ભારત અમેરિકન દારૂ પર આટલો બધો ટેરિફ લાદે છે! જાણો વ્હાઈટ હાઉસ અધિકારીએ શું કહ્યું…

વોશિંગ્ટન ડીસી: રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની ટેરીફ પોલિસી હેઠળ અમેરિકા કેનેડા, મેક્સિકો અને ચીન પર ટેરીફ લાગુ કરી ચુક્યું છે. ડોનાલ્ડ ટ્રમ્પે એક નિવેદન દરમિયાન ભારત સહીત અન્ય દેશો પર 2જી એપ્રિલથી ટેરીફ લાગુ કરવાની જાહેરત (US Tariff on India) કરી હતી. ભારતના વાણીજ્ય પ્રધાન પીયુષ ગોયલ અમેરિકન અધિકારીઓ સાથે વાટાઘાટો કરવા હાલ યુએસના પ્રવાસે છે, એવામાં અમેરિકાએ ફરી એકવાર ભારતમાં યુએસના ઉત્પાદનો પર લાદવામાં આવતા ટેરિફનો મુદ્દો ઉઠાવ્યો છે.
Also read : ડોનાલ્ડ ટ્રમ્પના દબાણના લીધે નહિ પરંતુ, ભારત આ કારણે અમેરિકન આયાત પર ઘટાડી રહ્યું છે ટેરિફ
એક પ્રેસ કોન્ફરન્સમાં વ્હાઈટ હાઉસ અધિકારીએ ભારતમાં અમેરિકન દારૂ અને કૃષિ ઉત્પાદનો પર ઊંચા ટેરીફનો ઉલ્લેખ કર્યો હતો.મંગળવારે એક પ્રેસ બ્રીફિંગ દરમિયાન કેનેડા અંગેના પ્રશ્નનો જવાબ આપતા વ્હાઇટ હાઉસના પ્રેસ સેક્રેટરી કેરોલિન લીવિટે ભારત દ્વારા યુએસના ઉત્પાદનો પર લાદવામાં આવતા ઊંચા ટેરિફનો ઉલ્લેખ કર્યો હતો.
કેનેડાએ અમરિકાને છેતર્યું!
કેરોલિન લીવિટે કહ્યું “કેનેડા દાયકાઓથી યુનાઇટેડ સ્ટેટ્સ ઑફ અમેરિકા અને મહેનતુ અમેરિકનોને છેતરતું રહ્યું છે. જો તમે કેનેડિયનો દ્વારા અમેરિકન લોકો અને વર્કર્સ પર લાદવામાં આવતા ટેરિફ રેટ પર નજર કરો, તો ચિંતાજનક સ્થિતિનો ખ્યાલ આવશે.”
એક ચાર્ટ બતાવતા કેરોલિન લીવિટે કહ્યું “હકીકતમાં, મારી પાસે અહીં એક ચાર્ટ છે જે ફક્ત કેનેડા જ નહીં, પરંતુ અન્ય દેશોમાં ટેરિફનો રેટ દર્શાવવામાં આવ્યો છે. જો તમે કેનેડા જુઓ… અમેરિકન ચીઝ અને માખણ, લગભગ 300% ટેરિફ,”
ભારતમાં અમેરિકન દારૂ પર 150 ટકા ટેરીફ:
લીવિટે પત્રકારોને એક ચાર્ટ બતાવ્યો જેમાં ભારત, કેનેડા અને જાપાન દ્વારા વસૂલવામાં આવતા ટેરિફ દર્શાવવામાં આવ્યા હતા. ચાર્ટ પર, તિરંગા કલર વાળા બે વર્તુળો ભારત દ્વારા અમેરિકન પ્રોડક્ટ્સ પર લાદવામાં આવતા ટેરિફના રેટ લખવામાં આવ્યા હતા.
લીવિટે ભારત તરફ ઈશારો કરતા કહ્યું, “ભારતમાં અમેરિકન આલ્કોહોલ પર 150% ટેરિફ. તમને લાગે છે કેન્ટુકી બોર્બોનને ભારતમાં વેચાણ માટે મદદ મળી રહી છે? મને એવું નથી લાગતું. ભારતમાંથી કૃષિ ઉત્પાદનો પર 100% ટેરિફ. જાપાન તરફ જુઓ, ચોખા પર 700% ટેરિફ લગાવી રહ્યું છે.”
‘હવે સમય આવી ગયો છે…’
લીવિટે રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના વખાણ કરતા કહ્યું કે, “હવે સમય આવી ગયો છે કે આપણી પાસે એક એવો રાષ્ટ્રપતિ હોય જે ખરેખર અમેરિકન બિઝનેસ અને વર્કર્સના હિતોનું ધ્યાન રાખે, અને અંતે તેઓ ફક્ત ન્યાયી અને સંતુલિત વેપારની માંગ કરી રહ્યા છે. કમનસીબે, કેનેડા છેલ્લા કેટલાક દાયકાઓથી આપણી સાથે અન્યાયી વર્તન કરી રહ્યું છે.”
Also read : અમેરિકામાં ફરી એક મંદિર પર હુમલોઃ ભારતવિરોધી નારા પણ દિવાલો પર લખાયા
ગત શુક્રવારે અમેરિકન અધિકારીએ જણાવ્યું હતું ભારત ટેરિફમાં નોંધપાત્ર ઘટાડો કરવા સંમત થયું છે.