કેનેડાના વડા પ્રધાન Justin Trudeau મુશ્કેલીમાં, 28 સાંસદોએ કર્યો બળવો

ઓટાવા: કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રુડો (Justin Trudeau)ની મુશ્કેલીઓ વધી રહી છે, લિબરલ પાર્ટી ના કેટલાક સાંસદોએ બળવો (Liberal Party MP revolt) કર્યો છે. પાર્ટીના લગભગ 20થી વધુ સાંસદોએ ટ્રુડોને પદ છોડવા અને નેતૃત્વમાંથી હટી જવા કહ્યું છે, સાંસદોએ તેમને 28 ઓક્ટોબર સુધીનું અલ્ટીમેટમ આપ્યું છે. બીજી તરફ ગઈ કાલે ટ્રુડોએ કહ્યું કે તેઓ આગામી ચૂંટણીમાં પણ લિબરલ પાર્ટીનું નેતૃત્વ કરશે.
વડા પ્રધાન ટ્રુડોએ મીડિયા સાથેની વાત કરતા કહ્યું કે તેઓ આગામી ચૂંટણી માટેની વ્યૂહરચના પર કામ કરી રહ્યા છે. તેઓ આગામી ચૂંટણીમાં પાર્ટીનું નેતૃત્વ કરશે. જ્યારે તેમને પૂછવામાં આવ્યું કે શું તેઓ 28 ઓક્ટોબર પછી પદ પર રહેશે, તો ટ્રુડો “હાં”માં જવાબ આપ્યો હતો.
બુધવારે યોજાયેલી બેઠકમાં લિબરલ પાર્ટીના કેટલાક સાંસદોએ ટ્રુડોના રાજીનામાની માંગણી કરી હતી. સાંસદોએ દાવો કર્યો હતો કે ટ્રુડોના કારણે તેમની પાર્ટીને નુકસાન થઈ રહ્યું છે. પાર્ટીને તાજેતરની પેટાચૂંટણીમાં પણ હારનો સામનો કરવો પડ્યો છે.
સાંસદોની બંધ બારણે થયેલી મીટિંગ દરમિયાન, ટ્રુડોના રાજીનામા માટે રૂપરેખા અપાતા ડોક્યુમેન્ટ રજૂ કરવામાં આવ્યા હતાં, જોકે અલ્ટીમેટમ પૂર્ણ થયા બાદ શું પગલા લેવામાં આવશે તેનો કોઈ ઉલ્લેખ કરવામાં આવ્યો ન હતો.
Also Read – 5 વર્ષ બાદ પીએમ મોદી અને શી જિનપિંગે કરી દ્વિપક્ષીય મુલાકાત, જાણો શું થઈ ચર્ચા
સાંસદો આગામી ચૂંટણીની તૈયારીઓથી ખુશ નથી. લિબરલ પાર્ટીના સાંસદોમાં વધતા જતાં અસંતોષ પાછળનું બીજું કારણ જસ્ટિન ટ્રુડોની ઘટી રહેલી લોકપ્રિયતા છે. આગામી ચૂંટણીઓમાં ભારે હારના ડરથી કેટલાક સાંસદોએ ટ્રુડોના રાજીનામાની માંગ કરતા ડોક્યુમેન્ટ રજૂ કર્યા હતાં.