ઇન્ટરનેશનલ

દુબઈની પ્રોપર્ટીમાં માફિયાઓથી લઈને મોસ્ટ વોન્ટેડની મિલકત; ભારત અને પાકિસ્તાનીઓની મિલકતને લઈને પણ ખુલાસા..

દુબઈ : (big names owns property in dubai) તાજેતરમાં જ બોસ્નિયન ડ્રગ માફિયાની પત્ની દ્વારા ટીકટોક પર વારંવાર વિડીયો અપલોડ કરાઇ રહ્યા હતા. જેથી પત્રકારોને તેનું લોકેશન જાણવાની તો મદદ મળી ગઈ અને તે લોકેશન હતું દુનિયાના અમીરોની સ્વપ્નની જગ્યા એટ્લે કે દુબઈની ગગનચુંબી ઇમારત બુર્જ ખલીફા. કરોડો ડોલરની કિંમતનો આ ફ્લેટ આફ્રિકાના એક દેશની નેશનલ ઓઇલ કંપનીના પૂર્વ ચીફના નામે છે.

આ એપાર્ટમેંટ બોસ્નિયન ડ્રગ માફિયા જેનિસ કેડ્રીકના નામે છે. હવે ફ્લેટ માલિક અને ભાડે રહેનાર ડ્રગ માફિયા એકબીજાને જાણે છે કે કેમ તેની કોઈ વિગતો નથી. પરંતુ રેન્ટ એગ્રીમેંટના ભાગરૂપે આ નામ બહાર આવવાથી આધુનિક દુબઈની સ્થિતિના દર્શન થાય છે કે વર્ષોની ગોપનીયતા અને ઉદારવાદી નીતિઓએ દુબઈના મકાન માલિકોની લિસ્ટમાં એવા લોકોનો સમાવેશ કરી દીધો છે કે જેના પર સુરક્ષા એજન્સીઓ સવાલ ઉઠાવતી આવી છે.

આ પણ વાંચો : S Jaishankar: પ્રતિબંધો લગાવવાની એમેરિકાની ચેતવણીનો એસ જયશંકરે જવાબ આપ્યો, જાણો શું કહ્યું

આ બધી માહિતી પણથી કોણે પડદો ઉઠાવ્યો ?

આ બધી ગુપ્ત રહેલી માહિતી, દુબઈમાં “ડર્ટી મની”ના આ સુરક્ષિત ગણવામાં આવતા રોકાણ પરથી આંતરરાષ્ટ્રીય પત્રકારોના સંગઠને પડદો ઉઠાવ્યો હતો. તેને લીક કરેલા ડેટા પરથી દુબઈમાં પ્રોપર્ટીના અસલી કાબાઓ કોણ છે તેની માહિતી છતી કરી આપે છે. પત્રકારોએ 2020થી 2022 સુધી સતત અભ્યાસ કરીને રિપોર્ટ તૈયાર કર્યો હતો.

આ રિપોર્ટમાં ભારત અને પાકિસ્તાનના લોકોની દુબઈમાં રહેલી માલિકીને લઈને પણ માહિતીઓ સામે આવી હતી.

પાકિસ્તાનના લોકોની કેટલી મિલકત ?

ભલે આપણો પાડોશી દેશ પાકિસ્તાન દેવામાં ડૂબેલો હોય કે ભલે તે લોન લેવા માટે વર્લ્ડ બેન્કના દરવાજા ખખડાવતો હોય પરંતુ તેની એક હકીકત એ પણ છે કે દુબઈમાં સમૃધ્ધ પાકિસ્તાનીઓની 17 હજારથી લઈને 22 હજાર પ્રોપર્ટી છે. આ આંકડાઓ 2022 સુધીના છે.

2022આ આરંભમાં દુબઈમાં સમૃધ્ધ પાકિસ્તાનીઓની આ મિલકતની કિમંત 10 અબજ અમેરિકન ડોલર હતી, પરંતુ છેલ્લા બે વર્ષમાં આ મિલકતોની કિંમતમા વધારો થયો છે અને હાલ આ જ મિલકતની કિંમત 12.5 અબજ અમેરિકન ડોલર સુધી પહોંચી ગઈ છે.

પાકિસ્તાની અખબારી સંસ્થાના જણાવ્યા અનુસાર તેમાં પાકિસ્તાનનાં વર્તમાન રાષ્ટ્રપતિ આસિફ અલી જરદારીના ત્રણ દીકરાઓ, નવાઝ શરિફના દીકરા, આંર્તરિક બાબતોના મંત્રીના પત્ની સહિત અનેક લોકોના નામનો સમાવેશ થાય છે.

ભારતના સંદર્ભે શું છે હાલ ?

એક અખબારી સંસ્થાના ડેટા અનુસાર, દુબઈમાં રેસિડેન્શિયલ પ્રોપર્ટીમાં સૌથી વધુ માલિકી ભારતના લોકોની છે. કુલ 35000 પ્રોપર્ટી છે જે 29700 ભારતીયોના નામે માલિકી ધરાવે છે. 2022માં આ સંપતિનું મૂલ્ય 17 અરબ ડોલર માનવામાં આવતું હતું.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
WhatsApp પર નથી જોઈતું Meta AI? આ રીતે દૂર કરો ચપટી વગાડીને… વરસાદમાં ક્યા શાકભાજી ખાશો? સવારે બ્રશ કર્યા બાદ આ પાણીથી કરો કોગળા ભારત ત્રણ વાર ક્રિકેટમાં વર્લ્ડ ચૅમ્પિયન બન્યું છે, હવે ચોથો સુવર્ણ અવસર આવી ગયો