લંડનમાં અમેરિકન દૂતાવાસ બહાર વિસ્ફોટ, પોલીસે કરી ઘેરાબંધી…
લંડનઃ લંડનમાં અમેરિકાના દૂતાવાસ બહાર વિસ્ફોટ થયો છે. આ જોરદાર વિસ્ફોટ બાદ પોલીસે સમગ્ર વિસ્તારની ઘેરાબંધી કરી છે. લંડનની મેટ્રોપોલિટન પોલીસે પણ આ વાતની પુષ્ટિ કરી છે. પોલીસ મુજબ, આ ધડાકો મધ્ય લંડન સ્થિત અમેરિકન દૂતાવાસ પાસે થયો હતો. અહીં જોરદાર વિસ્ફોટનો અવાજ સંભળાયો હતો.
આ પણ વાંચો : અમેરિકન સિક્યોરિટીઝના લાંચ અને છેતરપિંડીના તમામ આરોપોને અદાણી ગ્રૂપે ફગાવ્યા
પોલીસ કરી રહી છે તપાસ
વિસ્ફોટ બાદ અધિકારીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર એક નિવેદન આપ્યું હતું. જેમાં મેટ્રોપોલિટન પોલીસે લખ્યું, અમને યુએસ એમ્બેસીની નજીક વિસ્ફોટ થયાની માહિતી મળી હતી. જે બાદ સાવધાનીના ભાગ રૂપે સમગ્ર વિસ્તારની ઘેરાબંધી કરવામાં આવી છે. હાલ તપાસ શરૂ છે.
આ પણ વાંચો : અમેરિકન મિસાઈલ બાદ હવે યુક્રેને રશિયા પર બ્રિટિશ ક્રૂઝ મિસાઈલ છોડી, વિશ્વયુદ્ધનું જોખમ વધ્યું!
એવું પણ કહેવાય છે કે મેટ્રોપોલિટન પોલીસને એક શંકાસ્પદ પેકેટ મળ્યા બાદ અમેરિકન દૂતાવાસ આસપાસના વ્યસ્ત વિસ્તારને બંધ કરી દેવામાં આવ્યો હતો અને લોકોને ઇમારતમાં બહાર નીકળી જવા જણાવાયું હતું. કેટલાક લોકોને અડધા કલાક સુધી ઈમારતમાં રહેવા જ જણાવાયું હતું. આ ઘટના બાદ અમેરિકાના દૂતાવાસે તેમના સત્તાવાર એક્સ હેન્ડલ પરથી જણાવ્યું કે, સ્થાનિક અધિકારી લંડનમાં અમેરિકન દૂતાવાસ બહાર એક શંકાસ્પદ પેકેટની તપાસ કરી રહ્યા છે. મેટ પોલીસ પણ ત્યાં હાજર છે. પોંટન રોડને બંધ કરી દેવામાં આવ્યો છે.