ઇન્ટરનેશનલટોપ ન્યૂઝ

ટ્રમ્પના હનુમાન ગણાતા કાશ પટેલ બન્યા FBIના ડાયરેક્ટર, જાણો શું છે ગુજરાત કનેકશન

Donald Trump And Kash Patel: અમેરિકાના રાષ્ટ્ર પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના (US president Donald Trump) ભરોસાપાત્ર અને ભારતીય મૂળના કાશ પટેલને ફેડરલ બ્યૂરો ઓફ ઈન્વેસ્ટિગેશનના નવા ડાયરેક્ટર (FBI Director Kash Patl) તરીકે નિમણૂક કરી છે. આ નિમણૂકને અમેરિકાની ટોચની એજન્સીના નેતૃત્વ સંરચનામાં મોટા બદલાવના રૂપમાં જોવામાં આવે છે.

ટ્રમ્પના સમર્થક કાશ પટેલની નિમણૂકને અમેરિકન સેનેટ 51-49 મતથી મંજૂરી આપી હતી. આ દરમિયાન બે રિપબ્લિકન-મેનના સેનેટર સુસાન કોલિંસ અને અલાસ્ટકાની સેનેટર મર્કોવસ્કીએ તમામ ડેમોક્રેટ સાંસદોની સાથે નિમણૂકનો વિરોધ કર્યો હતો. અમેરિકાના ન્યાય વિભાગમાં મોટા પાયે બદલાવ થઈ રહ્યો છે તેવા સમયે જ એફબીઆઈએ નેતૃત્વ સંભાળ્યું છે. ટ્રમ્પ સમર્થક અધિકારીઓ દ્વારા ન્યાય વિભાગની પ્રાથમિકાતાને નવું રૂપ આપવાના પ્રયાસના કારણે તેમનની નિમણૂકો પર આલોચકોએ સવાલ ઉઠાવ્યા હતા. સેનેટર કોલિંસ અને મર્કોવસ્કીએ તેમની અસહમતિ વ્યક્ત કરતા કાશ પટેલને એફબીઆઈના સિદ્ધાંત વિરુદ્ધ હોવાનું જણાવ્યું હતું.

જાણો કોણ છે કાશ પટેલ

કાશ પટેલ ભારતીય મૂળના અમેરિકન છે. તે ન્યૂ યોર્કના હેગાર્ડન સિટીનો રહેવાસી છે. કાશ પટેલના માતા-પિતા ગુજરાતના હતા. 1970ના દાયકાની શરૂઆતમાં તેમનો પરિવાર વિદેશમાં રહેવા ગયો હતો. પહેલા તે યુગાન્ડામાં રહેતા હતા. તે પછી, વંશીય ભેદભાવને કારણે, તેઓ યુગાન્ડા છોડીને કેનેડામાં સ્થાયી થયા હતા. તેમના પિતાને એક એવિએશન ફર્મમાં નાણાકીય અધિકારી તરીકે નોકરી મળ્યા બાદ તેમનો પરિવાર પાછળથી યુનાઇટેડ સ્ટેટ્સ રહેવા ગયા. તેમનો પરિવાર હિન્દુ છે. એવું કહેવાય છે કે કાશ પટેલ હજુ પણ અપરિણીત છે. તેમને ડોનાલ્ડ ટ્રમ્પના નજીકના મિત્ર કહેવામાં આવે છે. તેમણે રિચમંડ યુનિવર્સિટીમાંથી ઇતિહાસ અને ફોજદારી ન્યાયનો અભ્યાસ કર્યો છે.

કાશ પટેલ એફબીઆઈની કાર્યશૈલીના ટીકાકાર રહ્યા છે. અમેરિકામાં તેમને ટ્રમ્પનો હનુમાન પણ કહેવામાં આવે છે.કાશ પટેલના પિતા ગુજરાતીથી વર્ષો પહેલા અમેરિકા પહોંચ્યા હતા, આ પછીથી તેઓ અહીં સ્થાઈ થઈ ગયા હતા, કાશ પટેલ અમેરિકામાં ઉછર્યા આ પછી તેમણે ટ્રમ્પની 1.0 સરકારમાં પણ કેટલીક મહત્વની જવાબદારી મળી હતી, જેના પર તેઓ ખરા ઉતર્યા અને ટ્રમ્પ ફરી સત્તામાં આવતા તેમને FBIની સૌથી ટોચના પદની જવાબદારી સોંપવામાં આવી છે, જેમાં તેમનો સૌથી પહેલો પડકાર FBI પ્રત્યે લોકોનો ફરી વિશ્વાસ કેળવાય તે જરુરી છે.

Also read: ડોનાલ્ડ ટ્રમ્પની ધમકી બાદ મેક્સિકોએ સરહદ પર 10,000 ગાર્ડ તૈનાત કર્યા

કાશ પટેલ પહેલાથી જ કહી ચૂક્યા છે કે તેઓ FBIમાં મોટા ફેરફારો કરશે. આમાં તેના વોશિંગ્ટન મુખ્યાલયમાં સ્ટાફની સંખ્યામાં ઘટાડો અને ગુપ્ત માહિતી એકત્ર કરવા અને રાષ્ટ્રીય સુરક્ષાને બદલે ગુના સામે લડવા જેવા FBIના પરંપરાગત કાર્યો પર નવેસરથી ભાર મૂકવાનો સમાવેશ થાય છે. છેલ્લા બે દાયકામાં, FBIની ભૂમિકા ગુપ્ત માહિતી એકત્ર કરવા અને રાષ્ટ્રીય સુરક્ષા જેવા કાર્યોને પ્રાથમિકતા આપવા તેમની પસંદગી કરવામાં આવી છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button