ઇન્ટરનેશનલમહારાષ્ટ્ર

બાંગ્લાદેશની કટોકટીને પગલે મહારાષ્ટ્રના વેપારીઓ ટેન્શનમાં

નાગપુર/પુણે/છત્રપતિ સંભાજીનગર: બાંગ્લાદેશમાં વડાં પ્રધાન શેખ હસીનાનું રાજીનામું અને તેમનો દેશ નિકાલ બાદ ત્યાં થયેલા સત્તા પલટાની અસર ભારતના વેપારીઓ પર પણ જોવા મળી રહી છે. અનેક ક્ધટેઇનર ભારત-બાંગલાદેશની સીમા પર અટકી પડ્યા છે. વિદર્ભના સંતરા, કપાસ વગેરે વસ્તુઓની નિકાસ ઠપ્પ થઇ ગઇ છે. દાડમ ઉત્પાદકોને પણ રોજના અઢી કરોડનો ફટકો પડી રહ્યો છે, જ્યારે લીલા મરચાની ૧૦૦ ટ્રકની નિકાસ પણ અટકી પડી છે.

મહારાષ્ટ્રના વિદર્ભમાંથી બાંગ્લાદેશમાં એક વર્ષમાં રૂ. ૩૧૦૦ કરોડના માલ-સામાનની નિકાસ થતી હોય છે જેમાં સંતરા, કપાસ, સેરેમિક ટાઇલ્સ, એન્જિનિયરિંગનો સામાન, દવાઓ અને કેટલાક કેમિકલ વગેરેનો સમાવેશ થાય છે. આ સિવાય ત્યાંના ઉદ્યોગો સાથે કાચો માલ પૂરો પાડવાના પણ ઘણા કરાર થયા છે, પરંતુ ત્યાંની રાજકીય અસ્થિરતાને કારણે તેના ક્ધટેઇનરો સીમા પર અટકી પડ્યા છે.

આ સિવાય ત્યાં રોજની ૧૦૦ ટ્રક લીલા મરચાની માગણી હતી જે હાલમાં બંધ છે. જેને કારણે મરચાંના ઉત્પાદકોને મોટો ફટકો પડ્યો છે. મરાઠવાડાના ક્ધનડ, સિલ્લોડ, જાલનાના ભોકરદન-જાફકાબાદમાં મરચાંનું ઉત્પાદન વધુ થતું હોય છે. મહિનાથી મરચાંની નિકાસ અટકી પડી છે.

આ પણ વાંચો : શેખ હસીનાના બ્રિટન જવાના દરવાજા વિદેશ પ્રધાન એસ. જયશંકર ખોલી શકશે?

બીજી તરફ રોજના ૨૦૦થી ૨૫૦ ટન દાડમની બાંગ્લાદેશમાં નિકાસ થતી હોય છે, પરંતુ હાલમાં નિકાસ બંધ હોવાને કારણે ઉત્પાદકોને જબરદસ્ત ફટકો પડી રહ્યો છે.

સીમા પર અનેક વસ્તુઓ સાથેની ટ્રકો રખડી પડી છે, જ્યારે ટ્રકચાલકોની સુરક્ષા સામે પણ પ્રશ્ર્ન ઊભો થયો છે. કેન્દ્ર સરકાર આ અંગે તાત્કાલિક પગલાં લે એવી માગણી વેપારીઓ દ્વારા કરવામાં આવી રહી 

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button