ઇન્ટરનેશનલટોપ ન્યૂઝ

Lebanon Blasts: પેજર બાદ વોકી-ટોકી બ્લાસ્ટથી લેબનોન ધણધણી ઉઠ્યું, ઈઝરાયેલે એરસ્ટ્રાઈક શરુ કરી


લેબનોનમાં પેજર બ્લાસ્ટ થવાની ધટના બાદ વોકી-ટોકીમાં પણ વિસ્ફોટ થવાની ઘટનાઓ (Lebanon walkies talkie blast) બની હતી, વોકી-ટોકી બ્લાસ્ટમાં 20 લોકો માર્યા ગયા અને 300 થી વધુ ઘાયલ થયા છે. જોકે કેટલી વોકી-ટોકીમાં બ્લાસ્ટ થયા છે એ હજુ સુધી જાણી શકાયું નથી.

અહેવાલ મુજબ હેન્ડ-હેલ્ડ વાયરલેસ રેડિયો ડિવાઈસ અને વોકી-ટોકી લગભગ પાંચ મહિના પહેલા ખરીદવામાં આવ્યા હતા, આ સમયે જ પેજરની ખરીદી કરવામાં આવી હતી. લેબનોનમાં પેજર અને વોકી ટોકી બ્લાસ્ટમાં અત્યાર સુધીમાં 32 લોકોના મોત થયા છે, જ્યારે હજારો લોકો ઘાયલ થયા છે.

| Also Read: Lebanon Pager Blast : હિઝબુલ્લાએ ઈઝરાયેલને બદલો લેવાની ધમકી આપી, એલર્ટ પર ઇઝરાયલ

Lebanon rocked by pager blasts; Israel launches airstrikes amid rising tensions!

અમેરિકાના મીડિયા રીપોર્ટ અનુસાર યુનાઇટેડ સ્ટેટ્સના સંરક્ષણ સચિવ લોયડ ઓસ્ટીને 48 કલાકમાં ત્રીજી વખત ઈઝરાયેલના સમકક્ષને ફોન કર્યો હતો.

પેજર અને વોકી ટોકી બ્લાસ્ટ વચ્ચે ઇઝરાયેલે લેબનોન પર મોટો હુમલો કર્યો છે. ઈઝરાયેલની વાયુસેનાએ દક્ષિણી લેબનોનના 6 શહેરોમાં એર સ્ટ્રાઈક કરી હતી. ઈઝરાયેલે જણાવ્યું કે આ હુમલા હિઝબુલ્લાના અડ્ડા પર કરવામાં આવ્યા છે.

Lebanon rocked by pager blasts; Israel launches airstrikes amid rising tensions!

ઇઝરાયેલની વાયુસેનાએ કહ્યું કે, તેણે દક્ષિણ લેબનોનના અલ જીબીન વિસ્તારમાં કેટલીક સૈન્ય ઇમારતોમાં કાર્યરત હિઝબુલ્લાહના કેટલાક સભ્યોને ઓળખ કરી હતી. આ પછી ફાઈટર પ્લેન્સે આ ઈમારતો પર હુમલો કર્યો હતો. આ સિવાય લડાકુ વિમાનોએ દક્ષિણ લેબેનોનમાં મેર્હાવિમ, હલતા, કાફ્ર કિલા, અલ અદિસા અને શેમામાં હિઝબુલ્લાહના લોન્ચર અને અન્ય સૈન્ય માળખા પર હુમલો કર્યો.

| Also Read: Lebanon Pager Blast : લેબનોનમાં પેજર બ્લાસ્ટ, 11 લોકોના મોત ઈરાનના રાજદૂત સહિત 3000 થી વધુ લોકો ઘાયલ

બ્લાસ્ટની ઘટનાઓ બાદ જોર્ડનના વિદેશ મંત્રાલયે લેબનોનને તબીબી સહાયની ઓફર કરી છે. x પર એકની એક પોસ્ટમાં જોર્ડનના વિદેશ મંત્રાલયે જણાવ્યું હતું કે, “અમે લેબનોનમાં વિસ્ફોટમાં ઘાયલ થયેલા હજારો લેબનીઝ નાગરિકોની સારવાર માટે જરૂરી કોઈપણ તબીબી સહાય પૂરી પાડવા માટે તૈયાર છીએ. જોર્ડનના કાર્યવાહક વિદેશ પ્રધાન અયમાન સફાદીએ લેબનાનના વડા પ્રધાન નજીબ મિકાતીને ફોન કર્યો છે અને લેબનોનની સુરક્ષા, સાર્વભૌમત્વ અને સ્થિરતા માટે જોર્ડનના સમર્થનની ઓફર કરી છે.”

Back to top button
આ ભારતીય ક્રિકેટરો સંપૂર્ણ શાકાહારી છે એક દિવસમાં કેટલી રોટલી ખાવી જોઈએ, શું કહે છે નિષ્ણાતો? 48 કલાક બાદ સૂર્યગ્રહણ, આ રાશિના જાતકોનો શરૂ થશે ગોલ્ડન પીરિયડ વિશ્વયુદ્ધ થાય તો કયા દેશ હશે સુરક્ષિત

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker