Israel Vs Hamas: ઇઝરાયલે સિનવારને આ રીતે હણ્યો, છેલ્લી પળોનો વીડિયો વાઇરલ

ઈઝરાયેલના વિદેશ મંત્રી ઈઝરાયેલ કાત્ઝે પુષ્ટિ કરી છે કે ઈઝરાયેલ પર 7 ઓક્ટોબરના હુમલો કરાવનાર હમાસનો વડો યાહ્યા સિનવાર માર્યો ગયો છે. પ્રારંભિક ડીએનએ તપાસના આધારે આ માહિતી આપવામાં આવી છે.
ઑક્ટોબર 7ના ઇઝરાયેલ પર અત્યાર સુધીના સૌથી મોટા આતંકવાદી હુમલામાં 1,200 ઇઝરાયેલી નાગરિકો માર્યા ગયા હતા. આ પછી સમગ્ર મધ્ય પૂર્વમાં તણાવ ફેલાઈ ગયો હતો. હમાસના વડા સિનવારની હત્યા કર્યા બાદ ઈઝરાયેલે નિવેદન જારી કરીને કહ્યું હતું કે અમે અમારો બદલો લઈ લીધો છે, પરંતુ હમાસ સામેની અમારી લડાઈ ભવિષ્યમાં પણ ચાલુ રહેશે.
ઇઝરાયલી આર્મી (IDF) દ્વારા યાહ્યા સિનવારને મારવાનો વીડિયો બહાર પાડવામાં આવ્યો છે, જેમાં લોહીથી લથપથ શરીર, માથાથી પગ સુધી ધૂળ અને તે ભાગવાનો અસફળ પ્રયાસ કરતો જોવા મળી રહ્યો છે. યાહ્યા સિનવારની અંતિમ ક્ષણો વીડિયોમાં કેદ કરવામાં આવી છે. હમાસનો વડો તેની અંતિમ ક્ષણોમાં ખૂબ જ લાચાર દેખાય છે. ગુરુવારે સાંજે ઇઝરાયલના હુમલામાં હમાસનો વડો યાહ્યા સિનવાર માર્યો ગયો. ત્યાર બાદ IDFએ આ વીડિયો શેર કર્યો છે અને સિનવારની હત્યાના પુરાવા આપ્યા છે. કહેવામાં આવી રહ્યું છે કે યાહ્યા સિનવાર ને મારવા માટે ઈઝરાયેલે સ્પેશિયલ ઓપરેશન શરૂ કર્યું હતું.
ઇઝરાયલી સૈનિકોએ બુધવારે ગાઝામાં એક બિલ્ડિંગ પર હુમલો કર્યો હતો. જેમાં ત્રણ લોકોના મોત થયા હતા. ગુરુવારે જ્યારે સૈનિકો ઈમારતમાં પ્રવેશ્યા ત્યારે તેમને એક મૃત વ્યક્તિ મળ્યો જે સિનવાર જેવો દેખાતો હતો. તેણે પોતાને બચાવવા માટે અહીંથી ત્યાં ભાગવાનું શરૂ કર્યું. IDFએ જણાવ્યું હતું કે અમારી ટીમે યાહ્યા સિનવારનું સ્થાન શોધી કાઢ્યું અને તેને ખતમ કરી દીધો. ગાઝામાં ઈઝરાયલ દ્વારા હાથ ધરવામાં આવેલા આ વિશેષ ઓપરેશન દરમિયાન સિનવારના ઘણા વધુ સહયોગીઓ પણ માર્યા ગયા છે.
ઇઝરાયલની સેનાએ જણાવ્યું હતું કે હમાસ ચીફ સિનવાર માર્યો ગયો તેના થોડા સમય પહેલા જ ગાઝાની સુરંગોમાં ઘૂમી રહ્યો હતો ત્યાર બાદ તે આ સુરંગોમાંથી બહાર આવીને એક બિલ્ડિંગમાં છુપાઈ ગયો હતો. IDFને તેની માહિતી મળી હતી. આ પછી જ ઈઝરાયલની સેનાએ સમગ્ર વિસ્તારને ઘેરી લીધો હતો. આ પછી ઈઝરાયલે તે ઈમારતને નિશાન બનાવી તેને નષ્ટ કરી દીધી. આ હુમલામાં સિનવર ખરાબ રીતે ઘાયલ થયો હતો અને બાદમાં તેનું મોત થયું હતું.
હમાસ ચીફની હત્યા કર્યા બાદ ઈઝરાયલે નિવેદન બહાર પાડીને જણાવ્યું હતું કે તેમણે બદલો લઈ લીધો છે. સિનવાર માર્યો ગયો છે.
સિનવારની હત્યા બાદ હમાસ દ્વારા બંધક બનેલાઓને મુક્ત કરાવવાની શક્યતાઓ વધી ગઈ છે.
Also Read –