ઇન્ટરનેશનલનેશનલ

ઓસ્ટ્રેલિયામાં મહાત્મા ગાંધીની 426 કિલોની કાંસ્ય પ્રતિમાની ચોરી: ભારતે તપાસની કરી માંગ

મેલબોર્ન: ઓસ્ટ્રેલિયાના મેલબોર્નમાંથી મહાત્મા ગાંધીની કાંસ્યની પ્રતિમાની ચોરી થઈ હતી. ગાંધીજીની પ્રતિમા ઓસ્ટ્રેલિયન ઇન્ડિયન કમ્યુનિટી સેન્ટરની બહાર સ્થાપિત કરવામાં આવી હતી. આ પ્રતિમા નવી દિલ્હીમાં ઇન્ડિયન કાઉન્સિલ ફોર કલ્ચરલ રિલેશન્સ દ્વારા ભેટમાં આપવામાં આવી હતી. તે ઓસ્ટ્રેલિયામાં ભારતીય સમુદાય માટે સાંસ્કૃતિક, ઐતિહાસિક અને પ્રતિકાત્મક મહત્વ ધરાવે છે.

વિદેશ મંત્રાલયે આજે મેલબોર્નના રોવિલેમાં મહાત્મા ગાંધીની પ્રતિમાની તોડફોડની નિંદા કરી હતી અને દોષિતો વિરુદ્ધ તાત્કાલિક કાર્યવાહી કરવાની અપીલ કરી હતી. વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે મીડિયાના એક સવાલના જવાબમાં કહ્યું હતું કે અમે મેલબોર્નના રોવિલમાં ઓસ્ટ્રેલિયન ઇન્ડિયન કોમ્યુનિટી સેન્ટરમાં સ્થાપિત કરાયેલી મહાત્મા ગાંધીની પ્રતિમા સાથે અજાણ્યા લોકો દ્ધારા કરવામાં આવેલી તોડફોડ અને તેની ચોરી કરવાની ઘટનાની સખત નિંદા કરીએ છીએ..

આપણ વાચો: અમદાવાદ એરપોર્ટ પર સોના પર પડ ચઢાવીને દાણચોરી કરતી 4 મહિલાઓ ઝડપાઈ, રૂ.1.52 કરોડનું સોનું જપ્ત

જયસ્વાલે કહ્યું હતું કે ભારતે આ ઘટનાને ઓસ્ટ્રેલિયાના અધિકારીઓ સમક્ષ ઉઠાવ્યો છે. ચોરી થયેલી મૂર્તિને શોધવા અને દોષિતો વિરુદ્ધ તાત્કાલિક પગલાં લેવા વિનંતી કરી છે. ઓસ્ટ્રેલિયન મીડિયાના અહેવાલમાં કહેવામાં આવ્યું છે કે મેલબોર્નના રોવિલેમાં ઓસ્ટ્રેલિયન ઇન્ડિયન કમ્યુનિટી સેન્ટરની બહાર સ્થાપિત મહાત્મા ગાંધીની કાંસ્ય પ્રતિમા 12 જાન્યુઆરીની વહેલી સવારે ચોરાઈ ગઈ હતી.

426 કિલોગ્રામની આ પ્રતિમા ઇન્ડિયન કાઉન્સિલ ફોર કલ્ચરલ રિલેશન્સ નવી દિલ્હી તરફથી ભેટમાં મળી હતી. જેનું ઉદ્ઘાટન 2021માં ઓસ્ટ્રેલિયાના ભૂતપૂર્વ વડાપ્રધાન સ્કોટ મોરિસન દ્વારા કરવામાં આવ્યું હતું. વિક્ટોરિયા પોલીસ નોક્સ ક્રાઇમ ઇન્વેસ્ટિગેશન યુનિટે ચોરીની તપાસ શરૂ કરી છે, જેના કારણે મેલબોર્નના ભારતીય-ઓસ્ટ્રેલિયન સમુદાયમાં નવી ચિંતા ફેલાઈ છે.

આપણ વાચો: સુરતના 17 વર્ષ જૂના એક્સાઈઝ ચોરીના કેસમાં CBI કોર્ટે 3ને દોષિત ઠેરવ્યા, કેટલી કરી સજા ?

એક નિવેદનમાં પોલીસે જણાવ્યું હતું કે રોવિલેના કિંગ્સલે ક્લોઝ પર સ્થિત ચેરિટી પરિસરમાંથી ત્રણ અજાણ્યા વ્યક્તિઓ દ્વારા આ પ્રતિમાની ચોરી કરવામાં આવી હતી. આ મામલે તપાસ ચાલી રહી છે. પોલીસે સ્કૈપ મેટલ ડીલરોને ચેતવણી આપી છે કે તેઓ કાંસ્યની પ્રતિમા વેચવાનો પ્રયાસ કરનારા કોઈપણ વ્યક્તિથી સાવધ રહે અને કોઈપણ શંકાસ્પદ પ્રવૃત્તિની તાત્કાલિક જાણ કરે.

ઓસ્ટ્રેલિયન ઇન્ડિયન કોમ્યુનિટી ચેરિટેબલ ટ્રસ્ટની એક સમિતિના સભ્ય સંતોષ કુમારે મીડિયાને જણાવ્યું હતું કે આ ઘટના સીસીટીવીમાં કેદ થઈ હતી અને બીજા દિવસે તેની ફરિયાદ કરાઈ હતી.

રાષ્ટ્રીય નેતાની પ્રતિમા ગાયબ થઈ ગઈ છે તે જોઈને અમને દુઃખ થયું છે. એક સફેદ વાન આવી હતી જેમાં ચહેરો ઢાંકેલા કેટલાક લોકો હતા. વિક્ટોરિયામાં વિપક્ષના વરિષ્ઠ નેતાઓએ આ ઘટનાની નિંદા કરી છે.

Mumbai Samachar Team

એશિયાનું સૌથી જૂનું ગુજરાતી વર્તમાન પત્ર. રાષ્ટ્રીયથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તરના દરેક ક્ષેત્રની સાચી, અર્થપૂર્ણ માહિતી સહિત વિશ્વસનીય સમાચાર પૂરું પાડતું ગુજરાતી અખબાર. મુંબઈ સમાચારના વરિષ્ઠ પત્રકારવતીથી એડિટિંગ કરવામાં આવેલી સ્ટોરી, ન્યૂઝનું ડેસ્ક. મુંબઇ સમાચાર ૧ જુલાઇ, ૧૮૨૨ના દિવસે શરૂ કરવામાં આવ્યું ત્યારથી આજદિન સુધી નિરંતર પ્રસિદ્ધ થતું આવ્યું છે. આ… More »

સંબંધિત લેખો

Back to top button