Kenya માં શાળાની હોસ્ટેલમાં લાગી ભીષણ આગ, 17 વિદ્યાર્થીઓના મોત 13 ઘાયલ

નૈરોબી: Kenyaમા શાળાની હોસ્ટેલમાં ભીષણ આગ ફાટી નીકળી હતી. જેમાં 17 વિદ્યાર્થીઓના મોત થયા હતા અને 13 ગંભીર રીતે ઘાયલ થયા હતા. પોલીસે આ ઘટનામાં મૃત્યુઆંક વધવાની આશંકા વ્યક્ત કરી છે. પોલીસ પ્રવક્તા રેસિલા ઓન્યાન્ગોએ જણાવ્યું હતું કે આગ ગુરુવારે રાત્રે નાયરી કાઉન્ટીમાં હિલસાઇડ એન્ડરાશા પ્રાઇમરીમાં લાગી હતી અને તેનું કારણ શું હતું તે હજુ જાણી શકાયું નથી. આ ઘટના સ્થળની તપાસ કરવામાં આવી રહી છે અને આગ લાગવાનું કારણ જાણવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.
શાળાની હોસ્ટેલમાં આગના બનાવો સામાન્ય
કેન્યામાં શાળાની હોસ્ટેલમાં આગ સામાન્ય ઘટના છે. આ હોસ્ટેલમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ રહે છે કારણ કે માતાપિતા માને છે કે તેમાં રહેવાથી તેમના બાળકોને અભ્યાસ માટે વધુ સમય મળે છે. હાલ મામલાની તપાસ શરૂ કરવામાં આવી છે.
શાળાઓમાં ફાયર ફાઇટિંગની પૂરતી વ્યવસ્થા નથી
કેન્યામાં શાળાઓમાં હાલમાં આગ લાગવાની ઘટનાઓ વધી છે. આ ઘટનાઓ માત્ર વિદ્યાર્થીઓ અને શિક્ષકો માટે જ ખતરો નથી પરંતુ દેશની શિક્ષણ વ્યવસ્થા માટે પણ ગંભીર પડકાર બની ગઈ છે. આગને કારણે ઘણી શાળાઓની ઇમારતોને ખરાબ રીતે નુકસાન થયું છે. જેના કારણે વિદ્યાર્થીઓના અભ્યાસને અસર થઈ છે. જેમાં શાળાઓ પણ હંગામી ધોરણે બંધ રાખવી પડી છે. શાળાઓમાં ફાયર ફાઇટિંગની પૂરતી વ્યવસ્થા નથી.જેના કારણે આગ લાગવાનું જોખમ વધી જાય છે. વર્ષ 2017 માં રાજધાની નૈરોબીની એક શાળામાં આગમાં 10 વિદ્યાર્થીઓના મોત થયા હતા.
Also Read –