ઇન્ટરનેશનલટોપ ન્યૂઝ

Los Angeles Wildfires: આગે દિશા બદલતા ફાયર બ્રિગેડનો છૂટ્યો પરસેવો, બાઇડેને ગણાવ્યું- યુદ્ધ જેવું દ્રશ્ય

લૉસ એંજલસમાં લાગેલી સૌથી મોટી જંગલની આગ પર હજુ કાબુ મેળવી શકાયો નથી. મીડિયા રિપોર્ટ્સ મુડબ, અત્યાર સુધીમાં 11 લોકોના મૃત્યુ થયા છે અને 13 લોકો લાપતા છે. આગથી ફેલાયેલા પ્રદૂષણના કારણે રહેવાસીઓને દરિયાકિનારાના એક મોટા હિસ્સામાં પાણીથી દૂર રહેવા જણાવાયું છે. લૉસ એંજલસમાં લાગેલી આગે દિશા બદલી છે, જેના કારણે અનેક વિસ્તારોમાં સ્થિતિ વધારે ગંભીર બની રહી છે. અધિકારીઓ દ્વારા લોકોને સુરક્ષિત સ્થાન પર જવાનો આદેશ આપવામાં આવ્યો છે. આગ પર નિયંત્રણ મેળવવો હાલ સૌથી મોટો પડકાર બની ગયો છે. લૉસ એંજલસમાં લાગેલી આગમાં આશરે 12,000 ઈમોરતો ઝપેટમાં આવી ગઈ છે. કુલ 7000 એકર જમીન પર અસર થઈ છે. રિપોર્ટ પ્રમાણે સેંટા એનાએ આગને ઝડપથી ફેલાવવામાં મદદ કરી હતી. પેલિસેડ્સ ફાયર હવે બ્રેંટવુડ અને સૈન ફર્નાન્ડો ઘાટી તરફ આગળ વધી રહી છે. જેનાથી નવા વિસ્તારમાં ખતરો વધી ગયો છે.

નેશનલ વેધર સર્વિસે શું કહ્યું

નેશનલ વેધર સર્વિસે કહ્યું કે, સપ્તાહના અંત સુધી હવાની ગતિ ધીમી થઈ શકે છે. જેનાથી સ્થિતિમાં થોડી રાહત મળશે. જોકે કૈલ ફાયરે ચેતવણી આપી કે આગામી સપ્તાહ સુધી આગની સ્થિતિ બની રહેશે.

Also read: California Wildfires: મહાસત્તા બની લાચાર, અબજો ડોલરનું નુકસાન, હજારો ઘર બળીને ખાખ

યુદ્ધ જેવું દ્રશ્યઃ બાઇડેન

કેલિફોર્નિયાના ગવર્નર ગેવિન ન્યૂઝોમે આગ કઈ રીતે લાગી તેની સમીક્ષા કરવાનો આદેશ આપ્યો છે. તેમણે પાણીની કમીને ગંભીર રીતે પરેશાન કરનારી ગણાવી હતી. અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ જો બાઇડેને આ આફતને યુદ્ધના દ્રશ્ય જેવું ગણાવ્યું હતું. કમલા હેરિસ પણ સતત આના પર ધ્યાન રાખી રહ્યા છે અને સત્તાધીશો સાથે સંપર્કમાં છે.

લોસ એંજલસના જંગલમાં આગના સૌથી મુખ્ય સ્ત્રોત વીજળીને પેલિસેડ્સ અને ઈટને ફગાવી દીધા છે. બંનેએ કહ્યું કે, હજુ આ અંગેના કોઈ સત્તાવાર સંકેત મળ્યા નથી. કેલિફોર્નિયાના જંગલમાં 2022-23માં ભારે વરસાદથી વનસ્પતિની સંખ્યામાં વધારો થયો હતો. પરંતુ ગત વર્ષે દુકાળ પડતાં સુકાઈ ગઈ હતી. આગ લાગતાં તે ઝડપથી સળગી ઉઠી હતી, જેના પરિણામે આગે ધાર્યા કરતાં વિકરાળ રૂપ ધારણ કર્યુ છે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button