ઇન્ટરનેશનલ

ઈઝરાયલ-પેલેસ્ટાઈનના યુદ્ધ મુદ્દે મલાલાએ આપ્યું સૌથી મહત્ત્વનું નિવેદન

નોબેલ શાંતિ પુરસ્કાર વિજેતા મલાલા યુસુફઝાઈએ ગાઝા અને ઈઝરાયલ વચ્ચે ચાલી રહેલા યુદ્ધ અંગે સોશિયલ મીડિયા પર પ્રતિક્રિયા આપી છે. મલાલાએ તાત્કાલિક યુદ્ધવિરામની અપીલ કરી કહ્યું છે કે જ્યારે પણ યુદ્ધ થાય છે ત્યારે બાળકોને સૌથી વધુ નુકસાન થાય છે. મલાલાએ કહ્યું કે તે યુદ્ધક્ષેત્રમાં વસતા લોકો માટે દુઃખની લાગણી વ્યક્ત કરી હતી.

મલાલાએ સોશિયલ મીડિયા સાઈટ X પર લખ્યું હતું કે તે યુદ્ધમાં ફસાયેલા પેલેસ્ટિનિયન અને ઈઝરાયલના બાળકો વિશે વિચારીને ચિંતા અનુભવી રહ્યા છે. યુદ્ધ ક્યારેય બાળકોને છોડતું નથી. જે બાળકોને ઈઝરાયલ દ્વારા બંધક બનાવવામાં આવ્યા હતા અથવા જેઓ હવાઈ હુમલા પછી છુપાઈ ગયા હતા અથવા જે બાળકોને ખોરાક અને પાણી વિના ગાઝામાં છુપાઈ ગયા હતા તેમને પણ બક્ષવામાં આવ્યા નથી. મલાલાએ કહ્યું કે આજે તે તમામ બાળકો અને લોકો માટે દુઃખી છે જેઓ શાંતિ અને ન્યાય ઈચ્છે છે.

મલાલા યુસુફઝાઈએ પોસ્ટમાં પોતાના પર થયેલા આતંકી હુમલાને યાદ કર્યો હતો. વર્ષ 2012માં જ્યારે તેઓ માત્ર 11 વર્ષની હતા. તે સમયે તાલિબાની સૈનિકોએ તેને મારવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ તેઓ બચી ગયા હતા. મલાલાએ કહ્યું કે જ્યારે તેમણે હિંસા અને આતંકવાદ જોયો ત્યારે તેઓ માત્ર 11 વર્ષના હતા. તેઓ દરરોજ મોર્ટાર અને શેલના અવાજ સાથે ઉઠતા હતા. તેમણે નજર સામે શાળાઓ અને મસ્જિદોનો નાશ થતો જોયો.

ઈઝરાયલના i24 ન્યૂઝના અહેવાલ મુજબ હમાસના આતંકવાદીઓએ ઇઝરાયેલ પરના હુમલામાં લગભગ 40 બાળકોની હત્યા કરી નાખી છે. આ દ્રશ્ય કલ્પના બહારનું છે. કેટલાક સૈનિકોએ ઇઝરાયેલના મીડિયાને માહિતી આપતા જણાવ્યું હતું કે તેમને એવા બાળકો પણ મળ્યા હતા જેમના માથા કાપી નાખવામાં આવ્યા હતા. નિંદ્રાધીન પરિવારને ગોળીઓ મારીને મોતને ઘાટ ઉતારી દેવામાં આવ્યો હતો.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button