સ્વિટ્ઝર્લૅન્ડમાં નવા વર્ષની લોહીયાળ શરૂઆત: લક્ઝરી રિસોર્ટમાં પ્રચંડ વિસ્ફોટ, અનેક લોકોના મોતની આશંકા

બોર્ન: સ્વિટ્ઝર્લૅન્ડના ક્રેન્સ મોન્ટાના શહેરમાં આવેલા એક બારમાં મોડી રાત્રે જોરદાર વિસ્ફોટ થયો હોવાના અહેવાલ છે, જેમાં સંખ્યાબંધ લોકો માર્યા ગયા હોવાની આશંકા છે. પોલીસના જણાવ્યા મુજબ લક્ઝરી આલ્પાઇન સ્કી રિસોર્ટમાં આવેલા લી કોન્સ્ટેલેશન બારમાં નવા વર્ષની ઉજવણી માટે લોકો એકઠા થયા હતાં, આ દરમિયાન વિસ્ફોટ થયો હતો. વિસ્ફોટનું કારણ હજુ જાની શકાયું નથી.
દક્ષિણપશ્ચિમ કેન્ટન વાલાઈસના પોલીસ વિભાગે રાત્રે 1.30 વાગ્યે બારમાં પ્રચંડ વિસ્ફોટ થયો હોવાની પુષ્ટિ કરી છે, ઘટનામાં જાનહાની થઇ છે પણ મૃતકો કે ઘાયલો સંખ્યા હાલ જાણી શકાઈ નથી. ઘાયલોની નજીકની હોસ્પિટલોમાં લઇ જવામાં આવી રહ્યા છે.
ઘટનાની જાણકારી મળતા ફાયર એન્જિન, એમ્બ્યુલન્સ અને પોલીસ વાહનો ઘટનાસ્થળે પહોંચ્યા હતાં.
બારમાં બોમ્બ બ્લાસ્ટ થયા બાદના દ્રશ્યોનો એક કથિત વિડીયો સોશિયલ મીડિયા પર શેર કરવામાં આવ્યો છે.
મુંબઈ સમાચાર આ વિડીયોની પુષ્ટિ કરતુ નથી.
અધિકારીઓના જણાવ્યા મુજબ રેસ્ક્યુ ઓપરેશન કરવામાં આવી રહ્યું છે, ઘટનાની તપાસ પણ શરુ કરી દેવામાં આવી છે. પોલીસ વિસ્તારને સુરક્ષિત કરવા માટે પગલા ભરી રહી છે. વિસ્ફોટના કારણોની તપાસ માટે અધિકારીઓ કામ કરી રહ્યા છે.
નોંધનીય છે કે ક્રેન્સ-મોન્ટાનાએ સ્વીત્ઝરલૅન્ડનું એ એક લકઝરી સ્કી રિસોર્ટ શહેર છે, જે રાજધાની બર્નથી લગભગ બે કલાક દૂર છે. ખાસ કરીને બ્રિટિશ પ્રવાસીઓ માટે આ લોકપ્રિય સ્થળ છે.
જાન્યુઆરીના અંતમાં, ક્રેન્સ-મોન્ટાના રિસોર્ટ સ્પીડ સ્કીઇંગ ઇવેન્ટ FIS વર્લ્ડ કપનું આયોજન થવાનું છે.
આ પણ વાંચો…રાજસ્થાનના ટૉંકમાં કારમાંથી 150 કિલો વિસ્ફોટક જપ્ત, બે આરોપીઓની ધરપકડ…



