ચીનમાં ભૂસ્ખલનથી ભારે તબાહી; 30થી વધુ લોકો ગુમ-રાહત કામગીરીનો પ્રારંભ…
![landslide hits chinas sichuan province](/wp-content/uploads/2025/02/china-landslide.webp)
નવી દિલ્હી: ચીનમાં ભારે ભૂસ્ખલનની ઘટના ઘટી છે. અહેવાલો અનુસાર દક્ષિણ-પશ્ચિમ ચીનના સિચુઆન પ્રાંતમાં શનિવારે એક હૃદયદ્રાવક ભૂસ્ખલન થયું હતું. ભૂસ્ખલનમાં લગભગ 10 ઘરોને નુકસાન પહોંચ્યું છે. આ ઘટનામાં 30 લોકો ગુમ થયા હોવાના અહેવાલો છે. હાલ તેમની શોધખોળ ચાલી રહી છે.
Also read : ‘મુંબઈ સમાચાર ગ્લોબલ ગુજરાતી આઈકન એવોર્ડ-દ્વિતીય’ ફરી ધૂમ મચાવશે દુબઈમાં
30 લોકોની શોધખોળ શરૂ
પ્રાપ્ત વિગતો અનુસાર દક્ષિણ-પશ્ચિમ ચીનના સિચુઆન પ્રાંતમાં ભૂસ્ખલનથી આસપાસના વિસ્તારમાં ભયનો માહોલ છવાઈ ગયો છે. આ કુદરતી આફતમાં 10થી વધુ ઘરો દટાયા હોવાના અહેવાલો છે. જો કે અનેક સેંકડો લોકોને પોતાના ઘર છોડવાની ફરજ પડી હતી. રાહત કાર્યમાં રોકાયેલા બચાવ કાર્યકરોએ અકસ્માત બાદ ગુમ થયેલા 30 લોકોની શોધખોળ શરૂ કરી દીધી છે.
બચાવવાના પ્રયાસોની શરૂઆત
દેશના સરકારી પ્રસારક ‘સીસીટીવીના અહેવાલો અનુસાર જુનલિયન કાઉન્ટીમાં ભૂસ્ખલન બાદ આપાતકાલીન વ્યવસ્થાપન મંત્રાલયે સેંકડો બચાવ કાર્યકરોને તૈનાત કર્યા છે. જેમાં ફાયર વિભાગનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. આ દુર્ઘટના બાદ કાટમાળમાંથી બે લોકોને જીવતા બચાવી લેવામાં આવ્યા છે. લોકોને શક્ય તેટલી વહેલી તકે બચાવવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.
Also read : મધ્ય એટલાન્ટિકના અનેક રાજ્યોમાં બરફના તોફાનની ચેતવણી
રાષ્ટ્રપતિએ કરી મદદની જાહેરાત
ચીનની સરકારી સમાચાર એજન્સી ‘શિન્હુઆ’ દ્વારા જાહેર કરાયેલા એક સમાચારમાં કહેવામાં આવ્યું છે કે રાષ્ટ્રપતિ શી જિનપિંગે અધિકારીઓને ગુમ થયેલા લોકોને શોધવા અને તેમને બચાવવા માટે શક્ય તમામ પ્રયાસો કરવા સૂચના આપી છે. તદનુસાર, ચીનના વડા પ્રધાન લી કેકિયાંગે આસપાસના વિસ્તારોમાં સંભવિત ભૂસ્તરશાસ્ત્રીય જોખમોની તપાસ અને નિરીક્ષણ કરવા જણાવ્યું છે.