કિમ જોંગની 'જાસૂસી': ઉત્તર કોરિયામાં અમેરિકાના નિષ્ફળ ઓપરેશનની રિયલ સ્ટોરી જાણો | મુંબઈ સમાચાર
ઇન્ટરનેશનલ

કિમ જોંગની ‘જાસૂસી’: ઉત્તર કોરિયામાં અમેરિકાના નિષ્ફળ ઓપરેશનની રિયલ સ્ટોરી જાણો

વિશ્વના 9 દેશો પરમાણુ હથિયારોથી સજ્જ છે. જેમાં અમેરિકા, રશિયા, બ્રિટેન, ફ્રાંસ, ચીન, ભારત, પાકિસ્તાન, ઉત્તર કોરિયા અને ઇઝરાયલનો સમાવેશ થાય છે. ઉત્તર કોરિયાએ વર્ષ 2006માં પોતાનું પહેલું પરમાણુ કરી હતી. જોકે, પોતાની જાતને શાંતિદૂત સાબિત કરવા નીકળેલા અમેરિકાના રાષ્ટ્રપતિ ડૉનાલ્ડ ટ્રમ્પે પોતાના અગાઉના કાર્યકાળ ઉત્તર કોરિયાનો પરમાણું કાર્યક્રમ બંધ કરાવવા માટે પ્રયાસો કર્યા હતા. આ પ્રયાસોના ભાગરૂપે અમેરિકા દ્વારા એક ખુફિયા ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. આ ઓપરેશનનો હેતું શું હતો? તે સફળ થયું કે નિષ્ફળ? આવો વિગતવાર જાણીએ.

કિમ જોંગ-ઉનના કોલ અટકાવવાનો થયો પ્રયાસ

2019માં અમેરિકાના રાષ્ટ્રપતિ ડૉનાલ્ડ ટ્રમ્પ ઉત્તર કોરિયા સાથે પરમાણુ વાટાઘાટો કરવાની તૈયારી કરી રહ્યા હતા. ત્યારે તેમની ટીમે ઉત્તર કોરિયા પર પછી તેમની ટીમે ઉત્તર કોરિયા પર વ્યૂહાત્મક ફાયદો મેળવવાનો પ્રયાસ કર્યો હતો. જેના ભાગરૂપે ઉત્તર કોરિયાના રાષ્ટ્રપતિ કિમ જોંગ-ઉનના કોલ અને કોમ્યુનિકેશનમાં અવરોધ ઊભો કરવાનું નક્કી કરવામાં આવ્યું હતું. જેથી તેને હેક કરી શકાય.

આંતરરાષ્ટ્રીય મીડિયા અહેવાલ અનુસાર, ડૉનાલ્ડ ટ્રમ્પની મંજૂરી સાથે શરૂ થયેલા આ ખુફિયા ઓપરેશન માટે અમેરિકન નેવી સીલ્સની 6 ટીમ બે મિની સબમરીન સાથે ઉત્તર કોરિયાના દરિયામાં પહોંચી હતી. જેનો હેતુ ઉત્તર કોરિયામાં એવું ઈલેક્ટ્રોનિક ઉપકરણ ઇન્સ્ટોલ કરવાનો હતો, જેનાથી કિમ જોંગ-ઉનની કોમ્યુનિકેશન સિસ્ટમને અવરોધિત કરી શકાય.

ઉત્તર કોરિયાના દરિયામાં ખોટા પડ્યા અમેરિકાના અનુમાન

અમેરિકન નેવીની યોજના પ્રમાણે બંને સબમરીને ઉત્તર કોરિયાના તટ પાસે એક સીધી રેખામાં ઊભા રહેવાનું હતું. પરંતુ એક સબમરીન પોતાની નક્કી કરેલી જગ્યા કરતાં આગળ નીકળી ગઈ. જેથી તેને યુ ટર્ન લઈને પાછું આવવું પડ્યું. આનાથી અવ્યવસ્થા સર્જાઈ અને ટીમને સમયસર તટ પર પહોંચવામાં મોડું થયું.

આ સિવાય અમેરિકન નેવીના સીલ્સની ટીમ પાસે સર્વેલન્સ માટે લાઈવ ડ્રોન ફીડ કે અન્ય કોઈ હવાઈ મદદ ન હતી. તેમણે માત્ર સેટેલાઈટ અને ઉંચાઈથી કરવામાં આવેલા જાસૂસી સર્વેક્ષણના આધારે આગળ વધવાનું હતું. જોકે, તેનાથી અમેરિકન નેવીની ટીમને સારી ગુણવત્તાવાળી તસવીરો મળી ન હતી. તેથી નક્કી કરેલી જગ્યાએ ઉતર્યા બાદ સીલ્સની ટીમ સંભવિત જોખમોનો સામનો કરવાની તૈયારી સાથે અંધારી રાતે દરિયામાં તરીને તટ તરફ પહોંચી હતી.

સીલ્સની ટીમને ઓપરેશન બંધ કરવું પડ્યું

સીલ્સની ટીમને લાગ્યું કે આ એક સૂમસામ જગ્યા છે. પરંતુ ત્યાં જ નજીકમાં માછીમારોની નાવડી ઊભી હતી. જેમાં ઉત્તર કોરિયાની આર્મીની એક નાનકડી ટુકડી પણ હતી‌. આ દરમિયાન મિની સબમરીનના પાયલટે પહેલા સર્જાયેલી અવ્યવસ્થાને સરખી કરવાનો પ્રયાસ કર્યો. જેથી તેમાંથી ઇલેક્ટ્રિક મોટરનો અવાજ આવવા લાગ્યો. જેથી કોરિયન આર્મીનું ધ્યાન તેની તરફ ગયું. માછીમારોની નાવડીમાં સવાર કોરિયન આર્મીની ટીમ સબમરીનને શોધવા આગળ વધી. જેથી ઓપરેશનના નિયમો અનુસાર અમેરિકન નેવી સાથે ગયેલી સીલ્સની ટીમને તાત્કાલિક પોતાનું ખુફિયા ઓપરેશન રદ કરવું પડ્યું હતું.

આપણ વાંચો: ટ્રમ્પની ટેરિફ પોલિસી ભારે પડી અમેરિકાને? બેકારી અને મોંઘવારી દરના શું થયા હાલ?

Mumbai Samachar Team

એશિયાનું સૌથી જૂનું ગુજરાતી વર્તમાન પત્ર. રાષ્ટ્રીયથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તરના દરેક ક્ષેત્રની સાચી, અર્થપૂર્ણ માહિતી સહિત વિશ્વસનીય સમાચાર પૂરું પાડતું ગુજરાતી અખબાર. મુંબઈ સમાચારના વરિષ્ઠ પત્રકારવતીથી એડિટિંગ કરવામાં આવેલી સ્ટોરી, ન્યૂઝનું ડેસ્ક. મુંબઇ સમાચાર ૧ જુલાઇ, ૧૮૨૨ના દિવસે શરૂ કરવામાં આવ્યું ત્યારથી આજદિન સુધી નિરંતર પ્રસિદ્ધ થતું આવ્યું છે. આ… More »

સંબંધિત લેખો

Back to top button