મહિન્દ્રા એન્ડ મહિન્દ્રાએ કેનેડા સ્થિત કંપની બંધ કરી

નવી દિલ્હી: હાલ ભારત અને કેનેડા વચ્ચે ઉગ્ર વિવાદ ચાલી રહ્યો છે, ત્યારે મહિન્દ્રા એન્ડ મહિન્દ્રાએ કેનેડા સ્થિતિ આવેલી પોતાની કંપનીનું કામકાજ સમેટી લીધું છે. મહિન્દ્રા એન્ડ મહિન્દ્રાએ જણાવ્યું છે કે, તેણે કેનેડા સ્થિત કંપની રેશન એરોસ્પેસ કોર્પોરેશનનું કામકાજ બંધ કરી દીધું છે. મહિન્દ્રા પાસે કંપનીનો ૧૧.૧૮ ટકા હિસ્સો હતો, જેને સ્વૈચ્છિક ઓપરેશનલ કારણોસર બંધ કરવા માટે અરજી કરી હતી. આ નિર્ણય બાદ મહિન્દ્રા એન્ડ મહિન્દ્રાના શેરોમાં ધરખમ ઘટાડો થયો છે.
મહિન્દ્રા એન્ડ મહિન્દ્રાએ શેર માર્કેટને આપેલી માહિતીમાં જણાવ્યું છે કે, રેશન એરોસ્પેસ કોર્પોરેશનનું કામકાજ બંધ કરવા માટે કેનેડા કોર્પોરેશન તરફથી ૨૦ સપ્ટેમ્બર, ૨૦૨૩ના રોજ જરૂરી દસ્તાવેજો મળી ગયા છે, જેની સૂચના કંપનીને આપી દેવાઈ છે. કંપનીએ જણાવ્યું કે, ત્યારબાદ રેશને પોતાનું સંચાલન બંધ કરી દીધું છે. મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા ૨૦ સપ્ટેમ્બર, ૨૦૨૩થી કંપનીની સહયોગી રહી નથી.