Friends ફેમ મેથ્યુ પેરીના મોત મામલે ભારતીય મૂળની મહિલા ગુનો કબુલશે! જાણો કોણ છે 'કેટામાઇન ક્વીન' | મુંબઈ સમાચાર
ઇન્ટરનેશનલ

Friends ફેમ મેથ્યુ પેરીના મોત મામલે ભારતીય મૂળની મહિલા ગુનો કબુલશે! જાણો કોણ છે ‘કેટામાઇન ક્વીન’

લોસ એન્જલસ: વર્ષ 2023ના ઓક્ટોબર મહિનામાં લોકપ્રિય અમેરિકન સિરીઝ ફ્રેન્ડ્સમાં અભિનય માટે જાણીતા અભિનેતા મેથ્યુ પેરીનું મૃત્યુ (Matthew Perry Death case) થયું હતું, તાપસમાં તેના મૃત્યુનું કારણ ડ્રગ્સનું સેવન હોવાનું જાણવા મળતા એન્ટરટેનમેન્ટ ઇન્ડસ્ટ્રીમાં ખળભળાટ મચી ગયો હતો. આ મામલે ડ્રગ્સ સપ્લાય કરવામાં આરોપ સર ભારતીય મૂળની “કેટામાઇન ક્વીન” તરીકે જસવીન સંઘાની ધરપકડ કરવામાં આવી (Ketamine Queen Jasveen Sangha) હતી. હવે જસવીન સંઘા ગુનો કબુલવા માટે તૈયાર થઇ છે.

અહેવાલ મુજબ 42 વર્ષીય જસવીન સંઘાએ સોમવારે ફેડરલ પ્રોસિક્યુટર્સ સાથે કરાર કર્યો અને મેથ્યુ પેરીના મોત સાથે જોડાયેલા કેસમાં ડ્રગ સપ્લાય કરવાનો ગુનો કબુલવા માટે સંમત થઇ છે. યુએસ ડિપાર્ટમેન્ટ ઓફ જસ્ટિસે આ અંગે સત્તાવાર જાહેરાત કરી હતી.

મેથ્યુ પેરીને ડ્રગ્સની સપ્લાય કરી હતી:
જસવીન સંઘા સામે સપ્ટેમ્બરમાં ટ્રાયલ શરૂ થવાની હતી, તેના પર હત્યા અને ડ્રગ્સ સપ્લાય સહિતના પાંચ ફેડરલ આરોપો લગાવવાના આવ્યા છે, હવે તે લોસ એન્જલસની કોર્ટમાં તમામ આરોપો સ્વીકારશે. મેથ્યુ પેરીના મૃત્યુ કેસમાં જસવીન સંઘા પાંચમી ગુનેગાર સાબિત થશે છે. અગાઉ ડૉ. સાલ્વાડોર પ્લાસેન્સિયા, ડૉ. માર્ક ચાવેઝ, કેનેથ ઇવામાસા અને એરિક ફ્લેમિંગ દોષિત ઠરી ચુક્યા છે. ગુનેગારોને હજુ સુધી સજા સંભળાવવામાં આવી નથી.

કેનેથ ઇવામાસા પેરીના મેથ્યુ પેરીના સહાયક તરીકે કામ કરતો હતો, તે પેરીને કેટામાઇન ખરીદવામાં અને ઇન્જેક્શન લગાવી આપવા મદદ કરતો હતો. એરિક ફ્લેમિંગ કેટામાઇન ડ્રગ્સ કેટામાઇન સંઘા પાસેથી ખરીદીને પેરી સુધી પહોંચાડ્યું હતું.

45 વર્ષની સજા થઇ શકે છે:
પેરીના મૃત્યુના ચાર દિવસ પહેલા જ સંઘાએ કેટામાઇનની 25 શીશીઓ પેરી $6,000 લઇને સપ્લાય કરી હતી. વર્ષ 2019 જસવીન પાસેથી ખરીદેલા ડ્રગ્સનું સેવન કરવાથી તેના ક્લાયન્ટ કોડી મેકલોરીએનું મોત થયું હતું. આગામી અઠવાડિયામાં જસવીનને ફેડરલ કોર્ટમાં હાજર કરવામાં આવી શકે છે. અહેવાલ મુજબ 45 વર્ષ સુધીની જેલની સજા થઈ શકે છે.

