ઇન્ટરનેશનલટોપ ન્યૂઝ

વિશ્વના અન્ય દેશમાં મોટો આતંકી હુમલો, 100 થી વધુ લોકોના મોત

નવી દિલ્હી : ભારતના જમ્મુ કાશ્મીરના પહલગામમાં હાલમાં જ થયેલા આતંકી હુમલા બાદ સમગ્ર વિશ્વમાં આતંકવાદને નાબૂદ કરવાનો સૂર ઉઠી રહ્યો છે.તેવા સમયે પશ્ચિમ આફ્રિકાના દેશ બુર્કિના ફાસોમાં એક મોટો આતંકવાદી હુમલો થયો છે જેમાં 100 થી વધુ લોકોના મોત થયા હોવાની શક્યતા છે. જેમાં મળતી માહિતી અનુસાર માર્યા ગયેલા મોટાભાગના સૈનિકો હતા. આ હુમલો રવિવારે સવારે થયો હતો. આતંકી જૂથે અનેક સ્થળોને નિશાન બનાવ્યા હતા. જેમાં એક લશ્કરી કેમ્પ અને જીબો શહેરનો સમાવેશ થાય છે.

આતંકવાદી સંગઠન આફ્રિકાના સાહેલ વિસ્તારમાં સક્રિય

બુર્કિનાના ફાસોના ઉત્તરી ભાગમાં થયેલો આતંકવાદી હુમલો અલ-કાયદા સાથે જોડાયેલા જેહાદી જૂથ જમાત નસર અલ-ઇસ્લામ વાલ-મુસ્લિમીન અથવા JNIM દ્વારા કરવામાં આવ્યો હતો. આ સંગઠને આ આતંકવાદી હુમલાની જવાબદારી પણ લીધી છે. આ આતંકવાદી સંગઠન આફ્રિકાના સાહેલ ક્ષેત્રમાં સક્રિય માનવામાં આવે છે. ઉલ્લેખનીય છે કે, બુર્કિના ફાસો હિંસક ઉગ્રવાદ માટે હંમેશા ચર્ચામાં રહ્યું છે.

આતંકવાદીઓએ સવારે 6 વાગ્યે હુમલા કર્યા

બુર્કિના ફાસોની વસ્તી લગભગ 23 મિલિયન છે. આ દેશ આફ્રિકાના સાહેલ ક્ષેત્રમાં સ્થિત છે. જે હાલમાં સુરક્ષા સંકટથી ખરાબ રીતે પ્રભાવિત છે. રવિવારે આતંકવાદીઓએ સવારે 6 વાગ્યે અલગ અલગ સ્થળોએ એક સાથે આતંકવાદી હુમલાઓ શરૂ કર્યા હતા. બુર્કિના ફાસોની વાયુસેનાને નુક્સાન પહોંચાડવા આતંકવાદીઓએ એક સાથે આઠ વિસ્તારોમાં હુમલો કર્યો હતો.

આતંકવાદીઓએ જીબો શહેરમાં મુખ્ય હુમલો કર્યો

ન્યૂઝ એજન્સી અનુસાર, આતંકવાદીઓએ જીબો શહેરમાં મુખ્ય હુમલો કર્યો હતો. આતંકીઓએ શહેરના તમામ એન્ટ્રી પોઇન્ટ કબજામાં લીધા છે. તેની બાદ લશ્કરી કેમ્પ અને આતંકવાદ વિરોધી એકમના કેમ્પ પર હુમલો કર્યો.
આ પૂર્વે પણ જીબો શહેર પર હુમલો થયો હતો. પરંતુ તે પછી સુરક્ષા દળોએ ઉગ્રવાદીઓને સફળતાપૂર્વક ભગાડી દીધા હતા.

આ પણ વાંચો…..સીઝફાયર તોડ્યા બાદ રઘવાયા થયા પાકિસ્તાનના વડા પ્રધાન, કહ્યું- લોહીના અંતિમ ટીપાં સુધી યુદ્ધ લડીશું

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button