જેલવાસી બાંગ્લાદેશી મોડલ મેઘનાના સાઉદી રાજદ્વારી સાથે સંબંધના વિવાદમાં, 50 લાખ ડોલર માગ્યાનો કેસ…

ઢાકા: બાંગ્લાદેશમાં સાઉદી અરેબિયાના ભૂતપૂર્વ રાજદૂત ઇસા યુસુફ અલ દુહૈલાન સાથે પ્રેમ સંબંધ મામલે બાંગ્લાદેશી મોડેલ મેઘના આલમ મુશ્કેલીમાં ફસાઈ છે. આ વર્ષે એપ્રિલ મહિનામાં તેની ધરપકડ કરવામાં આવી હતી, તેના પર ખંડણી માંગવાનો આરોપ લાગવવામાં આવ્યો છે. બંને વચ્ચેના સંબંધ બાંગ્લાદેશ અને સાઉદી અરેબિયા વચ્ચે રાજકીય અને રાજદ્વારી વિવાદનું કારણ બન્યા છે.
મિસ અર્થ બાંગ્લાદેશ રહી ચુકેલી મેઘના આલમના સાઉદી અરેબિયાના ભૂતપૂર્વ રાજદૂત ઇસા યુસુફ અલ દુહૈલાન સાથેના સંબંધની વાત જાહેર થતા હોબાળો મચી ગયો હતો. આ સંબંધોને કારણે મેઘના સામે તપાસ શરુ કરવામાં આવી છે, જેને કારણે તેની કારકિર્દી સામે જોખમ ઉભું થયું છે.

ધરપકડ પહેલા, મેઘના આલમે ફેસબુક પર લાઇવ દરમિયાન જણાવ્યું હતું કે બાંગ્લાદેશમાં સાઉદી અરબના ભૂતપૂર્વ રાજદૂત ઇસા યુસુફ સાથે તેનું અફેર હતું. બ્રેક અપ બાદ યુસુફ તેને ધમકાવતો હતો કે તે આ સંબંધની વાત કોઈને ના કરે. મેઘના આલમે દાવો કર્યો હતો કે યુસુફ સાથેના સંબંધો વિષે બોલતા તેને અટકાવવા માટે તેની ધરપકડ કરવામાં છે.
મેઘનાના પિતા બદરુલ આલમે જણાવ્યું હતું કે યુસુફના લગ્ન થયેલા છે, તેને બાળકો પણ છે. તેથી મેઘનાએ તેની સાથે લગ્ન કરવાનો ઇનકાર કર્યો હતો અને બ્રેક અપ કરી લીધું હતું.
બીજી તરફ એવો દાવો કરવામાં આવી રહ્યો છેકે મેઘનાએ યુસુફ પાસેથી 50 મિલિયન યુએસ ડોલરની ખંડણી માંગી હતી.
ધરપકડ બાદ મેઘનાનું જીવન અસ્તવ્યસ્ત થઇ ગયું છે. હાલ તે જામીન પર જેલમાંથી બહાર આવી ગઈ છે, છતાં તેની કારકિર્દી પર જોખમ છે, જેની તેના પર આર્થિક અને માનસિક બંને રીતે અસર પડી છે.
આ પણ વાંચો…બાંગ્લાદેશની હિંસાએ બે કલાકારનો ભોગ લીધો, બંગાળી ફિલ્મો સાથે પણ હતો નાતો