ઇન્ટરનેશનલ

આયર્ન ડોમ છોડો, ઇઝરાયલની એરો ડિફેન્સ સિસ્ટમ આપે છે દુશ્મનોને જડબાતોડ જવાબ..

ઇઝરાયલના આયર્ન ડોમ મિસાઇલ સિસ્ટમની તાકાતથી સમગ્ર વિશ્વ પરિચિત છે. જો કે ખરેખર તો ઢાલ બનીને ઇઝરાયલનું રક્ષણ કરે છે તેની એરો મિસાઇલ ડિફેન્સ સિસ્ટમ. હમાસ અને હિઝબુલ્લાહ બાદ હવે યમનના હૂથી બળવાખોરોના લશ્કરે ઇઝરાયલ પર આક્રમણ કર્યું છે ત્યારે ઇઝરાયલની અનોખી એરો સિસ્ટમે હૂથી લશ્કરની મિસાઇલને તોડી પાડી છે. રશિયાની એસ-400 મિસાઇલની જેમ તે દેશનું રક્ષણ કરે છે.

ઇઝરાયલ અને અમેરિકાનું માનવું છે કે યમનના હૂથી બળવાખોરોને ઇરાનનું સમર્થન છે. ઇઝરાયલની આયર્ન ડોમ સિસ્ટમની દુનિયાભરમાં ખૂબ ચર્ચા થાય છે પરંતુ નિષ્ણાતો કહે છે કે ખરેખર જો કોઇ ગેમચેન્જર હોય તો એ એરો મિસાઇલ ડિફેન્સ સિસ્ટમ છે. આ સિસ્ટમે હૂથી લશ્કરની મિસાઇલને હવામાં જ ખતમ કરી દીધી છે. ઇઝરાયલ એરો સ્પેસ ઇન્ડસ્ટ્રીના સીઇઓ અને અધ્યક્ષ બોઆઝ લેવીનું કહેવું છે કે અમેરિકા અને ઇઝરાયલે સાથે મળીને જે એરો ડિફેન્સ સિસ્ટમ વિકસાવી છે તેણે આજે સાબિત કર્યું છે કે ઇઝરાયલ પાસે વિભિન્ન અંતરની બેલિસ્ટિક મિસાઇલ સામે લડવા માટેની સૌથી ઉત્કૃષ્ટ ટેકનીક છે. ઇરાનને ધ્યાનમાં રાખીને જ આ સિસ્ટમ વિકસાવાઇ છે.

વર્ષ 2022માં તત્કાલીન અમેરિકાના સેના પ્રમુખ કેનેથ મેકેન્ઝીએ કહ્યું હતું કે ઇરાન પાસે 3000થી વધુ બેલિસ્ટિક મિસાઇલ છે. જેમાં ક્રૂઝ મિસાઇલની ગણતરી નથી. તેમાંથી ફક્ત અમુક જ મિસાઇલ ડોમ સુધી પહોંચી શકે છે. પરંતુ મુદ્દો એ છે કે 1990ના દાયકાથી જ ઇસ્લામિક દેશો પાસે એવા હથિયારો છે જે ઇઝરાયલ સુધી પહોંચી શકે છે. જો કે ઇઝરાયલને ખાતરી હતી કે એરો ડિફેન્સ સિસ્ટમની ઢાલ કાયમ તેના પર રહેશે. જર્મનીએ પણ ગત વર્ષે એરો સિસ્ટમ ખરીદી હતી.

એરો સિસ્ટમની ઇઝરાયલને મળેલી સફળતા ઇરાન માટે એક સંદેશ છે કે ન તો તે અથવા ન તો તેના પ્રતિનિધિ ઇઝરાયલને નુકસાન પહોંચાડી શકે છે. હમાસ અનેકવાર આયરન ડોમને પર રોકેટ છોડીને તેને ખતમ કરવાના પ્રયત્નો કરી ચુક્યું છે, અને હવે જો ઇરાન કે તેના સમર્થકો એવો કોઇ પ્રયત્ન કરે તો એરો ડિફેન્સ સિસ્ટમ તેને જડબાતોડ જવાબ આપશે.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
2024માં આ સેલિબ્રિટી કપલ છૂટા પડ્યા હાર્દિક જ નહીં આ Legends Cricketerની Married Lifeમાં ભંગાણ પડ્યા છે સાચી રીતે નહાવાની રીત જાણો છો? એક કિડની પર કેટલા સમય જીવી શકાય? જાણો Experts શું કહે છે…