ઇન્ટરનેશનલ

માઈક્રોસોફ્ટના સીઈઓ સત્ય નડેલાએ સર્ચ એન્જિનના વર્ચસ્વ અંગે ગૂગલ પર નિશાન સાધ્યું

માઈક્રોસોફ્ટના સીઈઓ સત્ય નડેલાએ સર્ચ એન્જિન માર્કેટમાં ગૂગલના વર્ચસ્વ અને કંપનીની બિઝનેસ પ્રેક્ટિસ પર આકરા પ્રહારો કર્યા હતા. સત્યા નડેલાએ સોમવારે યુએસની કોર્ટમાં કહ્યું કે સર્ચ એન્જિન માર્કેટમાં ગૂગલના વર્ચસ્વને કારણે હરીફો માટે ઉભરવું ખૂબ મુશ્કેલ બની ગયું છે.

નડેલાએ વોશિંગ્ટન ડીસીની કોર્ટમાં નિવેદન આપ્યું હતું, જ્યાં યુએસ જસ્ટિસ ડિપાર્ટમેન્ટના વકીલો ફેડરલ જજને સમજાવવાનો પ્રયાસ કરી રહ્યા છે કે ગૂગલે તેનો એકાધિકાર જાળવી રાખવા માટે એપલ અને અન્ય કંપનીઓને ગેરકાયદેસર રીતે અબજો ડોલર ચૂકવ્યા છે.

સત્ય નડેલાએ કહ્યું કે માઈક્રોસોફ્ટ બિંગ 2009 થી ગૂગલ સામે બજાર હિસ્સો મેળવવાનો પ્રયાસ કરી રહ્યું છે, પરંતુ તે ક્યારેય પણ સર્ચ જાયન્ટ(ગૂગલ) સાથે સ્પર્ધા કરી શક્યા નથી, તેનું મુખ્ય કારણ એપલ સાથેની વ્યવસ્થા છે. નાડેલાએ ટ્રાયલ દરમિયાન Googleના વકીલોને કહ્યું, ‘તમે તેને લોકપ્રિય કહી શકો છો, પરંતુ મારા માટે તે ડોમિનન્ટ(એકાધિકારી) છે,”

ઉલ્લેખનીય છે કે આ કેસની ત્રણ મહિનાની સુનાવણી એક મોટી ટેક કંપની સામે અમેરિકાનો સૌથી મોટો અવિશ્વાસનો કેસ છે, આ જ વિભાગે બે દાયકા પહેલા માઇક્રોસોફ્ટ પર તેની વિન્ડોઝ ઓપરેટિંગ સિસ્ટમના વર્ચસ્વ માટે કેસ કર્યો હતો.

નડેલાએ સરકારની મોટાભાગની દલીલને સમર્થન આપ્યું હતું કે ગૂગલે ડેટાનો ઉપયોગથી કરીને વિશ્વના પ્રબળ સર્ચ એન્જિન તરીકે નેટવર્ક ઈફેક્ટ ઊભી કરી છે. જેને ગૂગલને જાહેરાત કંપની અને યુઝર્સ માટે વધુ શક્તિશાળી ટૂલ બનાવ્યું છે. સત્ય નડેલાએ કહ્યું, “જ્યારે તમારી પાસે માર્કેટ શેર ન હોય ત્યારે સફળ થવું વધુ મુશ્કેલ છે.”

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button