‘દિલ્હી બનશે ખાલિસ્તાન’ કેનેડામાં જામીન પર છૂટ્યા બાદ ગોસલે ભારતને ધમકી આપી

ઓટાવા: કેનેડામાં જેલમાં રહેલો ખાલિસ્તાની અલગતાવાદી ઈન્દ્રજીત સિંહ તાજેતરમાં જામીન પર મુક્ત થયો હતો. જેલની બહાર આવતાની સાથે તેણે ભારત વિરુદ્ધ ઝેર ઓકવાનું શરુ કર્યું છે. ગોસલે એક વિડિઓ બહાર પાડીને ધમકી આપી કે દિલ્હી ટૂંક સમયમાં ખાલિસ્તાન બની જશે. તેણે ભારતમાં ખાલિસ્તાન લોકમતની માંગ કરી.
કેનડામાં ખાલિસ્તાની અભિયાન સાથે જોડાયેલા ગોસલને એક અઠવાડિયાની અંદર ઓન્ટારિયો સેન્ટ્રલ ઇસ્ટ કરેક્શનલ સેન્ટરમાંથી જામીન પર મુક્ત કરવામાં આવ્યો હતો. જામીન મળ્યા પછી તરત જ, ગોસલે એક વિડિઓ બહાર પાડ્યો જેમાં ભારતના ટોચના સિક્યોરિટી ઓફિસરને ચેતવણી આપી.
વીડિયોમાં ગોસલે કહ્યું, “23 નવેમ્બર, 2025 ના રોજ ખાલિસ્તાન લોકમતનું આયોજન કરવા માટે ગુરપતવંત સિંહ પન્નુનને સમર્થન આપવા માટે હું બહાર આવી ગયો છું; દિલ્હી બનેગા ખાલિસ્તાન.”
ડોભાલને પડકાર ફેંક્યો:
આ જ ક્લિપમાં ખાલિસ્તાની આતંકવાદી ગુરપતવંત સિંહ પન્નુને ભારત સરકાર અને ભારતના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજિત ડોભાલને પડકાર ફેંક્યો. પન્નુને જાહેરાત કરી, “અજિત ડોભાલ, તમે કેનેડા, અમેરિકા અથવા કોઈપણ યુરોપિયન દેશમાં આવીને મારી ધરપકડ કરવાનો પ્રયાસ કેમ નથી કરતા? ડોભાલ, હું તમારી રાહ જોઈ રહ્યો છું,”
પ્રતિબંધિત સંગઠન શીખ્સ ફોર જસ્ટિસ વડા પન્નુને સતત ભારત વિરુદ્ધ નિવેદનો આપતો રહે છે. ઓગસ્ટ મહિનાની શરૂઆતમાં તેણે જાહેરત કરી હતી કે જો કોઈ સ્વતંત્રતા દિવસે લાલ કિલ્લા પર ભારતનો ધ્વજ ફરકાવતા અટકાવશે તો તે તેને ₹11 કરોડનું ઇનામ આપશે.
ગોસલ ગુરપતવંત પન્નુનનો નજીકનો માણસ માનવામાં આવે છે.
આ પણ વાંચો…કેનેડામાં ભારતીય દૂતાવાસનો ઘેરાવ થશે! ખાલિસ્તાની સંગઠન SFJએ આપી ખુલ્લી ધમકી