ઇન્ટરનેશનલ

ગુજરાતી Kash Patel એ ભગવત ગીતા પર હાથ મૂકીને એફબીઆઈના ડિરેક્ટર તરીકે શપથ લીધા

નવી દિલ્હી : અમેરિકાની તપાસ એજન્સી એફબીઆઇના ડિરેક્ટર તરીકે ગુજરાતી કશ્યપ પ્રમોદ પટેલ (કાશ પટેલ) (Kash Patel) એ શનિવારે ભગવદ ગીતા પર હાથ મૂકીને શપથ લીધા હતા. એફબીઆઈના તે નવમાં ડિરેક્ટર છે. તેમનો શપથ ગ્રહણ સમારોહ વ્હાઇટ હાઉસ સંકુલમાં આઇઝનહોવર એક્ઝિક્યુટિવ ઓફિસ બિલ્ડીંગ ના ઇન્ડિયન ટ્રીટી રૂમમાં યોજાયો હતો. તેનું આયોજન યુએસ એટર્ની જનરલ પામ બોન્ડી દ્વારા કરવામાં આવ્યું હતું.

ડોનાલ્ડ ટ્રમ્પે કાશ પટેલની નિમણૂકની પ્રશંસા કરી

જ્યારે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કાશ પટેલની નિમણૂકની પ્રશંસા કરી અને એફબીઆઈ એજન્ટોમાં તેમના કાર્યની નોંધ લીધી હતી. તેમણે કહ્યું કે મને કાશ ગમતો હતો અને હું તેમને આ પદ પર નિયુક્ત કરવા માંગતો હતો કારણ કે એફબીઆઈ એજન્ટો તેમના માટે ખૂબ માન ધરાવે છે.

Also read: ટ્રમ્પના હનુમાન ગણાતા કાશ પટેલ બન્યા FBIના ડાયરેક્ટર, જાણો શું છે ગુજરાત કનેકશન

નિયુક્તિથી ડેમોક્રેટ્સમાં ચિંતા વધી

અમેરિકાની તપાસ એજન્સી એફબીઆઇના નવમા ડિરેક્ટર બનેલા કાશ પટેલ અગાઉ કાઉન્ટર ટેરીરિઝમના પ્રોસીક્યૂટર અને સંરક્ષણ સચિવના ચીફ ઓફ સ્ટાફ તરીકે સેવા આપી ચૂક્યા છે. તેમણે એફબીઆઈની પણ ટીકા કરી છે. તેમની નિયુક્તિથી ડેમોક્રેટ્સમાં ચિંતા વધી છે.

નિમણૂક અંગે પ્રશ્નો

એફબીઆઇના નવમા ડિરેક્ટર કાશ પટેલ ક્રિસ્ટોફર રેનું સ્થાન લેશે. જેમને ટ્રમ્પ દ્વારા 2017 માં નિયુક્ત કરવામાં આવ્યા હતા. ટ્રમ્પ સાથેના તેમના ગાઢ સંબંધોને કારણે તેમની નિમણૂક અંગે પ્રશ્નો ઉભા થઈ રહ્યા છે. ડિરેક્ટરનો 10 વર્ષનો કાર્યકાળ એજન્સીને રાજકીય પ્રભાવથી બચાવવા માટે છે.

એફબીઆઈમાં વિશ્વાસ પુનઃસ્થાપિત કરવા દો

અગાઉ, ડેમોક્રેટ્સે કહ્યું હતું કે કાશ પટેલની નિમણૂક એફબીઆઈ ની વિશ્વસનીયતાને નુકસાન પહોંચાડી શકે છે. ડેમોક્રેટિક સેનેટર એડમ શિફે કહ્યું હતું કે, એફબીઆઈએ ડોનાલ્ડ ટ્રમ્પની સેના તરીકે કામ ન કરવું જોઈએ. જ્યારે કાશ પટેલે કહ્યું હતું કે, મારું મિશન સ્પષ્ટ છે. સારા પોલીસ કર્મચારીઓને તેમનું કામ કરવા દો અને એફબીઆઈમાં વિશ્વાસ પુનઃસ્થાપિત કરવા દો

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button