કોણ છે જસવીન સંઘા:
“કેટામાઇન ક્વીન” ઓળખાતી જસવીન સંઘા યુએસની એક કુખ્યાત ડ્રગ ડીલર છે, અગાઉ પણ ઘણા કેસમાં તે આરોપી રહી ચુકી છે. ફેડરલ પ્રોસિક્યુટર્સના જણાવ્યા મુજબ લોસ એન્જલસમાં આવેલુ જસવીન સંઘાનું ઘર “ડ્રગ્સ-સેલિંગ એમ્પોરિયમ” છે.

જસવીન સંઘા પાસે યુએસ ઉપરાંત યુકેની પણ નાગરિકતા છે, તે સોશિયલ મીડિયા પર સતત એક્ટીવ રહે છે. જેમાં તે લકઝરીયસ લાઈફ સ્ટાઈલ માણતી જોવા મળે છે.

જસવીન સંઘાએ 2005 માં ઇર્વિનની યુનિવર્સિટી ઓફ કેલિફોર્નિયાથી ગ્રેજ્યુએશન કર્યું અને 2010 માં હલ્ટ બિઝનેસ સ્કૂલમાંથી MBAની ડીગ્રી મેળવી. ગ્રેજ્યુએટ થયા બાદ તેણે મેરિલ લિંચમાં નોકરી મેળવી. ત્યાર બાદ તેણે યુએસમાં ડ્રગ્સનો અન્ડર ગ્રાઉન્ડ બિઝનેસ શરુ કર્યો હતો, સમય જતા તે “કેટામાઇન ક્વીન” તરીકે જાણીતી થઇ હતી.

ઘરમાંથી મળ્યો ડ્રગ્સનો ભંડાર:
ડ્રગ એન્ફોર્સમેન્ટ એડમિનિસ્ટ્રેશન (DEA) એ માર્ચ 2024 માં કેલિફોર્નિયાના ઉત્તર હોલીવુડમાં જસવીન સંઘાના ઘરે દરોડા પાડ્યા હતા, આ દરમિયાન કેટામાઇનની 80 શીશીઓ મળી આવી હતી, આ ઉપરાંત મેથામ્ફેટામાઇન, કોકેન અને ઝેનાક્સ જેવા માદક પદાર્થોનો જથ્થો મળી આવ્યો હતો. અહેવાલ મુજબ તે હોલિવૂડ સેલિબ્રિટીઝ અને VIP લોકોને ડ્રગ્સ પૂરું પડતી હતી.

જૂન 2024માં તેના સામે આરોપો ફ્રેમ કરવામાં આવ્યા હતાં , ઓગસ્ટ 2024માં તેની ધરપકડ કરવામાં આવી હતી અને ત્યારથી તે જેલમાં છે.

આપણ વાંચો:  સાવધાન! બેંગકોકમાં જોબ આપવાના બહાને મ્યાનમારમાં અમદાવાદના યુવકને ગોંધી રાખી ₹૩.૫૦ લાખ પડાવ્યા

Savan Zalariya

અમદાવાદ સ્થિત પત્રકાર અને નાટ્ય દિગ્દર્શક. વર્ષ 2022થી મુંબઈ સમાચાર સાથે રિપોર્ટર તરીકે ફરજ બજાવી રહ્યા છે. દેશ-વિદેશમાં બનતી મહત્વની ઘટનાઓ, સરકારી નીતિઓ અને ક્રિકેટજગતની ઘટનાઓનું ઊંડુ જ્ઞાન ધરાવે છે. અમદાવાદ-ગુજરાતના નાટ્યજગત સાથે જોડાયેલા છે.

સંબંધિત લેખો

Back to top button