ભગવાન રામના જન્મસ્થળ અંગે નેપાળના PM ઓલીનો બફાટ: શું છે દાવા પાછળનું સત્ય?

કાઠમાંડુ: હિંદુ સનાતન ધર્મના પુસ્તકોના પુરાવાઓના આધારે 2019માં સુપ્રીમ કોર્ટે રામ જન્મભૂમિ-બાબરી મસ્જિદ વિવાદના નિર્ણયમાં સ્વીકાર કર્યું હતું કે અયોધ્યા જ ભગવાન રામનું જન્મ સ્થાન છે. પરંતુ નેપાળના વડા પ્રધાન કેપી શર્મા ઓલીએ ભગવાન રામના જન્મસ્થળને લઈને ફરી એકવાર બફાટ કર્યો છે, જેને લઈને નેપાળના વડા પ્રધાન ચર્ચાનું કેન્દ્ર બન્યા છે.
ભગવાન રામ, શિવ પર નેપાળી પીએમની ટિપ્પણી
2020 બાદ ફરી એકવાર નેપાળના વડા પ્રધાન કેપી શર્મા ઓલી ભગવાન રામના જન્મસ્થળને લઈને ટિપ્પણી કરીને ચર્ચામાં આવ્યા છે. જોકે, આ વખતે તેમણે ભગવાન શિવનો ઉલ્લેખ પણ કર્યો છે. કાઠમંડુમાં સીપીએન-યુએમએલના પ્રવાસન અને નાગરિક ઉડ્ડયન વિભાગ દ્વારા આયોજિત એક પાર્ટી કાર્યક્રમમાં નેપાળના વડા પ્રધાન કેપી શર્મા ઓલીએ સંબોધન કર્યું હતું.
નેપાળના વડા પ્રધાન કેપી શર્મા ઓલીએ કહ્યું હતું કે, ભગવાન રામ, શિવ અને ઋષિ વિશ્વામિત્ર જેવા દેવતાઓ નેપાળમાંથી ઉદ્ભવ્યા હતા. ભગવાન રામનો જન્મ તે જગ્યાએ થયો હતો જે હવે નેપાળની ભૂમિ છે.
આપણ વાંચો: ભગવાન રામને પૌરાણિક કહીને હિન્દુઓનું અપમાન કર્યું હોવાથી રાહુલ ગાંધી માફી માગે: વીએચપી
પીએમ ઓલીના દાવા પાછળનું સત્ય શું છે?
નેપાળમાં અયોધ્યા નામનું કોઈ સ્થળ નથી. પીએમ ઓલી જેને ભગવાન રામનું જન્મસ્થળ કહે છે તે ઋષિ વાલ્મીકિનો આશ્રમ છે. નેપાળના તરાઈ પ્રદેશમાં પારસા જિલ્લાના થોરી ગામમાં રામાયણના રચિયતા ઋષિ વાલ્મીકિનો આશ્રમ આવેલો છે. સીતાજીનું જન્મસ્થળ જનકપુર નેપાળમાં આવેલું છે. આ વિસ્તાર બિહારને અડીને આવેલો છે.
જેથી નેપાળને ભગવાન રામનું સાસરિયા કહેવામાં આવે છે. નેપાળમાં તિચવાનના માડીમાં બીજો એક આશ્રમ છે, જે ઋષિ વાલ્મીકિ આશ્રમ તરીકે ઓળખાય છે. જોકે, વાલ્મીકિ રામાયણ અનુસાર ભગવાન રામના દીકરા લવ અને કુશનો જન્મ ઋષિ વાલ્મીકિના આશ્રમમાં થયો હતો.
આપણ વાંચો:“ભયે પ્રગટ કૃપાલા” અયોધ્યામાં ભગવાન રામના જન્મોત્સવની દિવ્ય ઉજવણી; સુર્યતિલકનાં અલૌકિક દર્શન
શું વાસ્તવિક અયોધ્યા ખરેખર નેપાળમાં છે?
વર્ષ 2020માં જ્યારે કેપી ઓલીએ ભગવાન રામની જન્મભૂમીને લઈને દાવો કર્યો હતો, ત્યારે નેપાળી પોર્ટલ રિપબ્લિકાએ નાગરિક નેટવર્કે નકશાનો ફોટો બતાવીને ઓલીના દાવાઓને ચકાસવાનો પ્રયાસ કર્યો હતો. તે ચિત્રમાં, પ્રાચીન ભારતના કાશી, મગધ, પંચાલ વચ્ચે નેપાળની સરહદ નજીક અયોધ્યા નામનું સ્થળ બતાવવામાં આવ્યું છે.
સરયુ નદી આ બંને વચ્ચે વહે છે અને લગભગ તે જ જગ્યાએ હાલમાં યુપીમાં અયોધ્યાનું સ્થાન છે. નેપાળના વડા પ્રધાન કેપી શર્મા ઓલીના દાવા મુજબ, અયોધ્યા બિહાર સરહદની નજીક હોવું જોઈએ. તેમનું કહેવું છે કે, શ્રી રામનો જન્મ નેપાળમાં બિરગંજ નજીકના એક ગામમાં થયો હતો, જે હાલમાં ભારત-નેપાળ સરહદ પર છે.
તેમનું કહેવું છે કે વાસ્તવિક અયોધ્યા નેપાળમાં છે. જોકે, ભારતના અને લગભગ સમગ્ર વિશ્વના ઇતિહાસકારો પણ એવું માનતા નથી કે ભગવાન રામનો જન્મ નેપાળમાં થયો હતો.
2020માં પણ ઓપી શર્મો કોલીએ આપ્યું હતું નિવેદન
ઉલ્લેખનીય છે કે, નેપાળના વડા પ્રધાન કેપી શર્મા ઓલીએ 2020માં ભગવાન રામના જન્મસ્થળને લઈને વિવાદિત નિવેદન આપ્યું હતું. તેમણે કહ્યું હતું કે, ઓલીએ વિવાદિત નિવેદન કરતાં કહ્યું છે કે અયોધ્યા નેપાળમાં છે અને ભારતે એક નકલી અયોધ્યાને વિશ્વ સામે રજૂ કરીને સાંસ્કૃતિક અતિક્રમણ કર્યું છે.
આ ઉપરાંત તેમણે કહ્યું હતું કે ભગવાન રામ ભારતીય નહીં પણ નેપાળી હતા. તેમણે કહ્યું હતું કે ભગવાન શ્રી રામની નગરી અયોધ્યા ઉત્તર પ્રદેશમાં નહીં,બલકે નેપાળના વાલ્મીકિ આશ્રમની પાસે છે.