લંડનમાં મેનેજરે ભારતીયને ‘ગુલામ’ કહ્યો: કોર્ટે રૂ.80 લાખનું વળતરનો આદેશ આપ્યો…

લંડન: યુનાઇટેડ કિંગડમ(UK)ના લંડનમાં આવેલા એક KFC આઉટલેટમાં કામ કરતા એક ભારતીય મૂળના કર્મચારી સામે વંશીય ટીપ્પણી કરવામાં આવી હતી. આ કેસમાં કોર્ટે પીડિતને રૂ.80 લાખનું વળતર અપાવ્યું છે.અહેવાલ મુજબ તમિલનાડુ મૂળના મધેશ રવિચંદ્રને જાન્યુઆરી 2023 માં લંડનના વેસ્ટ વિકહામમાં આવેલા એક KFC આઉટલેટમાં કામ કરવાનું શરૂ કર્યું હતું, અહીં થોડો સમય કામ કર્યાના બે મહિના બાદ આરોપ લગાવ્યો હતો કે આઉટલેટના મેનેજરે તેને “ગુલામ” કહ્યો હતો અને ઓવરટાઈમ કરવા દબાણ કર્યું હતું. રવિચંદ્રને આરોપ લગાવ્યો કે મેનેજરે તેને મળતી વાર્ષિક રજા આપી ન હતી.
અહેવાલ મુજબ KFC આઉટલેટની ઓળખ કાજન થિવેન્થિરામ તરીકે થઇ છે, જે શ્રીલંકાનો તમિલ છે. આરોપ મુજબ કાજન અન્ય સ્ટાફ મેમ્બર્સને કહેતો કે તે શ્રીલંકન તમિલ સ્ટાફને પ્રાથમિકતા આપશે, તેણે ભારતના રવિચંદ્રનને “ગુલામ” કહ્યો હતો.
આ ઘટના બાદ રવિચંદ્રને નોકરી છોડી દીધી હતી અને તેણે આરોપ લગાવ્યો કે મુદ્દો ઉઠાવવા છતાં કંપનીએ કોઈ યોગ્ય તપાસ કરી નહીં. બાદમાં તેણે ટ્રિબ્યુનલ સમક્ષ અપીલ કરી.
ટ્રિબ્યુનલના ન્યાયાધીશે રવિચંદ્રના ભારતીય હોવાને કારણે તેની રાજા મંજુર કરવામાં આવી ન હતી, તેને અપમાનિત પણ કરવામાં આવ્યો હતો. ન્યાયાધીશે જણાવ્યું કે રવિચંદ્રન વંશીય ભેદભાવ અને ઉત્પીડનનો ભોગ બન્યો હતો, તેને ખોટી રીતે બરતરફ કરવામાં આવ્યો હતો.
ટ્રિબ્યુનલે રવિચંદ્રનનો વળતર તરીકે £66,800 આપવામાં આદેશ કર્યો.
જ્યાં આ ઘટના બની હતી એ KFC આઉટલેટનું સંચાલન કરતી કરે નેક્સસ ફૂડ્સ લિમિટેડના તમામ કર્મચારીઓને કાર્યસ્થળ પર ભેદભાવ વિશે તાલીમ આપવા માટે આદેશ આપવામાં આવ્યો.
આ પણ વાંચો…મોરબીમાં KFCની ફ્રેન્ચાઇઝી આપવાને બહાને રૂ. 38.32 લાખની છતરપિંડી



