Kazakhstan Plane crash: પ્લેન ક્રેશ થયા પહેલા વિમાનમાં કંઇક આવા દ્રશ્યો સર્જાયા હતાં, જુઓ વિડીયો
અસ્તાના: ગઈ કાલે બુધવારે કઝાકિસ્તાનના અક્તાઉમાં અઝરબૈજાન એરલાઇન્સની પ્લેન ક્રેશ (Kazakhstan Plane crash) થયું હતું, જેમાં 38 લોકોના મોત થયા હતા. પ્લેન ક્રેશ સાઈટ પર ભયાનક દ્રશ્યો સર્જાયા હતાં, પ્લેન ક્રેશ થયાના ઘણા વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા હતાં. ક્રેશ થયાના થોડી ક્ષણો અગાઉનો પ્લેનની અંદરનો એક વિડીયો સોશિયલ મીડિયા પર શેર કરવામાં આવ્યો છે. એક મુસાફરો મોબાઈલ ફોનમાં આ દ્રશ્યો કેદ કર્યા હતાં.
ખુદાને યાદ કરતા મુસાફરો:
X પર @clashreport દ્વારા વીડિયો પોસ્ટ કરવામાં આવ્યો છે, જેમાં એક મુસાફર સતત અલ્લાહ-હુ-અકબરનું રટણ કરી રહ્યો છે. પ્લેન ઝડપથી નીચે ઉતરી રહ્યું હતું ત્યારે આ મુસાફર પ્લેનની અંદરના ભયાનક દ્રશ્યને રેકોર્ડ કરી રહ્યો હતો.
https://x.com/clashreport/status/1871902804350308412
ક્રેશ થયેલા ફ્લાઇટ અઝરબૈજાન એરલાઇન્સની હતી, પ્લેને કેસ્પિયન સમુદ્રના પશ્ચિમ કિનારે સ્થિત અઝરબૈજાનની રાજધાની બાકુથી દક્ષિણ રશિયામાં ચેચન્યાના ગ્રોઝની શહેર માટે ટેકઓફ કર્યું હતું. જો કે, પ્લેન કઝાકિસ્તાનના અક્તાઉમાં ક્રેશ થયું હતું.
ઘાયલો સારવાર:
ઘટના બાદ, કઝાકિસ્તાનના કટોકટીની મંત્રાલયે જણાવ્યું હતું કે તેના કર્મચારીઓએ વિમાનમાં લાગેલી આગને બુઝાવી દીધી હતી. સ્વાસ્થ્ય મંત્રાલયે કહ્યું કે ઘાયલોની સારવાર માટે કઝાકિસ્તાનની રાજધાની અસ્તાનાથી વિશેષ ફ્લાઈટની મદદથી ડૉક્ટરોની એક ટીમ પણ મોકલવામાં આવી હતી.
આ પણ વાંચો…ટ્રમ્પની ચીન પર ઊંચા ટેરિફ લાદવાની ધમકી: અમેરિકા ખાતે નિકાસ વધારવા ફિઓનો વ્યૂહ
મીડિયા અહેવાલ અનુસાર, દુર્ઘટના પછી પરિસ્થિતિનું મૂલ્યાંકન કરતા, અઝરબૈજાન એરલાઇન્સના અધિકારીઓએ જણાવ્યું હતું કે ફ્લાઇટ એમ્બ્રેર 190 ના ક્રેશમાં ફક્ત 32 લોકો જ બચી શક્યા, બાકીના બધા મૃત્યુ પામ્યા હતા.
રાષ્ટ્રપતિએ પ્રવાસ રદ કર્યો:
આ ઘટના બાદ, અઝરબૈજાનાં રાષ્ટ્રપતિ ઇલ્હામ અલીયેવે ગુરુવારે ભૂતપૂર્વ સોવિયેત દેશોના જૂથ કોમનવેલ્થ ઓફ ઇન્ડિપેન્ડન્ટ સ્ટેટ્સ (CIS) ના નેતાઓની અનૌપચારિક સમિટ માટે રશિયાની આયોજિત મુલાકાત રદ કરી. આ સિવાય રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને અઝરબૈજાનના રાષ્ટ્રપતિ અલીયેવ સાથે ફોન પર વાત કરી અને દુર્ઘટના અંગે શોક વ્યક્ત કર્યો.