દક્ષિણ આફ્રિકાના જોહાનિસબર્ગ પાસે અંધાધૂંધ ગોળીબાર, 10ના મોત

જોહાનિસબર્ગ: ગત મોડી રાત્રે દક્ષિણ આફ્રિકાનાં જોહાનિસબર્ગ શહેર પાસે આવેલી એક ટાઉનશીપમાં અજાણ્યા બંદૂકધારીઓએ અંધાધૂંધ ગોળીબાર કર્યો હતો, જેમાં 10 લોકો માર્યા ગયા અને 10 લોકો ઈજાગ્રસ્ત થયા છે. હમલા પાછળનો હેતુ હજુ જાણવા મળ્યું નથી.
જોહાનિસબર્ગ શહેરથી દક્ષિણપશ્ચિમમાં 40 કિલોમીટર દુર આવેલી બેકર્સડલ ટાઉનશીપમાં ગોળીબાર કરવામાં આવ્યો હતો. પોલીસે જણાવ્યું કે અજાણ્યા બંદૂકધારીઓ એક બાર પાસે શેરી પર ચાલતા લોકો પર ગોળીબાર કર્યો હતો. 10 લોકો માર્યા ગયા છે, મૃતકોની ઓળખ કરવમાં આવી રહી છે. ઈજાગ્રસ્તોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે, કેટલાક ઇજાગ્રસ્તોની હાલત ગંભીર છે.
પોલીસે હુમલાની તપાસ શરૂ કરી છે, હુમલાખોરની ઓળખ વિષે માહિતી આપવામાં આવી નથી. અહેવાલ મુજબ બેકર્સડાલ ટાઉનશીપ સોનાની ખાણની નજીક ઉભી કરવામાં આવેલી વસાહત છે.
એક મહિનામાં બીજી ઘટના:
દક્ષિણ આફ્રિકામાં આ મહીને સામૂહિક ગોળીબારની બીજી ઘટના છે. 6 ડિસેમ્બરના રોજ એક હુમલાખોરે રાજધાની પ્રિટોરિયા નજીક એક હોસ્ટેલમાં ગોળીબાર કર્યો હતો, જેમાં 12 લોકોના મોત થયા હતાં. ગેરકાયદે દારૂના વેચાણના અડ્ડા નજીક આ ગોળીબાર થયો હતો. ત્રણ અજાણ્યા બંદૂકધારીઓએ દારૂ પી રહેલા લોકો પર ગોળીબાર કર્યો હતો.
આપણ વાંચો: અમેરિકા જવા ઈચ્છતા ભારતીયોને મોટો ફટકો: કોઈપણ ચેતવણી વગર H1B વિઝાનું ઇન્ટરવ્યૂ શિડ્યુલ બદલાયું



