હુમલો, યુરોપિયન યુનિયનની બિલ્ડિંગ નિશાના પર, 14ના મોત

Mumbai Samachar Team

એશિયાનું સૌથી જૂનું ગુજરાતી વર્તમાન પત્ર. રાષ્ટ્રીયથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તરના દરેક ક્ષેત્રની સાચી, અર્થપૂર્ણ માહિતી સહિત વિશ્વસનીય સમાચાર પૂરું પાડતું ગુજરાતી અખબાર. મુંબઈ સમાચારના વરિષ્ઠ પત્રકારવતીથી એડિટિંગ કરવામાં આવેલી સ્ટોરી, ન્યૂઝનું ડેસ્ક. મુંબઇ સમાચાર ૧ જુલાઇ, ૧૮૨૨ના દિવસે શરૂ કરવામાં આવ્યું ત્યારથી આજદિન સુધી નિરંતર પ્રસિદ્ધ થતું આવ્યું છે. આ… More »

સંબંધિત લેખો

Back to top button