Lebanon Pager Blast : લેબનોનમાં પેજર બ્લાસ્ટ, 11 લોકોના મોત ઈરાનના રાજદૂત સહિત 3000 થી વધુ લોકો ઘાયલ
બેરૂત : લેબનોનની રાજધાની બેરૂતમાં મંગળવારે થયેલા શ્રેણીબદ્ધ બ્લાસ્ટના(Lebanon Pager Blast) કારણે રસ્તાઓ પર દોડભાગ મચી હતી. જેમાં કોમ્યુનિકેશન માટે ઉપયોગમાં લેવાતા ઈલેક્ટ્રોનિક ગેજેટ પેજરમાં શ્રેણીબદ્ધ વિસ્ફોટો થયા હતા. હિઝબુલ્લાના સભ્યો નાગરિકો અને ડોકટરો સહિત 3,000 થી વધુ લોકો ઘાયલ થયા હતા. આ વિસ્ફોટમાં હિઝબુલ્લાના સભ્યો સહિત 11 લોકોએ જીવ ગુમાવ્યો છે. લોકોના ખિસ્સામાં રાખવામાં આવેલા અનેક પેજરમાં વિસ્ફોટ થતાં શહેરમાં ભયનો માહોલ છે.
હિઝબુલ્લાએ કહ્યું છે કે હિઝબુલ્લાના સભ્યો અને અન્ય લોકો દ્વારા સંદેશાવ્યવહાર માટે ઉપયોગમાં લેવાતા પેજરમાં સ્થાનિક સમય મુજબ મંગળવારે બપોરે 3:30 વાગ્યે શ્રેણીબદ્ધ વિસ્ફોટ થયા હતા.
ઈરાનના રાજદૂત પણ ઘાયલ થયા
ઈરાનની ન્યૂઝ એજન્સીએ અહેવાલ આપ્યો છે કે લેબનોનમાં ઈરાનના રાજદૂત મોજતબા અમાની પણ વિસ્ફોટમાં ઘાયલ થયા છે. ત્રણ સુરક્ષા સૂત્રોએ જણાવ્યું હતું કે વિસ્ફોટિત પેજર્સ તાજેતરના મહિનાઓમાં હિઝબુલ્લા દ્વારા આપવામાં આવેલા નવીનતમ મોડલ હતા.
શહેરમાં ભયનું વાતાવરણ
શ્રેણીબદ્ધ વિસ્ફોટો બાદથી એમ્બ્યુલન્સ બેરૂતની દક્ષિણે આવેલા વિસ્તારોમાંથી પસાર થતી જોવા મળી રહી છે. જે હિઝબુલ્લાનો ગઢ છે. વિસ્ફોટો બાદ ગભરાટનો માહોલ છે. એક સુરક્ષા સૂત્રએ જણાવ્યું હતું કે લેબનોનના દક્ષિણ ભાગમાં ઘણા પેજર વિસ્ફોટ થયા હતા.શ્રેણીબદ્ધ વિસ્ફોટોમાં ઈજાગ્રસ્તોને તેમના સંબંધીઓ મોટરસાઈકલ અને કારમાં હોસ્પિટલ લઈ જતા જોવા મળ્યા હતા.
ઇજાગ્રસ્ત લોકોની હોસ્પિટલમાં સારવાર
દેશના દક્ષિણ ભાગમાં નાબાતીયેહ પબ્લિક હોસ્પિટલના વડા હસન વાઝનીએ સમાચાર એજન્સીને જણાવ્યું હતું કે લગભગ 40 ઘાયલ લોકોની તેમની હોસ્પિટલમાં સારવાર કરવામાં આવી રહી છે. ઘાયલોને ચહેરા, આંખ અને હાથ-પગના ભાગે ઇજા થઈ છે.
ઈરાને હુમલાની નિંદા કરી
ઈરાનની સમાચાર એજન્સી અનુસાર, ઈરાનના વિદેશ મંત્રીએ આ હુમલાની સખત નિંદા કરી છે. આ હુમલામાં ઘાયલ થયેલા લેબનોનમાં ઈરાનના રાજદૂત મોજતબા અમાની સાથે પણ અરાકચીએ વાત કરી છે. અમાનીને સામાન્ય ઈજાઓ થઈ છે અને તે હાલમાં હોસ્પિટલમાં દાખલ છે.
Also Read –