સવાલોના ઘેરામાં Miss USA સ્પર્ધા, 17 વર્ષની બે વિજેતાના રાજીનામા
સૌંદર્ય સ્પર્ધાઓનું ઘેલું તો દુનિયાભરની છોકરીઓને છે. વિશ્વભરની છોકરીઓ માટે સૌંદર્ય સ્પર્ધાઓ જીતવી એ એક સપનું રહ્યું છે. આ સ્પર્ધાઓમાં જીતવું તેની સાથે ઘણી શક્યતાઓ લઈને આવે છે. આ સ્પર્ધા જીત્યા બાદ Miss ફલાણા…. ફલાણા… ની અભિનય કારકિર્દીને કિકસ્ટાર્ટ મળવાની મોટી સંભાવના હોય છે. આવી સ્થિતિમાં, જો કોઈ છોકરી કોઈ મોટી સૌંદર્ય સ્પર્ધા જીતે અને પછી આ ખિતાબથી રાજીનામું આપી દે, તો તે ચોંકાવનારું છે. ભારતીય-મેક્સિકન મૂળની ઉમા સોફિયા શ્રીવાસ્તવે ગયા વર્ષે મિસ ટીન યુએસએનો ખિતાબ જીત્યો હતો, પરંતુ હવે તેણે પોતાનો ખિતાબ છોડી દીધો છે. 17 વર્ષની ઉમા સોફિયાએ ઈન્સ્ટાગ્રામ પર એક પોસ્ટ શેર કરતા આ જાહેરાત કરી હતી. તેણે તેની નોંધમાં લખ્યું છે કે તેના ‘વ્યક્તિગત મૂલ્યો હવે સંસ્થાની દિશા સાથે મેળ ખાતા નથી.’ પરંતુ પછી ઉમા સોફિયાએ મિસ યુએસએમાંથી રાજીનામું આપી દીધું હતું.
તાજેતરમાં મિસ યુએસએ નોએલિયા વોઈટે પણ પોતાના પદ પરથી રાજીનામું આપ્યું હતું. થોડા જ દિવસોમાં બે છોકરીઓએ પોતાનું ટાઈટલ છોડી દેતા હવે આખો મામલો દુનિયાની નજરમાં આવી ગયો છે. આ સ્પર્ધા જારી કરતી સંસ્થા પર સવાલ ઉઠાવવામાં આવી રહ્યા છે.
4 મેના મિસ યુએસએ પેજન્ટના ઓર્ગેનાઇઝેશનની કર્મચારી ક્લોડિયા મિશેલે રાજીનામું આપ્યું હતું. ઇન્સ્ટાગ્રામ પર લખેલી એક પોસ્ટમાં તેણે જણાવ્યું હતું કે તેને બે મહિનાથી પગાર આપવામાં નથી આવ્યો. તેને સ્ટાફ પણ આપવામાં નથી આવ્યો. સંસ્થૈ પર મોટો આરોપ લગાવતા તેણે કહ્યું હતું કે કંપનીના મેનેજમેન્ટે ટાઇટલ વિજેતાઓ સાથે ગેરવર્તણૂંક કરી હતી. મેનેજમેન્ટની આલોચના કરતા ક્લોડિયા મિશેલે લખ્યું હતું કે મેનેજમેન્ટે Miss USA નોએલિયા વોઈટ અને મિસ ટીન યુએસએ ઉમાએ સોફિયા શ્રીવાસ્તવ સાથે જે રીતે વાત કરી તે ‘અભદ્ર અને અયોગ્ય’ હતી. ક્લોડિયાએ જણાવ્યું હતું કે તેણે ઉમા અને તેના પરિવાર સાથે કરવામાં આવેલી ગેરવર્તણૂંક નજરોનજર જોઇ હતી. અને સપ્ટેમ્બરમાં મિસ યુએસએનો ખિતાબ જીતનાર નોએલિયા વોઈટને પણ માનસિક સંતુલન ખોતા જોઇ હતી.
ક્લોડિયાના રાજીનામા બાદ નોએલિયા વોઈટે સોશિયલ મીડિયા પર પોતાનું ટાઇટલ છોડવાની અને શારિરીક તથા માનસિક સ્વાસ્થ્યને મહત્વ આપવાની જાહેરાત કરી હતી. તેના રાજીનામાના એક અઠવાડિયાની અંદર મિસ ટીન યુએસએ ઉમા સોફિયા શ્રીવાસ્તવે ખિતાબ પરત કર્યો હતો. એક પછી એક ત્રણ રાજીનામા આવતા મિસ યુએસએ પેજન્ટના ઓર્ગેનાઇઝેશન સામે પ્રશ્નો ઊભા થઇ રહ્યા છે. મિસ યુએસએ. સંસ્થાની કામગીરીમાં કંઇક ગંભીર ગરબડ છે.
મીડિયા રિપોર્ટ્સ પર નજર કરીએ તો છેલ્લા કેટલાક વર્ષોમાં આ સ્પર્ધા સામે મોટા આક્ષેપો થયા છે. આ સંગઠન પર કેટલાક સ્પર્ધકોની તરફેણ કરવાનો પણ આરોપ છે. જોકે, સંસ્થાએ આ આરોપોને પાયાવિહોણા ગણાવ્યા હતા, પરંતુ મિસ યુએસએની પ્રમુખ અને ભૂતપૂર્વ ખિતાબ ધારક ક્રિસ્ટલ સ્ટુઅર્ટના પતિ અને સંસ્થાના વાઇસ પ્રેસિડેન્ટ મેક્સ પર ભૂતપૂર્વ સ્પર્ધકોએ જાતીય સતામણીનો આરોપ મૂક્યો ત્યારે બંનેએ સંસ્થામાંથી રાજીનામું આપ્યું હતું.